Breaking News

લગ્ન મંડપમાં લાગેલી આગ જમણવાર સુધી પહોચી, મહેમાનો જમવાનુ પડતું મૂકી જીવ બચાવવા મૂકી દોટ..! વાંચો..!

ઉનાળાના સમયમાં જંગલમાં દાવાનળ ફાટી નીકળ્યો હોય તેમજ આગ લાગવાની બનાવો પણ બને છે. પરંતુ આગના બનાવવાની સાથે સાથે હવે શહેરી અને ગામડાના વિસ્તારોમાં પણ આગ લાગવાનો બનાવ ખૂબ જ વધી ગયા છે. ઘરે લગ્ન પ્રસંગે આવી પહોચ્યો હોય તે ઘરની ખુશી કંઈક અલગ જ હોય છે..

પરંતુ જો એ ખુશી માં કોઈ વિધ્ન આવી પડે તો સૌ લોકો મુશ્કેલીમાં મુકાઇ જતા હોય છે. હાલ બનાસકાંઠા જિલ્લામાં થરાદ તાલુકાના રાજેન્દ્રનગર સોસાયટીમાં દરજી સમાજના લગ્ન ચાલી રહ્યા હતા. લગ્ન પ્રસંગમાં એક બાજુ વધુ ફેરા ફરી રહ્યા હતા. તો બીજી બાજુ જમવાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. પરંતુ લગ્ન મંડપની અંદર એકાએક આગ લાગી નીકળી હતી..

આગ જોતજોતામાં વિકરાળ બની ગઇ કે, ધીમે ધીમે ધીમે જમણવાર તરફના મંડપમાં પણ પહોંચી ગઈ હતી. અને જોતજોતામાં જ્યાં લોકો જમતા હતા ત્યાં આવી પહોચી ગતી. મંડપની તમામ ચીજવસ્તુઓ આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. આગનો આ બનાવ બનતાં સમગ્ર ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો..

તેમજ લગ્નમાં આવેલા મહેમાનો પણ ભાગમભાગ કરવા લાગ્યા હતા. લોકો રમવાનું પડતું મૂકીને પોતાનો જીવ બચાવવા માટે દોડાદોડી કરી રહ્યા હતા. આ ઉપરાંત પવન પણ અગ્નિ દિશામાં હોવાથી આગળ ખૂબ જ જતી હતી. લગ્નમાં પીવા માટે લવાયેલા પાણીની બોટલો ની મદદથી લોકો આ આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કરતા હતા..

આ બાબતની જાણ થરાદ નગરપાલિકાને પણ કરવામાં આવી હતી. જેના પગલે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અને આગને કાબુમાં લીધી હતી. સદનસીબે આ બનાવમાં કોઈ વ્યક્તિને જાનહાની થઇ નથી. પરંતુ લગ્નનો શુભ પ્રસંગ હવે દુખીરૂપ બની ગયો છે.

લગ્નમંડપના તમામ સામાન અને સાથે સાથે મંડપ સર્વિસના તમામ કાપડના તથા પણ બળીને ખાખ થઇ ગયા હતા. નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચે એ પહેલા જ લગ્ન મંડપ બળી ગયો હતો. જેના પગલે લોકો જમવાની થાળી ગમે ત્યાં મૂકીને ભાગવા લાગ્યા હતા.. આ બધા પહેલા પણ થોડા દિવસ પહેલા ડીસા ભીલડી હાઈવે ઉપર એક લગ્ન સમારંભમાં હતો..

જેમાં અચાનક જ આગ લાગી ઉઠી હતી. જેના કારણે લગ્નના ચોરી મંડપ વોટર કુલર અને ખુરશીઓ પણ બળીને ખાખ થઈ ગઈ હતી. ડીસા ભીલડી હાઈવે પર એક જ ઘરની ચાર દીકરીઓના લગ્ન એક સાથે હતા પરંતુ આ આગના બનાવો હતા લગ્નની ખુશી દુઃખમાં ફેરવાઈ ગઈ હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *