Breaking News

મહાદેવ મંદિરે દર્શન કરીને નદીમાં નાહવાની જીદ પકડી યુવક મિત્રોને પણ નાહવા લઈ ગયો, અચાનક જ વહેણ આવતા ડૂબી ગયો અને થયું મોત..!

આજકાલ લોકો સાથે બનતી ગંભીર ઘટનાઓને કારણે ઘણા બધા લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. જેમાં ક્યારેક લોકો સાથે કારણે ઘણી બધી આકસ્મિક ઘટનાઓ બની રહી છે. આવી આકસ્મિક ઘટનાઓ બનતા લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આજકાલ લોકો વરસાદી પાણીને કારણે નદી-તળાવો ભરાઈ ગયા છે.

જેને કારણે લોકો આ નદી તળાવના પાણીથી આકર્ષાઈને તેમાં નાહવાની ઈચ્છા ધરાવી રહ્યા છે. પરંતુ આજકાલ નાહવા જતા ઘણા બધા લોકો ડૂબી રહ્યા છે. બાળકોથી લઈને મોટા સુધી તમામ લોકોના ડૂબવાને કારણે મૃત્યુ થઇ રહ્યા છે. લોકો સાથે ઘણી બધી ગંભીર ઘટનાઓ સર્જાઈ રહી છે.

આવી જ એક ઘટના હાલમાં સુરત શહેરમાં બની હતી. સુરત શહેરના નવાગામ ડીંડોલીમાં રહેતા યુવકો સાથે આ ઘટના બની હતી. સુરતના 4 યુવકો સાથે આ ઘટના બની હતી. ડીંડોલીના નવાગામ વિસ્તારમાં આવેલી શ્રીનાથનગર સોસાયટીમાં એક પરિવાર રહેતો હતો. પરિવારમાં સોનુકુમાર શદેવસિંહ રહેતા હતા.

તેની ઉંમર 27 વર્ષની હતી. સોનુ કુમાર એક દિવસ તેના મિત્ર સાથે ગલતેશ્વર મંદિરે દર્શન કરવા માટે જવા તૈયાર થયા હતા. તેના મિત્રોનું નામ સંતોષ સુનીલસિંહ હતું. તેઓ બંને મિત્રો ગલતેશ્વર ફરવા માટે જવા તૈયાર થયા હતા. તે સમયે તેના અન્ય મિત્રો પાસે રીક્ષા હતી. જેને કારણે તે મિત્રોને પણ સાથે લઈ જવા તૈયાર કર્યો હતો.

આ મિત્રનું નામ અજાદ ગોરેલાલ સિંહ હતું. ત્રણેય મિત્રોની સાથે સોનુ કુમારના મકાન માલિકનો દીકરો રોનક સુરમાં શર્મા પણ તૈયાર થયો હતો. ચારેય મિત્રો રીક્ષા લઈને ગલતેશ્વર જવા માટે નીકળ્યા હતા. ગલતેશ્વર મંદિરે દર્શન કર્યા બાદ ત્યાં ભોજન કર્યું હતું. ભોજન કરીને બારડોલી તાલુકામાં આવેલા વાઘેચા દર્શન કરવા માટે નીકળ્યા હતા.

વાઘેચા દર્શન કરીને વાઘેચા મંદિરની પાછળ વહેતી નદીમાં નાહવા માટે સોનુએ જીદ કરી હતી. સોનુ કુમાર મંદિરની પાછળ વહેતી નદીને જોઈ હતી અને તેમને નાવાની ઈચ્છા થઈ હતી. જેને કારણે તેની સાથે રહેલા ત્રણ મિત્રોને પણ નાહવા માટે તૈયાર કર્યા હતા. જ્યારે મિત્રો નદીમાં નાહવા માટે ગયા હતા.

ચારેય મિત્રોએ કપડાં કાઢીને નદીની બહાર મૂકી દીધા હતા. તેઓ નદીમાં નાહવા પડ્યા હતા પરંતુ ત્રણ મિત્રોને તરતા આવડતું ન હોવાને કારણે તેઓ છીછરા પાણીમાં નાહી રહ્યા હતા. સોનુને તરતા આવડતું હોવાથી તે નદીના ઊંડા પાણીમાં નાહવા ગયો હતો. તે સમયે અચાનક જ વહેળ આવતા પાણીમાં તણાઈ ગયો હતો.

પાણીમાં અંદર જતો રહ્યો હતો. જેને કારણે તે ઉપર આવી શક્યો ન હતો. બાકીની સાથે રહેલા ત્રણેય મિત્રો જોઈ રહ્યા હતા પરંતુ તેઓની તરતા ન આવડતું હોવાથી તેઓ બચાવી શક્યા ન હતા. ત્રણે મિત્રોએ તરત જ આસપાસના સ્થાનિક લોકોને જાણ કર્યું હતું. સ્થાનિક લોકો આ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

કડોદરા પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણ કરાઈ હતી. ત્યારબાદ પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી સોનુ કુમારને શોધવાની તપાસ હાથ ધરી હતી પરંતુ સાનુ કુમારની લાશ મળી ન હતી. પોલીસ હજુ આ ઘટનાની તપાસ કરી રહી હતી. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *