મામા-ભાણીયાની બાઈકને ટ્રકે કચડી નાખતા હાથના કટકા થઈને રોડ કુદી ગયો, જોઈ ન શકાય એવું મળ્યું મોત.. વાંચો..!

અત્યારે વાહન વ્યવહારની સુખ સગવડો ખૂબ જ વધી ગઈ છે. પરંતુ આ સુખ સગવડોમાં ક્યાંક ને ક્યાંક લોકોના જીવ પણ જતા રહે છે. છેલ્લા થોડાક દિવસથી રજાના સમયમાં ઘણા બધા અકસ્માતના મામલાઓ સામે આવ્યા છે. જેમાં પરિવારના જુવાનજોધ દીકરા તો કોઈ પરિવારના મોભી તો કોઈ પરિવારના દીકરાની વહુના પણ મૃત્યુ થયાના બનાવો બની ગયા છે..

અકસ્માતના આ બનાવો કોઈ પણ પરિવાર માટે સહન કરવા મુશ્કેલ હોતા નથી. અકસ્માતની આ ઘટના મોતની અંતિમ ઘડી સુધી હંમેશા યાદ રહેતી હોય છે. અત્યારે બિહારના નાલંદામાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે. અને આ અકસ્માતની અંદર મામા ભાણીયાનું મૃત્યુ થયું છે. આ બનાવ નવાદા જિલ્લા પાસે આવેલા ધુરીહર ગામનો છે..

અહીં 20  વર્ષનો પપ્પુ પાંડે તેના મામા પરશુરામ સાથે બાઈક ઉપર બહારગામ જતો હતો. ત્યારે તેમને પાછળથી કાળભર્યો ટ્રક આવી ગયો હતો અને તેમની બાઇકને કચડી નાખતા મામા અને ભાણીયા બંનેનું મૃત્યુ થયું છે. પાછળથી આવેલો ટ્રક બેકાબુ બની ગયો હતો. તેની ગતિ આટલી બધી વધારે હતી કે, તેના પર કોઈ પણ વ્યક્તિનો નિયંત્રણ શક્ય બન્યું નહીં.

અને રસ્તા પર જતા ઘણા બધા લોકોને અડફેટે લીધા હતા. જેમાં પપ્પુ પાંડે અને તેના મામા પરશુરામ બંનેની બાઇકને અડફેટે લઈ અંદાજે 20 મીટર જેટલી ઘસડી નાખી હતી. જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે આસપાસ ઉભેલા તમામ લોકો પોતાની આંખો મીચી ગયા હતા. કારણ કે, આખો હાઇવે લોહી લોહાણ થઈ ગયો હતો..

અને ૨૦ વર્ષના પપ્પુ પાંડેનો એક હાથ આ અથડામણની અંદર કપાઈ ગયો અને તે ઉછળીને રોડની બીજી બાજુ જઈને નીચે પડ્યો હતો. આ તૂટેલો હાથ જોઈને રસ્તા પર પસાર થતાં અન્ય લોકોએ પોતાના વાહનો થોભાવી દીધા હતા. જ્યારે કેટલાક લોકો ચીચીયારી નાખવા લાગ્યા હતા. તાત્કાલિક ધોરણે ઘટનાની જાણકારી પોલીસને આપવામાં આવી હતી..

અને 108 ની ટીમોને પણ સારવાર માટે બોલાવી લેવામાં આવી હતી. જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે ટ્રકને ઘટના સ્થળ પર મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો. આ અકસ્માતમાં મામા અને ભાણીયા બંને વ્યક્તિના ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયા હતા. હાલ પોલીસે બંનેની લાશને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં મોકલી આપી છે. આ ઉપરાંત તેમના પરિવારજનોને પણ જાણકારી પહોંચાડવામાં આવી હતી.

આ માઠા સમાચાર જ્યારે તેમના પરિવારજનોને મળ્યા ત્યારે તેઓના પણ હોશ ઉડી ગયા હતા. પરિવારમાં રોકકળ મચી ગઈ અને મોતનો માતમ પણ છવાઈ ગયો હતો. વારંવાર આવા અકસ્માતો સર્જાય છે. જેમાં ઘણા બધા આશાસ્પદ વ્યક્તિઓના મૃત્યુ થાય છે. વાહનના નિયમોને દરેક વાહન ચાલકોએ સમજવા જોઈએ કારણકે હાઇવે ઉપર થતી સહેજ અમથી ચૂક પણ કોઈ વ્યક્તિનો જીવ લઈ લેતી હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment