Breaking News

મામાના ઘરના નીચેના માળે દિવાળીની સાફ-સફાઈ ચાલતી હતી, ઉપરના માળે ભાણકી સાડી બાંધેલા હિંચકેથી રમતા રમતા જ….

નાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ, નાના બાળકો સાથે ક્યારેક કોઈ ઘટના બની જાય તે કહી શકાતું નથી. નાના બાળકોને રમવા માટે એકલા જવા દેવા જોઈએ નહીં, માતા-પિતાનું જરાપણ બાળકો પર ધ્યાન ન રહેતા તેઓ પોતાની સાથે ઘટનાઓ ઘડી રહ્યા છે. આવી જ એક નાની બાળકી સાથે ઘટના બની હતી.

આ ઘટના જોઈને સૌ કોઈ લોકોના હદય ધ્રુજી ગયા હતા. નાની બાળકી પોતાની રમત રમતમાં ગંભીર ઘટના સર્જી નાખી હતી. આ ઘટના ઉજ્જૈનમાં બની હતી. ઉજ્જૈનમાં મામાના ઘરે રહેવા આવેલી ભાણકી સાથે કરુણ ઘટના બની ગઈ હતી. મામાને ત્યાં માતા, દીકરી અને તેમનો ભાઈ રહેવા માટે આવ્યા હતા.

દીકરીનો પરિવાર રાયપુરમાં રહેતું હતું. રાયપુરના રહેવાસી નરેશ દેવાંગ તેના પરિવાર સાથે રહેતા હતા. તેમની પત્નીનું નામ કોમલ હતું, તેમની દીકરીનું નામ ઉર્વશી હતું અને તેમના દીકરાનું નામ દીપક હતું, ઉર્વશીની ઉંમર 10 વર્ષની હતી. નરેશ દેવાંગને કોઈ કામ હોવાને કારણે તે પોતાની પત્ની અને બંને બાળકોને થોડા સમય પહેલા તેમના સાળાને ત્યાં ઉજ્જૈનમાં રહેતા હતા.

નરેશ દેવાંગ તેમની પત્ની અને બંને બાળકોને સાળાના ઘરે મૂકી ગયા હતા. કોમલના ભાઈનું નામ શૈલેન્દ્ર દેવાસ હતું. શૈલેન્દ્ર ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી માયાપુરીમાં રહેતા હતા. તેમની દીકરી અને દીકરો રહેવા આવ્યા હતા. તેમના ઘરે દિવાળીનું કામ ચાલી રહ્યું હતું. દિવાળી આવતી હોયને કારણે ઘરમાં પણ કલર કામ ચાલી રહ્યું હતું.

મામાના ઘરે રહેવા આવેલી ઉર્વશી ખૂબ જ ખુશીથી રહેતી હતી. ઉર્વશીનો ભાઈ દિપક નાનો હોવાને કારણે તેની માતાએ મકાનના બીજા માળે સાડીનો હિંચકો બનાવી દીધો હતો જેના કારણે બંને ભાઈ-બહેન દરરોજ આ હિંચકા ઉપર હિચકતા હતા અને દિપક તેની બહેન સાથે રમતો હતો.

દિવાળી આવતી હોવાને કારણે ઉર્વશીની માતા અને તેમની મામી નીચે ઘર સાફ કરી રહ્યા હતા. તે સમયે બંને ભાઈ બહેનને માતાએ ઉપર રમવા જવા માટે કહ્યું હતું. તેના કારણે દીકરી ઉર્વશી તેના નાના ભાઈ દીપકને લઈને ઉપર આવી હતી અને તે સમયે દીકરી હિચકા પર જુલી રહી હતી, તેના મામા તે સમયે પોતાની ફરજ પર ગયા હતા.

મામી તેમજ તેમની માતા ઘરે નીચે સફાઈ કરી રહ્યા હતા અને બંને ભાઈ બહેન હીચકાથી રમી રહ્યા હતા. તે સમયે અચાનક માતા કોમલને બંને ભાઈ બહેનનો અવાજ ન આવતા ઉપર જોવા માટે આવી હતી અને તે સમયે જોઈને આઘાતમાં બૂમ પાડી બેઠી હતી. તરત જ દોડીને પોતાની દીકરીને સાડીના હિંચકામાંથી બહાર કાઢવ લાગી હતી.

દીકરી હીચકા હિચકી રહી હતી. તે સમયે હિંચકામાં આટા ચડી જવાને કારણે દીકરીનું માથું ફસાઈ ગયું હતું અને તે બેભાન થઈ ગઈ હતી. તરત જ તેની માતાએ મામાને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને દીકરીને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ ડોક્ટરે દીકરીને મૃત જાહેર કરી હતી.

આવી ઘટના દીકરી સાથે બની જતા તેના પિતાને તમામ ઘટનાની જાણ માતાએ કરી હતી. પિતા દિકરી પાસે પહોંચે તે પહેલા તેઓ આઘાતમાં આવી ગયા હતા તેમની માસુમ દિકરીનું મૃત્યુ થઈ ગયું હતું તેમની માતાની થોડી બેદરકારીને કારણે દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આજકાલ આવી ઘટના ખૂબ જ બની રહી છે. અને દરેક મહિલાઓએ પોતાના બાળકોને ધ્યાન રાખવું જોઈએ, દિવાળીની ખુશીઓ ચાલુ થતા દુઃખમાં ફેરવાઈ ગઈ હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *