જે ઘરે લગ્ન પ્રસંગ હોય છે. તે ઘરના ખુશીનો માહોલ જુદો જ હોય છે. લગ્નમાં આવેલા તમામ મહેમાનો વરરાજાને વર-કન્યા માટે જુદી જુદી ગિફ્ટ લઈને આવતા હોય છે. પરંતુ આજે ગીફ્ટને લઈને નવસારી જિલ્લાના વાસદા તાલુકામાં ખૂબ જ ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વાસંદા તાલુકાના મીઢાંપુર ગામમાં ગાવિત પરીવાર રહે છે. પરિવારના દીકરાને લતેશ ગાવીતના લગ્ન યોજાયા હતા..
લગ્નમાં પતિ-પત્ની બંનેને ખૂબ વધારે ગિફ્ટ મળી હતી. બીજા દિવસે તેઓ જ્યારે આ ગિફ્ટ અને વારાફરતી ખોલીને જોઈ રહ્યા હતા કે કયા મહેમાનને તેઓને શું ગિફ્ટ આપ્યો છે. તેવામાં એક ખૂબ જ ચોંકાવનારી બાબત બની છે. વરરાજા લતેશે જ્યારે ગિફ્ટ કરી રહ્યો હતો ત્યારે એક ગિફ્ટમાં ટેડી બિયર જેવું કંઈક દેખાઈ રહ્યું હતું..
તેને બહાર કાઢીને પ્લગમાં ચડાવ્યું હતું. સ્વીચ શરુ કરતાની સાથે જ તેમાં ખૂબ મોટો ધડાકો થયો હતો. આ ગીફ્ટ જયારે ખોલ્યું હતું ત્યારે ત્યાં વરરાજાની સાથે તેની નવી પત્ની તેમજ તેમના ત્રણ વર્ષનો ભત્રીજો પણ ઉભો હતો. ધડાકાને પગલે વરરાજાનો હાથ કોણીએથી જુદો પડી ગયો હતો. તેમજ તેના ભત્રીજા અને કપાળના ભાગે ફ્રેક્ચર થઈ ગયું હતું..
તેમજ વરરાજાને આંખના ભાગે ખૂબ જ ગંભીર ઈજા થઈ હતી અને તે દાઝી ગયો હતો. આ બધાની સાથે તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ બનતા જ એફએસએલની ટીમ તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને આ ધડાકો કેવી રીતે થયો અને આ ધડાકામાં કયો પદાર્થ સામેલ હતો તેની તપાસ કરવા લાગી છે..
વરરાજાનું હાથનું કાંડું તૂટી ગયો હતો. તેમજ રાજાનો ત્રણ વર્ષનું ભત્રીજો જીવ પણ ખૂબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. દુલ્હનના પિતાનું કહેવું છે કે તેમને બે દીકરી છે જેમાં નાની દીકરીના લગ્ન થયા છે. અને તેમના જમાઈને ગીફ્ટ ખોલતાની સાથે ધડાકાનો સામનો કરવો પડ્યો છે. અને તેમની મોટી દીકરીના પૂર્વ પ્રેમી રાજુએ આ કાંડ કર્યો છે તેવી તેમની શંકા છે.
એમની મોટી દીકરીને રાજુ નામના એક યુવક ખૂબ જ હેરાનગતી પહોંચાડતો હતો અને તેની સાથે પ્રેમ સંબંધમાં જોડાવા માટે દબાણ કરતો હતો. પરંતુ તેમની મોટી દીકરીએ રાજુની સાથે વાતચીત કરવાની બંધ કરી દીધી હતી. એટલા માટે રાજુએ આ પ્રકારની હરકતો કરી છે. તેવું દુલ્હનના પિતાએ જણાવ્યું છે.
આ બાબતને લઈને તેવા વાસંદા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અને આગળની તપાસ હાથ ધરવા માટે જણાવ્યું છે. તો બીજી બાજુ ઇજાગ્રસ્ત વરરાજા તેમજ તેના ત્રણ વર્ષના ભત્રીજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ગિફ્ટ પોતાની સાથે એવો ધડાકો થયો હતો કે બે ઘડી તો સૌ કોઈ લોકોના મગજ કામ કરતું બંધ થઈ ગયા હતા..
ત્યારબાદ વરરાજો અને તેનો ભત્રીજો બંને ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. ગીફ્ટમાં મળેલા ટેડી બિયરના પણ કુચે કુચા ઉડી ગયા હતા. આ ધડાકો એટલો ભયંકર હતો કે તેને આંખે જોનાર વ્યક્તિઓ કહે છે કે આ કોઈ જીવલેણ હુમલા થી ઓછું ન હતું. આ ધડાકાથી કોણ વ્યક્તિ શું સાબિત કરવા માગતા હશે તે વિચારવા પર ઘરના સૌ કોઈ લોકો મજબૂર બન્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]