Breaking News

મામા દેવના ઓટલા પાસે ફૂલ ઝડપે આવતા ડમ્પરે બાઈક લઈને સાઈટ પર મજૂરી કામે જતા યુવકનો જીવ લીધો..!

જેવી રીતે દિવસે ને દિવસે વાહન સાથેનો વ્યવહાર વધી રહ્યો છે તેની સાથે જ શહેર અને ગામડાઓના રસ્તાઓમાં પણ કેટલીક જગ્યાએ સુધારાઓ થયા છે પરંતુ હજુ પણ આજની તારીખે પણ અનેક એવા વિસ્તારો છે જ્યાં યોગ્ય સુધારાઓ શક્ય થયા નથી અને આ ભૂલને કારણે ઘણી વખત ખૂબ મોટું પરિણામ પણ ભોગવવું પડતું હોય છે આપને ખ્યાલ જ છે એ રીતે આપણી આસપાસ છેલ્લા કેટલાક દિવસોમાં ખૂબ જ વધારે પ્રમાણમાં અકસ્માતો થઈ રહ્યા છે.

જો વાત કરવામાં આવે તો એક સર્વે મુજબ અઠવાડિયે એકથી વધુ અકસ્માત થતાં કિસ્સાઓ સામે આવતા જ રહેતા હોય છે અને કેટલીક વખત તો અકસ્માતને કારણે નાના નાના બાળકો અને મહિલાઓના પણ જીવ જતા હોય છે અને આખેઆખો પરિવાર જ શાંત થઈ જતો હોય છે અકસ્માત થતા હોય તેની વાત સાંભળીને પણ કેટલાક ની આંખો પહોળી થઈ જતી હોય છે.

આવો જ એક ગમખ્વાર અકસ્માત ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર બન્યો હતો. જેની વિસ્તારમાં વાત કરવામાં આવે તો ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર રહેતો અમિત કેતન પરમાર જેની ઉંમર માત્ર 20 વર્ષની ગતિ અને તે પોતાનો જીવન ગુજરાન ચલાવવા માટે કડિયા કામની મજૂરી કામ કરી રહ્યો હતો આ પ્રકારના મજૂરી કામ માટે તે પોતાના આગળથી દરરોજ બાઈક લઈને થોડો દૂર પણ જવું પડતું હતું.

જેનાથી તેના પરિવારનો જીવન નિર્વાહ ખૂબ સારી રીતે ચાલી રહ્યો હતો. બસ આ જ રીતે પોતાના નિત્યક્રમ પ્રમાણે જ તે પોતાનો પ્રાઇવેટ બાઈક લઇ બાંધકામ જ્યાં તેનું કામકાજ ચાલી રહ્યું હતું મજૂરીનું ત્યાં જતો હતો બરોબર તે જ સમયે નવાબંદર રોડ પર આવેલા મામાદેવના ઓટલા પાસે સામેની સાઈડ થી ખૂબ જ સ્પીડમાં આવતા ડમ્ફર જેનો નંબર જીજે ફોર એક્સ 6041 હતો,

તેણે વાહન ચાલકને અત્યંત ઝડપને કારણે ડમ્પર પર કાબુ ન રહેતા બેફિકરાય પૂર્વક જ બાઈક સવારને એટલે કે મજૂરી કામ માટે જતા યુવકને અડફેટે લઈ લીધો હતો અને તેને ગંભીર ઈજા પહોંચી હતી અકસ્માત એટલો ગંભીર હતો અને અથડામણ ખૂબ જ જોરદાર થઈ હતી તેના કારણે બન્ને ના વાહનો નો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને યુવકનું તો ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું

આ સમગ્ર ઘટનાની જાણ મેળવી અકસ્માત સર્જીને ડમ્પરચાલક પોતાનો ડમ્પર ઘટના સ્થળે જ મૂકીને ત્યાંથી તાત્કાલિક ધોરણે ભાગી છૂટ્યો હતો આ બનાવની જાણ સી ડિવિઝન પોલીસને થતા જ પોલીસનો કાફલો જે જગ્યાએ અકસ્માત સર્જાયો હતો તે ઘટના સ્થળે તાત્કાલિક ધોરણે દોડી આવ્યો હતો અને લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સર્ટી હોસ્પિટલમાં મોકલી ભાગી ગયેલા ડમ્પર ચાલક સામે ગુનો નોંધી અને યોગ્ય પુરાવાઓ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘર પાછળના વાડામાં કામ કરતી દીકરાની વહુને જોઈને નરાધમ સસરાએ દાનત બગાડી કરી નાખ્યું એવું કે પરિવાર બદનામ થઈ ગયો, જાણો..!

દરેક વ્યક્તિમાં સારી સમજણ હોય તો ક્યારે પણ કોઈ વ્યક્તિ મોટી મુશ્કેલીઓનો ભોગ બનતો નથી, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *