Breaking News

‘મને એક માસુમ બાળકની આત્મા બોલાવે છે’ કહીને એન્જીન્યરે જીવનનો અંત આણી નાખ્યો, પરિવાર તેના દીકરાને જોઈને થયો બેભાન અને પછી તો…

અત્યારે મહારાષ્ટ્રના નાગપુરથી એક એવો મગજ ચકરાવે ચડાવતો બનાવો સામે આવ્યો છે કે, જેને જાણીને પરિવારના સભ્યો તો બેભાન થઈ ગયા હતા, તો તપાસ ચલાવનાર પોલીસ અધિકારીઓ પણ મંઝવણમાં મુકાઈ ગયા હતા. આ ઉપરાંત આસપાસના પડોશીઓ પણ હકા બકા રહી ગયા છે..

નાગપુરમાં 18 વર્ષનો સૌરભ એન્જિનિયરનો અભ્યાસ કરતો અને પોતાના પરિવાર સાથે રહેતો હતો. તે છેલ્લા કેટલાક દિવસથી મનોમન મુંજવાયેલો રહેતો અને કોઈ પણ સભ્ય સાથે વાતચીત કરતો નહીં. પરિવારજનોને લાગ્યું કે, તે કોઈ વાતોને લઈને ખૂબ જ ડરી ગયો છે. તે તેની આપમેળે જ સાચો થઈ જશે તેવું વિચારીને કોઈ સભ્ય તેના તરફ ધ્યાન આપ્યું નહીં.

સૌરભ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો અને તે પોતાની દરેક જવાબદારી પોતાના ખભા ઉપર લઈને ચાલતો એટલા માટે પરિવારના સભ્યોને થયું કે, તે થોડા જ દિવસોમાં સાજો થઈ જશે પરંતુ આ મૂંઝવણમાં ને મૂંઝવણને કારણે જ તેણે આમકાર કરીને જીવનનો અંત આણી નાખ્યો છે..

આ સાથે સાથે તેને આપઘાત કરતાની સાથે જ એક અંતિમ નોટ પણ છોડી છે. જ્યારે આ ઘટનાની જાણકારી પોલીસને થઈ ત્યારે તેઓ તપાસ ચલાવવા માટે સૌરભના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં તેમને આ અંતિમ નોટ મળી અને તેને વાંચીતા ની સાથે જ ત્યાં ઉભેલા સૌ કોઈ લોકોના રુવાટા એકાએક બેઠા થઈ ગયા હતા.

આ અંતિમ નોટની અંદર લખ્યું હતું કે, આજથી બે મહિના પહેલા તે જ્યારે ઘરે આવતો હતો. ત્યારે રસ્તા ઉપર એક ગમખ્વાર અકસ્માતના દ્રશ્યો સર્જાયા હતા જેમાં એક માસુમ બાળકનું મૃત્યુ થઈ ગયું હતું. બાળક અવારનવાર તેના સ્વપ્નમાં આવતું અને તેની આત્મા થઈને બોલાવે છે, તેવું લાગતું હતું.

અને આ માસુમ બાળકની આત્મા તેને બોલાવતી હોવાથી હવે તેને પણ જીવવું મૂકીને તેની પાસે જવું જોઈએ તેમ કહી તેને આપઘાત કરી લીધો છે. આ માસુમ બાળકની આત્મા અવારનવાર તેના નજર સામે રજૂ થતી હતી. જેને લઇ તે ખૂબજ મંઝવણમાં મુકાઈ જતો આ સાથે સાથે તે પોતે પણ બે વખત માર્ગ અકસ્માતનો ભોગ બનતા બનતા બચી ગયો છે..

જ્યારે આ લખાણ વાંચ્યું ત્યારે પરિવારના સભ્યો બેભાન થઈને ઢળી પડ્યા હતા. આખરે તેમના દીકરાની સાથે ખૂબ જ મોટો અણ બનાવ બન્યો હતો. કહેવાય છે કે, નાની ઉંમરમાં જો કોઈ વ્યક્તિ ભયંકર દ્રશ્યો જોઈ જાય તો તેને સમગ્ર જિંદગીભર ભુલાવી શકતા નથી. કોઈક આ પ્રકારનો જ બનાવ 18 વર્ષના સૌરભ સાથે થયો હતો..

તેણે પોતાની નજર સામે આકસ્માત જોયો હતો અને તેમાં એક માસુમ બાળકને મૃત પામતા પણ જોયો અને આ દ્રશ્યો તે હવે ભુલાવી શક્યો નહીં અને પરિણામે તેને સ્વપ્નને લીધે તેને જીવ પણ ગુમાવી દીધો છે. પોલીસ માટે પણ આ ઘટનાની તપાસ ચલાવી અને કાર્યવાહી કરવી મુશ્કેલ થઈ રહી છે કે, સૌરભે લખેલી બાબતો સત્ય છે કે નહીં.. તેની સૌપ્રથમ તપાસ થશે આ ઉપરાંત પરિવારના સભ્યોના પણ નિવેદન લેવામાં આવી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *