નજીવી બાબતો પર લડાઈ ઝગડા કરીને જીવ ટૂંકાવી દેવો એ આજકાલ સામાન્ય બની ગયું હોઈ તેવું લાગે છે.. જે એક ખુબ જ મોટો પ્રશ્ન છે. અમદાવાદ શહેરમાં એક એવી ઘટના સામે આવી છે કે જે સાંભળતા જ તમારા રુંવાડા ઉભા થઈ જશે.
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલ હાટકેશ્વર સર્કલ નજીક એક યુવક પોતાના પરિવાર સાથે ભાડાના મકાનમાં રેહતો હતો. તે અમદાવાદના નારોલની એક ગારમેન્ટ કંપનીમાં નોકરી કરતો હતો. જીવન એકદમ સલામતી રીતે પસાર થઈ રહ્યું હતું.
પરંતુ તે હંમેશા માનસિક તણાવ અને ગહેર વિચારમાં રેહતો હતો. તેને તેની સાથી મિત્રોએ પણ ઘણી વાર પૂછવાની કોશિશ કરી કે તને શું થયું છે પરતું તે કોઈને સરખો જવાબ આપતો નોહતો. ટૂંકમાં એ ખુબ જ માનસિક તણાવ અને પ્રેશરનો ભોગ બની ગયો હતો.
તેની આવી હાલતના લીધે તેને એવું પગલું ભરી લીધું છે કે જેના લીધે તેના માં-બાપ અઘરી વ્યથામાં મુકાઈ ગયા છે. તે યુવકે વીડિયો બનાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. હાલ આપઘાત કર્યા પહેલાનો યુવકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
અજય ડિંગોરિકરે પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. અજયે અંતિમ પગલું ભરતા પહેલા એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તે કોઈનું નામ લીધા વિના જ માફી માંગી રહ્યો છે. આ વીડિયો અજય કહી રહ્યો છે કે, તે વ્યક્તિ મને માફ નથી કરતી અને તેના માતા-પિતાની ઈજ્જત જવાના ડરે તે આત્મહત્યા કરવાનું કહી રહ્યો છે.
અજયના આપઘાતના પગલે તેના પરિવારને ઊંડો આઘાત લાગી ગયો છે. મૃતકના પરિવારજનો પણ તેમના દીકરાએ કેમ અંતિમ પગલું ભર્યું તે જાણવા મથી રહ્યાં છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]