Breaking News

માનતા પૂરી કરવા આવેલી મહિલાનો એક નો એક દીકરો ખોવાઈ ગયો, ભગવાનના આ ચમત્કારે મળ્યો પાછો.. વાંચો..!

બાળકોને ખુબ સારી રીતે સંભાળ રાખવી પડતી હોય છે. નાની ઉંમરમાં બાળકો માતા પિતાથી છૂટા થઈ જાય તો તેમને ગોતવા ખૂબ જ મુશ્કેલ ભર્યું કામ છે. કારણકે નાના બાળકોને પોતાના માતા-પિતાના નામ અને ચહેરાના સિવાય કશું જ યાદ હોતું નથી. એટલા માટે જો કોઈ બાળક ખોવાઈ જાય તો તેને શોધવું કચરાના ઢગલામાંથી સોઈ શોધવા બરાબર અઘરું કામ ગણી શકાય છે.

હાલ એક બાળક ખોવાઈ ગયો હતો. પરંતુ ભગવાનના ચમત્કારને કારણે એ બાળક તેની માતાને પરત મળી ગયો છે. આ ઘટના સાંભળીને તમે પણ દંગ રહી જશો. હકીકતમાં આ બનાવ મહેસાણાના વિસનગરમાં દીપરા દરવાજા વિસ્તારમાંથી બન્યો છે. આ વિસ્તારમાં એક મહિલા પોતાના પાંચ વર્ષના બાળક સાથે આવી હતી.

પરંતુ કોઇ કારણસર તેનું બાળક તેનાથી છૂટો પડી ગયો હતો. વડનગર તાલુકાના સરોડા ગામમાં આશાબેન ઠાકોર રહે છે. તેઓ તેમના પાંચ વર્ષના દીકરા સાહિલને લઈને 9:00 આસપાસ વિસનગરમાં માનતા પૂરી કરવા માટે આવ્યા હતા. એવામાં તેમનો બાળકનો હાથ તેમની પાસેથી છૂટી ગયો હતો..

અને જોતજોતામાં તો પાંચ વર્ષમાં સાહિલ ક્યાં ગાયબ થઈ ગયો તેની જાણ પણ રહી નહીં, માતા સાથે હાથ છુટતાની સાથે જ આશાબેન તેના પાંચ વર્ષના દીકરા સાહિલને શોધવા માટે ફાંફા મારવા લાગ્યા હતા. પરંતુ આ બાળક ક્યાં ગાયબ થઈ ગયો તેનું ખ્યાલ ન રહેતા તેઓ એકદમ હાફળા ફાંફળા થઈ ગયા હતા..

આ બાળક પણ ખૂબ જ દુઃખી થઈ ગયો હતો. અને એકલો પડી ગયો હોવાથી તે રડતો હતો. એટલા માટે પોલીસને પણ જાણ કરી દેવામાં આવી હતી. પોલીસ સ્ટાફ બાળકને પોલીસ સ્ટેશન લાવ્યા હતા. ત્યારબાદ વિસનગરના જુદા જુદા વિસ્તારો જેવા કે સવાલા દરવાજા, ડોસાભાઈ બાગ, બસ સ્ટેન્ડ, માયા બજાર, લાલ દરવાજા સહિતના વિસ્તારોમાં અલગ અલગ ટીમોને મોકલવામાં આવી હતી..

અને બાળકની માતા ની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તેમજ પોલીસે એક ખૂબ જ સાહસ ભર્યું કામ કર્યું હતું જેને ભગવાનના ચમત્કારથી ઓછું કહી શકાય નહીં. કારણ કે પોલીસ સામાન્ય જનતાને મદદરૂપ બનવામાં ક્યારેય પીછેહઠ કરતી નથી. પોલીસે ચમત્કાર સમાન કામ કરી બતાવ્યું હતું. એટલે કે સોશિયલ મીડિયામાં સાહિલના ફોટા તરત જ વાયરલ કરી દીધા હતા..

જેના કારણે બાળકને તેની માતા પિતા નું સરનામું મળી ગયું હતું. પોલીસે તાત્કાલિક ધોરણે આશાબેનનો કોન્ટેક્ટ કર્યો હતો. અને તેને પોલીસ મથક બાળકને લેવા આવવા માટે જણાવ્યું હતું. આશાબેન તાત્કાલિક ધોરણે પોલીસ મથકે પહોંચ્યા હતા. અને બાળકને પોતાની પાસે લઈને ભેટી પડ્યા હતા..

ત્યારબાદ ખુશીના આંસુ પણ આંખમાં આવી ગયા હતા. સોશિયલ મીડિયાના માધ્યમથી માત્ર બે કલાકની અંદર અંદર જ બાળકના માતા-પિતા ને શોધી નાખવામાં આવ્યા હતા. પોલીસના કામ બદલ દરેક લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *