આજકાલ લોકોની ધાર્મિક લાગણીને દુભાવીને લોકો એવા કાળા કારનામાં સાથે જોડાઈ ગયા છે કે, જેની ન પૂછો વાત. આવા બનાવો દિન પ્રતિદિન સામે આવે છે. અને હવે ગાંધીનગરના રાયપુરના વડવાળા ગામમાંથી એ 55 વર્ષીય વડીલ મહિલાને ખૂબ જ માઠો અનુભવ સહન કરવાનો વારો આવ્યો છે. રાયપુર ગામમાં મધુબેન ઠાકોર કે જેમની ઉંમર 55 વર્ષની છે..
તેવો એકલા રહે છે. તેમના ઘરની બાજુમાં દશા માનુ મંદિર આવેલું છે. જ્યાં માનતા પૂર્ણ કરવા માટે અવારનવાર કેટલાય લોકો આવી પહોંચે છે. આ મંદિરમાં પૂજાપાઠ કર્યા પછી પાણી પીવાના બહાને કેટલા એ લોકો તેમના ઘરે આવે છે. અને તેઓ નિસ્વાર્થ પણે મંદિરમાં આવતા તમામ દર્શનાર્થીઓને સેવા પૂરી પાડે છે.
એક દિવસ આ મંદિરે માનતા પૂર્ણ કરવા માટે નરોડા થી એક મહિલા આવી પહોંચી હતી. તેણે મધુબેનને પોતાની સાથે માનતા પૂર્ણ કરવા માટે મંદિરના પરિસરમાં આવવા જણાવ્યું હતું. મધુબેન પણ અજાણી મહિલાની વાતોમાં આવી ગયા હતા અને તેની સાથે મંદિરે માનતા પૂર્ણ કરવા માટે ગયા હતા. તેઓએ માનતા પૂર્ણ કર્યા બાદ દશામાંને પેંડા નો પ્રસાદ ચડાવ્યો હતો..
આ મહિલાએ મધુબેન ને જણાવ્યું કે હવે તેઓને પાણી પીવું છે. એટલા માટે મધુબેન તેમને પોતાના ઘરે લઈ આવ્યા હતા. ત્યારબાદ બંને સુખની વાતો પણ કરી અને ત્યાર પછી આ મહિલાએ મંદિરમાં ચડાવેલાનો પ્રસાદ મધુબેનને ખવડાવ્યો હતો. આ પ્રસાદના પેંડા ખાતાની સાથે જ મધુબેનને ધીમે ધીમે ચક્કર આવવા લાગ્યા અને તેઓ બેહોશ થઈ ગયા હતા..
હકીકતમાં આ મહિલાએ પેંડાની અંદર એવી દવા મિલાવી દીધી હતી કે, જે ખાતાની સાથે જ મધુબેન બેહોશ થઈ ગયા હતા. અને ત્રણ દિવસ બાદ તેઓ હોશમાં આવ્યા હતા. એટલે કે આ મહિલા પેંડો ખવડાવીને વડીલ મહિલાને બેહોશ કર્યા બાદ ઘરમાંથી કુલ 3:30 લાખ રૂપિયાના દાગીના લોટી લીધા હતા..
બીજા દિવસે સવાર સુધી મધુ બહેન ઘરની બહાર દેખાયા હતા નહીં. એટલા માટે પાડોશીએ તેમના ઘરે તપાસ કરી હતી કે, મધુબેનને શું થયું છે. ત્યારે મધુબેન બેહોશની હાલતમાં પડ્યા હતા. તેમને ઉઠાવવાનો પણ કર્યો હતો. પરંતુ તેમના શરીરમાં કોઈ પણ હલનચલન ન થતા લોકોને કઈક જુદી જ શંકા ગઈ હતી અને તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા..
જ્યાં જાણ થઈ કે મધુબેનનો જીવ ગયો નથી. પરંતુ તેમને દવા આપીને બેહોશ કરવામાં આવ્યા છે. જ્યારે મધુબેન ભાનમાં આવ્યા ત્યારે તેઓએ જણાવ્યું કે, માનતા પૂરી કરવા આવેલી મહિલાએ પેંડો ખવડાવ્યો ત્યાર બાદ તેઓ બેહોશ થઈ ગયા હતા. તેઓ ઘરે જઈને જોયું તો તેમના ઘરે ખૂબ મોટી ચોરી થઈ હતી. સોના ચાંદીના દાગીના સેરવી લેનારી આ મહિનાની કાળીકરતુતો અંગે મધુબેનને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]