Breaking News

લગ્ન પ્રસંગમાં આવેલા 70 મહેમાનો દવાખાનામાં દાખલ થવા ઉભી પૂછડીયે ભાગ્યા, કારણ છે ખુબ જ ચોંકાવનારૂ..

અત્યારના સમયમાં સ્વાસ્થ્યનું એટલું બધું ધ્યાન રાખવું પડે છે કે જેની ન પૂછો વાત.. કારણકે જો માણસનું સ્વાસ્થ્ય સારું ન હોય તો તેને અન્ય નવા વિચારો આવતા નથી. પરિણામે તેની પ્રગતિ ખૂબ ધીમી અથવા નબળી થાય છે. જો તેનું શરીર અને મન સ્વસ્થ હોય તો તે સમયસર અને ધારે તેટલું કામ કરી શકે છે…

પરંતુ હાલ જેવો તેવો ખોરાક ખાવાથી સ્વાસ્થ્યમાં ઘણા પ્રશ્નો ઉદ્ભવી રહ્યાં છે. પરંતુ મનુષ્યની જીભને તીખું-તળેલું તમતમતું ખાવાનો જ શોખ રહેલો છે. એમાં પણ લગ્ન પ્રસંગમાં આવતા મહેમાનો મન મૂકીને જમણવાર નો લાભ લેતા હોય છે. હળવદના કુંભારપરા વિસ્તારમાં સામાજિક પ્રસંગ હતો.

આ પ્રસંગમાં સામેલ થયેલા સૌ કોઈ લોકોએ જમણવારનો લાભ લીધો હતો. પરંતુ તેમાંથી મોટાભાગના લોકોને સ્વાધ્યાયના પ્રશ્નો આવી રહ્યા છે. જેના પગલે તેઓ તાત્કાલિક ધોરણે હોસ્પિટલ દોડ્યા હતા. આ જમણવારમાં ટોપરાપાક રાખવામાં આવ્યો હતો. આ ટોપરાપાક ખાધા બાદ કુલ ૭૦ જેટલા મહેમાનોને ઝાડા ઉલટી નો પ્રોબ્લેમ શરૂ થયો છે.

જેના પગલે એક પછી એક દર્દીઓને સરકારી અને ખાનગી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા છે. ભોજન બાદ ફૂડ પોઇઝનિંગ થઇ જતા સાંજ સુધીમાં ૭૦ જેટલા મહેમાનોને ભારે મુશ્કેલી સહન કરવી પડી હતી. અને અંતે તેઓને હોસ્પિટલમાં દાખલ થવું પડયું હતું. બપોરે જમ્યા બાદ અચાનક જ પેટમાં ગરબડ શરૂ થઇ જતા સૌ કોઈ લોકો દવાખાને દોડ્યા હતા.

એક સાથે 70 લોકોને ઝાડા-ઉલટી નો પ્રોબ્લેમ શરૂ થતાં સૌ કોઈ લોકો વિચારમાં પડ્યા હતા કે જમણવારમાં એવું તો શું ખાધું હશે કે જેના કારણે પ્રથમ આવેલા દરેક લોકોને ઝાડા ઉલટી થઈ ગયા છે.. ઘણી તપાસ બાદ તેઓને ખ્યાલ આવ્યો હતો કે ટોપરાપાક માં કોઈ ખામીના કારણે સૌ કોઈ લોકોને ફૂડ પોઇઝનિંગ થઇ ગયું છે. ત્યારબાદ મીઠાઈની વેપારીનો કાઠલો જાલતા તેના પરસેવા છૂટી ગયા હતા..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *