મરણનો વીમો પકવવા માટે માથાભારે દીકરાએ માતા સાથે મળીને પોતાના દારુડીયા બાપના કર્યા એવા હાલ કે જાણીને હડકંપ મચી ગયો, પોલીસ પણ ચોંકી ઉઠી..!

પૈસા અને સંપત્તિ મેળવવાની લાલચમાં આજકાલ લોકો પોતાના જ નજીકના સભ્યો સાથે એવું કરી નાખે છે કે, જેને વિશે જાણતા ની સાથે જ સામાન્ય લોકો એકાએક ચોંકી ઉઠતા હોય છે. હાલ એક મા-દીકરાની મિલીભગતથી કંઈક આવો જ મામલો સામે આવ્યો છે. આ બનાવ રાજસ્થાનના નાગોરનો છે.

અહીં પુરડિયા ગામમાં નેમારામ નામનો 57 વર્ષનો વ્યક્તિ રહેતો હતો. પરિવારમાં તેની 47 વર્ષની પત્ની શારદા અને 25 વર્ષનો દીકરો રવિન્દ્રનો પણ સમાવેશ થતો હતો અને નેમારામને દારૂ પીવાની ખૂબ જ ખોટી લત લાગી ગઈ હતી. આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી તેઓ આર્થિક સંકળામણનો ભોગ પણ બની ગયા હતા..

ખૂબ જ ગરીબીમાં તેઓ જિંદગી જીવતા હતા. નેમારામ ના નામે ઘણી બધી જમીનો પણ હતી. પરંતુ આજથી ત્રણ વર્ષ પહેલાં નેમારામની પત્ની શારદાએ નેમારામને ધોકા વડે ઢોર માર મારી તેના ટાંટિયા ભાંગી નાખ્યા હતા અને તેના નામે રહેલી તમામ જમીનોને પોતાના નામે કરાવી લીધી હતી..

એટલું જ નહી નેમારામ અને શારદા બંને વચ્ચે અડધી જિંદગી એ પણ ખૂબ જ લડાઈ ઝઘડાઓ થતા હતા. પોતાના માતા પિતાના રોજ રોજ ના ઝઘડાથી 25 વર્ષનો દીકરો રવિન્દ્ર પણ ખૂબ જ કંટાળી ગયો હતો. કારણકે તેઓના ઝઘડાને કારણે હવે રવિન્દ્રને કોઈ છોકરી પણ આપવા તૈયાર થતું નહીં..

એક દિવસ અચાનક જ નેમારામને હાર્ટ એ.ટેક. આવતા તેનું મૃત્યુ થઈ ગયું છે. તેવા સમાચાર સામે આવ્યા હતા. આ ઉપરાંત આ ઘટનાને લઈને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં પૂછતાજ દરમિયાન રવિન્દ્રએ જણાવ્યું હતું કે તેના પિતાને હાર્ટ અ.ટે.ક આવ્યો છે અને તેનું મૃત્યુ થઈ ગયું છે.

જ્યારે તેના શરીર ઉપર ઈજાના નિશાનો દેખાયા હતો. તેને કહ્યું કે તેઓ એક દિવસ પહેલા જ ગાડી ઉપરથી પડી ગયા હતા. આ નિશાન તેના છે. પરંતુ તેના ગળાના ભાગે પણ નિશાન દેખાતા હતા એટલા માટે પોલીસે તેના ફોટા પાડી લીધા. પરંતુ પૂછતાછ મુલતવી રાખી હતી ત્યારબાદ બીજા દિવસે વધુ કડક પૂછતાછ કરતા નેમારામની પત્ની ભાંગી પડી હતી..

અને તેને જણાવી દીધું કે, તેણે તેના પતિને મોતને ઘાટ ઉતારી દીધા છે. આ ઉપરાંત હજુ પણ પોલીસને કંઈક માહિતીમાં કાળુંધોળું લાગતું હોય તેવું લાગતું હતું. એટલા માટે તેઓએ વધુ પડે પૂછતાં શરૂ કરી હતી જેમાં તેણે એ પણ જણાવી દીધું કે, આ કામમાં તેના લાડકા દીકરાએ પણ તેનો સાથ આપ્યો હતો..

તેઓએ પોલીસને સ્પષ્ટ નિવેદનમાં જણાવ્યું કે મેં નેમારામના નામે મરણ વીમો ઉતરાવ્યો હતો. જો તેનું મૃત્યુ થઈ જાય તો પરિવારને 50 લાખ રૂપિયા સુધીની રકમ મળવા પાત્ર હતી. આ સાથે સાથે નેમારામ હવે તેમના પરિવારજનો માટે કોઈ પણ કામનો રહ્યો હતો નહીં કારણ કે તે અવારનવાર દારૂ પીને ઘરે ઝઘડાઓ કરતો હતો..

અને પરિવારના સૌ કોઈ સભ્યો તેનાથી ખૂબ જ નારાજ હતા. એટલા માટે તેઓએ નેમારામને મોતને ઘાટ ઉતારી દીધો. અને પોલીસની સામે તેનું હાર્ટ અટેકથી મૃત્યુ થયું છે. તેવી નાટકબાજી કરવા લાગ્યા હતા. પરંતુ પોલીસની ઈમાનદારી કર્મનિષ્ઠતા અને સૂઝબુજ ની સામે આ મા દીકરાની કાળી કરતુતોની પોલ ખુલ્લી પડી ગઈ છે.

પોલીસે તાત્કાલિક આ બંને વ્યક્તિઓની ધરપકડ કરી છે. અને તેમની સામે હજુ પણ કડક પૂછતાછ કરી જરૂરી કાર્યવાહી અને ગુનાની કામગીરી પણ શરૂ કરવામાં આવી દીધી છે. આ ઘટના જ્યારે સામે આવે ત્યારે ગામના સૌ કોઈ લોકો કહી રહ્યા છે કે, જે વ્યક્તિએ અડધી જિંદગી સુધી કમાઈને આપ્યું અને પરિવારના સૌ કોઈ સભ્યોને લાડ લડાવ્યા તેમજ ક્યારેય પણ એક આંચ ન આવવા દીધી..

તે જ વ્યક્તિના મરણ વિમાના રકમ મેળવવા માટે પરિવારજનોએ તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. ખરેખર આ બનાવ બનતા ની સાથે જ સમગ્ર પંથકમાં એકાએક અરેરાટીનો માહોલ સર્જાઈ ગયો છે. લોકો ખૂબ જ ચર્ચા વિચારણા પણ કરવા લાગ્યા છે. નેમારામની પત્ની અને તેના દીકરાએ એક પણ વાર પરિવારનો વિચાર કર્યો ન હતો.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment