Breaking News

મનોરમા મોહંતીએ આપી આગામી 2 દિવસ અતિભારે વરસાદની મોટી આગાહી, આ તારીખે મેઘરાજા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો વારો પાડશે..! વાંચો..

ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે. દરેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડવાની કારણે દરેક જિલ્લાઓમાં પુરજનક સ્થિતિ સર્જાઈ ગઈ છે. ચોમાસું ચાલુ થતાની સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. પરંતુ હજુ પણ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહંતીના જણાવ્યા મુજબ સમગ્ર ગુજરાતમાં આગામી 2-3 દિવસ ખૂબ જ ભારે વરસાદ રહેશે. તારીખ 13-14 મી જુલાઈએ અતિ ભારે વરસાદ રહેશે. આ વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં અત્યંત ભારે પકડવાની સંભાવના છે. 15 મી જુલાઈએ વરસાદ સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં વરસવાની આગાહી છે.

હજુ પણ રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદનું જોર નહીં ઘટે. આ ત્રણ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતમાં ત્રણ દિવસ સુધી મધ્યમ વરસાદ રહેશે. તેમાં પાટણ, ગાંધીનગર, બનાસકાંઠા, મહેસાણામાં વરસાદની ખૂબ ઓછી આગાહી છે. 24 કલાકમાં રાજ્યમાં 245 તાલુકાઓમાં ખૂબ જ સારો વરસાદ નોંધાયો છે.

સૌથી વધારે વરસાદ નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં 534 એમએમ પડ્યો હતો. નર્મદાના તિલકવાડામાં 508 એમએમ અને ઉમરપાડામાં 427 એમએમ વરસાદ પડ્યો હતો. તેમજ સાગબારામાં 422 એમએમ અને કપરાડામાં 401 એમએમ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 તાલુકાઓમાં 4 કરતા વધુ વરસાદ વરસી ગયો હતો.

11 તાલુકાઓમાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો. 84 તાલુકામાં 2 ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો. 138 તાલુકાઓમાં 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો. આમ રાજ્યમાં દરેક તાલુકાઓમાં જુદો જુદો વરસાદ વરસવાની કારણે દરેક જિલ્લાઓમાં સારું ચોમાસુ રહ્યું હતું.

અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના કચ્છ, જામનગર, દેવભૂમિ- દ્વારકા, મોરબી, રાજકોટ, ભરૂચ, છોટાઉદેપુર, તાપી, નવસારી, ડાંગ, સુરત, વલસાડ જેવા જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. ભારેથી અતિ ભારે વરસાદ પોરબંદર, વડોદરા, જુનાગઢ, આણંદ, ભાવનગર, દાહોદ, ખેડા અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં પડવાની સંભાવના છે.

ભારે વરસાદ ગીર સોમનાથ, મહીસાગર, અમરેલી, અરવલ્લી, બોટાદ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, અમદાવાદ, પાટણ, મહેસાણા અને ગાંધીનગરમાં પડવાની સંભાવના છે. આમ જુદા-જુદા તાલુકાઓમાં જુદો જુદો વરસાદ વરસવાને કારણે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ખૂબ જ પાણી વહેતા કરી દીધા છે. આમ ગુજરાતમાં ખૂબ જ સારું વરસાદ પડી રહ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *