Breaking News

મરી ગયેલા મિત્રની લાશને કબર માંથી બહાર કાઢીને કર્યુ એવું કે… કારણ જાણીને આંખો ફાટી જશે..!

દુનિયામાં જાતજાતના લોકો વસે છે. જેમ ‘તુંડે તુંડે મતિ ભિન્ન’ છે તેમ જેમ અહીં દરેક વ્યક્તિના શોખ પણ અલગ હોય છે. પણ તે શોખ ક્યારેય શોખ ન રહેતા ગાંડપણમાં કઈ રીતે ખપી જાય તેવા એક કિસ્સાની ચર્ચા દુનિયાભરમાં થઇ રહી છે. જ્યાં કેટલાક યુવાનોએ પોતાના મૃતક મિત્રની લાશ કબરમાંથી કાઢીને તેને ‘બાઈક-રાઈડ’ કરાવી હતી.

આ અજીબ કિસ્સો અમેરિકાના ઇક્વાડોરનો છે. અહીં કેટલાક મિત્રોએ ભેગા થઈને પહેલા તેમના મૃત દોસ્તની લાશને કબરમાંથી ખોદી કાઢી અને પછી તાબૂત બાઈક પર વચ્ચે મૂકીને શહેરમાં આંટાફેરા કરવા માંડ્યા. થોડીવાર પછી તાબૂત ભારે લાગતા લાશ જ અંદરથી કાઢી લીધી અને પછી શબને બાઈક પર મૂકીને શહેરમાં ચક્કર મારવા માંડ્યા હતા.

યુવાનોની આ હરકત જોઇને આશ્ચર્યમાં પડેલા લોકોએ તે પાછળનું કારણ પૂછતા તેમણે જે જવાબ આપ્યો તેનાથી લોકો ભીંતમાં માથા પછાડતા થઇ ગયા હતા. તેમણે કારણ કહ્યું કે, તેમના મિત્રની અંતિમ ઈચ્છા હતી કે તેને મૃત્યુ સુધી બાઈક-રાઈડ કરાવવામાં આવે, તેમણે તે પૂરી કરવા આ કામ કર્યું હતું.

અમેરિકાના 21 વર્ષીય યુવક એરિક સડેનોનું કેટલાક સમય પહેલા મૃત્યુ થયું હતું. તેના કેટલાક મિત્રો તેની અંતિમ વિધિમાં સામેલ થઇ શક્યા ન હતા. પરંતુ નજીકના મિત્રો હોવાના કારણે તેઓ જાણતા હતા કે એરિકને બાઈકરાઈડ ખૂબ જ પસંદ હતી. તેથી બધા ભેગા થઈને એરિકના મા-બાપ પાસે પહોંચ્યા હતા અને કહ્યું કે એરિકની અંતિમ વિધિમાં સામેલ નહીં થઇ શકવાનો તેમને રંજ છે અને એરિકને બાઈકરાઈડ બહુ પસંદ હતી તો તેમની ઈચ્છા છે કે તેઓ તેની લાશ બહાર કાઢીને બાઈકરાઈડ કરાવે.

સામાન્ય રીતે આવી અજીબોગરીબ અને ધડમાથા વગરની માગ વાલીઓ ઠુકરાવી દે છે, પરંતુ આ કિસ્સામાં એરિકના મા-બાપે પણ તેની પરવાનગી આપી દીધી હતી. ત્યારબાદ યુવકો કબ્રસ્તાન પહોંચ્યા અને એરિકની લાશ તાબૂત સાથે બહાર કાઢી અને શહેરના રસ્તાઓ પર ફેરવવા માટે નીકળી પડ્યા હતા. પરંતુ તેમાં પણ ‘મજા’ નહીં આવી તો લાશ જ બહાર કાઢી લીધી હતી.

લાશ બહાર કાઢીને તેમણે બાઈક પર વચ્ચે મૂકી દીધી હતી. એટલું જ નહીં મિત્રોએ તેમના દોસ્તની ઈચ્છા પૂરી કરવા માટે કબર પર દારૂના છાંટા પણ નાંખ્યા હતા. અજીબોગરીબ મિત્રોની આ અજીબ હરકત દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની છે તો ક્યાંક તેની ટીકા પણ થઇ રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *