ગુજરાતમાં દિન પ્રતિદિન .દુ.ષ્ક.ર્મ. શારીરિક અડપલા અને અત્યાચાર તેમજ મારપીટના બનાવો ખૂબ જ વધવા લાગ્યા છે. રોજ રોજ એવા ઘણા બધા પરિવારોમાંથી ઘરેલું મામલામાં અત્યાચારના બનાવો સામે આવે છે. અને હવે તો આ તમામ મામલાઓ સામે આવ્યા બાદ કોઈ નજીકના વ્યક્તિ ઉપર પણ ભરોસો મૂકવો ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે..
હાલ રાજકોટની એક વિધવા મહિલાને ખૂબ ખરાબ બનાવનો સામનો કરવો પડી રહ્યો છે. આ મહિલાના લગ્ન 2001ની સાલમાં ચોટીલાના એક યુવક સાથે થયા હતા અને લગ્ન થતાની સાથે લગ્નજીવન દરમિયાન આ મહિલાએ એક દીકરો અને ત્રણ દીકરીને જન્મ આપ્યો હતો. લગ્નજીવન ખૂબ જ સરસ ચાલતું હતું..
અને પતિ તેમજ પત્ની ખૂબ જ સારી રીતે જીવન ગુજારતા હતા. પરંતુ એક દિવસ અકસ્માતમાં દાઝી જવાને કારણે તેના પતિનું મૃત્યુ થયું હતું. મૃત્યુ થતા એની સાથે જ પત્ની અને તેના ચાર સંતાનો ખૂબ જ નિરાધાર બની ગયા હતા. એટલા માટે તે પોતાની માતાના ઘરે સાપર ગામમાં રહેવા માટે આવી ગઈ હતી..
પરંતુ ધંધા રોજગારની જરૂર પડતા મહિલાની માતા તેમજ મહિલા અને તેના ચારેય સંતાનો રાજકોટ શહેરમાં કટારીયા શોરૂમની સામેની સોસાયટીમાં રહેવા માટે આવી ગયા હતા. તેઓ જે મકાનમાં રહેતા હતા. તેના બાજુના મકાનમાં પોલીસ ખાતામાં પર જ બજાવી ચૂકેલા નિવૃત્ત જમાદાર દેવશીભાઈ પરમાર પણ રહેતા હતા.
દેવશીભાઈ પરમાર વિધવા મહિલાના માતાને બોલાવતા હતા. અને વિધવા મહિલાની માતા પણ દેવશીભાઈ પરમારને ભાઈ કહીને બોલાવતા હતા એટલે કે વિધવા મહિલા દેવશીભાઈને મામા કહીને પોકારતી હતી. દેવશી પરમાર નામનો આ યુવક અવારનવાર તેમના ઘરે જતો હતો અને વિધવા મહિલા સાથે વાતચીત કરવા લાગતો હતો..
ધીમે ધીમે બંને વચ્ચે મનમેળ પણ થઈ ગયો હતો. અને એકબીજાની આંખમાં આંખ મળી જતા બંને પ્રેમમાં પડી ગયા હતા. દેવશી પરમારે પોતાની જાળમાં આ મહિલાને ફસાવી લીધી હતી. અને તેઓને જુદી જુદી લાલચ આપી હતી કે, દેવશી પરમાર પોતે પોતાના પરિવાર સભ્યોને છોડી દેશે અને આ મહિલા સાથે લગ્ન કરી લેશે..
તેમજ તેના ચારે ચાર બાળકોનું ભરણપોષણ પણ કરશે. આવું કહીને તેને વારંવાર મહિલા સાથે શરીર સંબંધો બાંધ્યા હતા. આ ઉપરાંત લગ્નની લાલચો આપીને તેણે એક ભાડાનું મકાન પણ અપાવ્યું હતું. જ્યાં તે વિધવા મહિલા સાથે ત્રણ મહિના સુધી રોકાયો હતો. અને એક દિવસ અચાનક જ આકાર મૂકીને જતો રહેતા વિધવા મહિલા નિરાધાર બની ગઈ હતી..
અને ફરી એક વખત પોતાના સંતાનોની સાથે સાપર ખાતે રહેવા માટે જતી રહી હતી. પરંતુ દેવશી પરમાર નામનો યુવક સાપર મહિલાની પાછળ પાછળ ગયો અને ત્યાં તેના ઘરમાં ઘૂસી જાય તેને ગાળો આપવા લાગ્યો હતો અને બળજબરીપૂર્વક તેની સાથે શરીર સંબંધો પણ બાંધ્યા હતા. આમ આયુ ઓકે એક વર્ષમાં જુદી જુદી જગ્યાએ અને જુદી જુદી લાલા ચાપીને આવી જવા મહિલાના લાગણી સાથે ખીલવાડ કર્યો હતો..
અને તેના સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. આ કિસ્સો જ્યારે સામે આવ્યો ત્યારે ચકચાર મચી ગયો હતો. આ યુવક દિન પ્રતિદિન હેરાનગતિ પહોંચાડવા લાગ્યો હતો. જેને કારણે મહિલા એક દિવસ કંટાળી ગઈ હતી અને પોલીસ ખાતામાં નિવૃત્ત જમાદાર દેવશી પરમાર સામે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી હતી.
આ વિધવા મહિલા જેને પોતાના મામા માનતી હતી તેને જ પોતાની ભાણકી ઉપર વારંવાર .દુ.ષ્ક.ર્મ. આચાર્ય હતું. અને ન કરવાના કારનામાઓ પણ કર્યા હતા. આ બનાવ જ્યારે સામે આવ્યો ત્યારે આસપાસના વિસ્તારમાં આરેરાટી મચી ગઈ હતી અને સૌ કોઈ લોકો કહી રહ્યા છે કે હકીકતમાં કોઈ પણ નજીકના સભ્યો ઉપર મન મૂકીને ભરોસો ન કરવો જોઈએ.. એ પહેલા તેની કસોટી કરવી જોઈએ જો માણસ યોગ્ય લાગે તો જ તેના પર ભરોસો કરવો જોઈએ.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]