Breaking News

મંગળ દોષ છે, તો મંગળવારે કરો આ જાપ, જાણો મંગળને શુભ કરવાના 5 ઉપાય અને મંત્ર.

આપણ ને લગભગ દરેક ગ્રહ વિશે ની માહિતી હોય છે. કોની કુંડળી માં કયો દોષ છે અને કયો ગ્રહ નો પ્રભાવ વધારે છે એવું જાણવું મુશ્કિલ હોય છે. જો કોઈ વ્યક્તિ ની કુંડળી માં મંગળ દોષ ઉપસ્થિત હોય તો ઘણી વાર તેના લગ્ન માં અડચણ ઉભી થાય છે, પરતું પ્રાચીન ઘણા ગ્રંથ માં એના થી બચવાના ઉપાય આપવામાં આવ્યા છે.

જે દરેક પ્રકારની અડચણો અને કઠિનાઈ ઓ થી દુર કરવા મદદ કરે છે. તેના માટે પૂજા કરવામાં આવે છે, જેથી વ્યક્તિ ના જીવન માંથી મંગળ દોષ ની સમસ્યા દુર થઇ જાય છે.

આજે અમે તમને મંગળ ગ્રહ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને આપણી કુંડળી માં શુભ કરવો ખુબ જ જરૂરી છે નહિ તો ઘણી સમસ્યા આવી શકે છે. તો ચાલો જાણી લઈએ મંગલ ગ્રહ ને શુભ કરવા માટે ના ઉપાય અને બે મંત્ર વિશે.. એકાક્ષરી બીજ મંત્ર – ‘ॐ अं अंगारकाय नम:।’ તાંત્રિક મંત્ર – ‘ॐ क्रां क्रीं क्रौं स: भौमाय नम:’।

આ જાપ કરવાની સંખ્યા ઓછા માં ઓછી 10,000 (10 હજાર) જેટલી હોય છે. કળીયુગમાં 4 ગણો જાપ અને દશાંશ હવન નું વિધાન છે. આવી રીતે આ મંત્ર નો જાપ કરવાથી મંગળ ગ્રહ કોઈ પણ વ્યક્તિ ની કુંડળી માં શુભ રહે છે.

 • દાન માટેની સામગ્રી –
 • લાલ વસ્ત્ર,
 • ગોળ,
 • લાલ પુષ્પ,
 • તાંબુ,
 • રક્ત ચંદન,
 • મસુર ની દાળ વગેરે

આ બધી સામગ્રી ને લાલ વસ્ત્ર માં બાંધી ને એની પોટલી બનાવી ને તરત પછી એને મંદિર માં અર્પણ કરાવવી અથવા વહેતા પાણી માં એને પ્રવાહિત કરવી. આ દાન અને પૂજા કરવા માટે અમુક જરૂરી નિયમો પણ હોય છે.

દાન કરવાનો સમય :- સૂર્યોદય થી 2 કલાક છોડીને આખો દિવસ કરવું. ઔષધિ સ્નાન :- રક્ત ચંદન, લાલ ફૂલ અને હિંગ વાળા પાણીથી સ્નાન કરવું.

 • અશુભ પ્રભાવ ઓછો કરવા માટે ના અન્ય ઉપયોગી ઉપાય
 • ૨૫૦ ગ્રામ પતાશા મંગળવાર ના દિવસે વહેતા જળમાં પ્રવાહિત કરવા.
 • મંગળવાર ના દિવસે કોઈ પાસે થી ભેટ સ્વીકાર ના કરવી.
 • મંગળવાર ના દિવસે હનુમાન જી ને સિંદુર અર્પણ કરીને હનુમાન ચાલીસા નો પાઠ કરવો.
 • લાલ વસ્ત્રો નો પ્રયોગ ન કરવો.
 • મંગળ યંત્ર ને તામ્રપત્ર અથવા સ્વર્ણ પત્ર પર ઉત્કીર્ણ કરાવીને નિત્ય પૂજા કરવી.

આ ૫ ઉપાય કરવાથી કોઈ પણ વ્યક્તિ ની કુંડળી માંથી મંગળ ગ્રહ નો ખરાબ પ્રભાવ દુર થઇ જશે અને મંગળ શુભ કામ કરશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About admin

Check Also

આજે કાલાષ્ટમી પર બની રહ્યો છે શુભ યોગ, આ રાશિઓને મળશે સારા સમાચાર, જાણો તમામ રાશિઓ પર શું અસર થશે

બ્રહ્માંડમાં ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં સતત ફેરફાર થાય છે, જેના કારણે ઘણા શુભ અને અશુભ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *