Breaking News

માનતા પૂરી કરવા જતા પરિવારને કાળમુખો અકસ્માત ભરખી ગયો, કારનો કચ્ચર ઘાણ થતા જ ત્રણના મોત..! વાંચો..!

છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં અકસ્માતોની સંખ્યા ખૂબ વધી રહી છે. જેમાં છેલ્લા ત્રણ દિવસમાં જુદા જુદા ચારથી પાંચ અકસ્માતો નોંધાયા છે. જેમાં અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. ગુજરાતના હળવદમાં છેલ્લા ત્રણ દિવસમાં ચાર મૃત્યુ થયા છે. અને જ્યારે ચારના મોત અકસ્માતના કારણે રહ્યા છે..

કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલું દેસલપર ગામ નો પરિવાર અત્યારે મુંબઈ ખાતે રહે છે. અને તેઓ પોતાના વતન કચ્છ એક માનતા પૂરી કરવા માટે સવારે મુંબઈથી નીકળ્યો હતો. પરંતુ તેઓ હળવદના ધનાળા પાટીયા પાસે પહોંચ્યા એ સમયે સામેથી એક ટ્રેલર આવી રહ્યું હતું. જેની સાથે તેઓની કાર ધડાકાભેર અથડાઈ હતી.

અને કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. ટ્રેલર ખુબ વજનદાર હોવાથી કાર ફંગોળાઇને રોડ ટપી ગઈ હતી. આ અકસ્માત એટલો દર્દનાક હતો કે જોનારા લોકો પણ આઘાત માં ચાલ્યા ગયા છે. અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે. જ્યારે અન્ય બે લોકોને સારવાર માટે હળવદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

આ બનાવ બનતા જ ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઈ હતી. અને મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ ખાતે સરકારી હોસ્પિટલમાં મોકલી આપવાની કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતમાં સામુ બેન પટેલ, મોંઘીબેન પટેલ અને રમેશભાઈ પટેલનું મૃત્યુ થયું છે. જ્યારે કાર ચલાવનાર ઋત્વિક ભાઈ પટેલ તેમજ વસ્તાભાઇ પટેલ ખૂબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

આ પરિવારે વિચાર્યું પણ નહીં હોય કે અમે માનતા પૂરી કરવા જતી વખતે અમારી સાથે આવો આવો અણબનાવ બનશે. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી પરિવારના અન્ય લોકો આઘાતમાં ચાલ્યા ગયા છે. પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયેલો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *