મંદિર બનાવવા માટે કરવામાં આવતા ખોદકામ વખતે મળ્યું એવું કે જોતાની સાથે જ ગામ લોકોના ટોળે ટોળા થઈ ગયા એકઠા..!

પહેલાના સમયમાં ચોરી અને લૂંટફાટ ખૂબ જ વધારે થતી હતી. એટલા માટે જે લોકો પાસે કિંમતી ચીજ વસ્તુઓ તેઓને સુરક્ષિત કરવા માટે વડીલો તે ચીજ વસ્તુઓને જમીનમાં દાટી દેતા હતા અને ત્યારબાદ તેનો કોઈ પણ અતોપતો તેમના દીકરા કે દીકરીઓને ન મળતા તે હંમેશા હંમેશા માટે ગુમનામ થઈ જતા હતા..

અત્યારે ઉત્તર પ્રદેશથી એક એવો બનાવ સામે આવ્યો છે કે, જેમા ગામના સૌ કોઈ લોકો ખૂબ જ આશ્ચર્યચકીત થઈ ગયા છે. તો આસપાસના ગામડાના લોકોના ટોળેટોળા ત્યાં એકઠા થઈ ગયા હતા. આ બનાવો ઉત્તર પ્રદેશના કાજીપુર ગામનો છે. અહીં ગામના સૌ કોઈ લોકોએ એક મંદિર બનાવવાનું નક્કી કર્યું હતું..

આ મંદિરના પાયા ગાળવા માટે ગામના મજૂરો ખોદકામ કરતા હતા. એ સમયે એવી ચીજ વસ્તુઓ જમીનમાંથી મળી આવી હતી કે, તાત્કાલિક પોલીસ અને મહેસૂલ વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. અંદાજે ત્રણેય ખોટ જેટલું ખોદકામ કરતાંની સાથે જ અંદરથી એક માટલું મળી આવ્યું હતું.

આ માટલાને તોડતાની સાથે અંદરથી સોનાના ખૂબ જ કીમતી આભૂષણો મળી આવ્યા, જેમાં નેકલેસ, બંગડી તેમજ હાર અને સોનાના સિક્કા જેવી કિંમતી ચીજ વસ્તુઓ હતી. જ્યારે આ બનાવ બન્યો ત્યારે ગામમાં વાત પ્રસરી ગઈ હતી કે, મંદિરના ખોદકામ વખતે એક સોનાના આભૂષણ ભરેલો ઘડો મળી આવ્યો છે..

જોતજોતામાં સૌ કોઈ લોકો આ ખજાનાને જોવા માટે દૂર-દૂરથી ઉમટી પડ્યા હતા. આ આભૂષણો ખૂબ જ જુના પુરાના અને અવનવી કૃતિઓ ધરાવનારા છે. આ આભૂષણો મળતાની સાથે જ તેના આસપાસના વિસ્તારમાં પણ ખોદકામ કરીને અન્ય કોઈ ચીજો વસ્તુઓ મળે છે કે, નહીં..? તેની તપાસ ચલાવવામાં આવી હતી..

પરંતુ લાંબુ ખોદકામ કર્યા બાદ પણ અન્ય કશું મળ્યું નથી. અમુક વખત કામ કરતી વખતે લોકોના નસીબ ખુલી જતા હોય અને એવી ચીજ વસ્તુઓ મળી જાય કે, જેનાથી તેમની સમગ્ર જિંદગી પસાર કરવી ખૂબ જ સહેલી બની જતી હોય છે. આ અગાઉ પણ રાજસ્થાનમાં એક મજૂરે ખોદકામ કરતી વખતે કરોડો રૂપિયાના હીરા જમીનમાંથી શોધી કાઢ્યા હતા.

પહેલાના સમયમાં ખેતરોમાં તેમજ ઘરની નીચેના જમીનમાં પણ વડીલો જો લૂંટારાઓથી સોના ચાંદીના દાગીનાઓ અને પૈસા રૂપાવવા માટે જમીનમાં દાટી દેતા હતા કોઈને કોઈ અજાણતા રીતે ખોદકામ કરતાની સાથે જ ત્યાંથી કીમતી ચીજ વસ્તુઓ મળી આવે છે. આ બાબત સૌ કોઈ લોકોને ખૂબ જ ચોંકાવનારી લાગી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment