Breaking News

મકાન માલિકે ભાડુઆતના માત્ર 2 વર્ષના દીકરાને વિદેશી દારુ પીવડાવી દેતા થઈ ગયો બેભાન, કાળજું ધ્રુજાવતો બનાવ આવ્યો સામે..!

રોજ રોજ એવા બનાવો સામે આવવા લાગ્યા છે. જે સાંભળતા જ એકાએક આંચકો લાગી જાય અને મગજ પણ કામ કરતું બંધ થઈ જાય. રાજકોટ શહેરમાંથી આવો જ એક ચમકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના મીરા ઉદ્યોગ નગરમાં યાસીન સૈયદ નામનો વ્યક્તિ પોતાના પરિવારજનો સાથે ભાડાના મકાનમાં રહે છે.

યાસીન સૈયદે વનરાજભાઈ નામના વ્યક્તિ પાસેથી મકાન ભાડે લીધો હતું. તેઓ જે જગ્યા પર ભારે રહેતા હતા ત્યાં આસપાસ લાઈનમાં કુલ આઠ મકાન હતા. તેમજ યાસીનભાઈના મકાનની આગળના ભાગે પણ એક રૂમ હતી. આ રૂમ મકાન માલિક પોતાના કબજા પર રાખતો હતો. તેમજ ત્યાં અવારનવાર વિદેશી દારૂ પીવા માટે પહોંચી જતો હતો..

એક દિવસ મકાન માલિક યાસીનભાઈના ઘરે આવ્યો અને જણાવ્યું કે મારે જમવાની ઈચ્છા થઈ છે. એટલા માટે યાસીનભાઈએ મકાન માલિક તેમજ માનવતાના ખાતર તેમને જમવાનું બનાવે તેવા માટે તેમની પત્ની સાથે રસોડામાં રાંધવાની કામગીરી શરૂ કરી હતી. યાસીનભાઈનો બે વર્ષનો દીકરો રમતા રમતા મકાન માલિકની આ રૂમમાં જતો રહ્યો હતો….

જ્યારે યાસીનભાઈ તેના દીકરાને શોધવા માટે નીકળ્યા અને જોયું તો મકાન માલિકના રૂમમાં તેમનો દીકરો બેઠો હતો. તેમજ મકાનમાલિક વનરાજભાઈ યાસીનભાઈના માત્ર બે વર્ષના દીકરાને વિદેશી દારૂ પીવડાવવા લાગ્યા હતા. આ દ્રશ્ય જોતા જ યાસીનભાઈના ડોળા એકાએક ફાટી નીકળ્યા હતા..

તેઓએ તાત્કાલિક વનરાજભાઈને ઠપકો આપ્યો કે, તમે શા માટે આવું કામ કરી રહ્યા છો..? કારણ કે આ બાળક માત્ર બે વર્ષનો છે. તેઓ મકાનમાલિક સાથે વાતચીત કરી રહ્યા હતા. એવામાં તો દસ-પંદર મિનિટની અંદર તેમનો દીકરો બેભાન થઈ ગયો હતો. એટલા માટે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો..

મકાન માલિકે કહ્યું કે, મેં તમારા બાળકને કોઈ પણ દારૂ પીવડાવ્યો નથી. પરંતુ યાસીન ભાઈનું કહેવું છે કે, તેઓએ મારા દીકરાને દારૂ પીવડાવી દીધો છે. જેના કારણે તે 10 થી 15 મિનિટમાં બેભાન થઈ ગયો છે. મકાન માલિક આખો દિવસ વિદેશી દારૂ પીવા માટે આ મકાનમાં આવી પહોંચે છે. આ ઉપરાંત તે ઘણી બધી વાર અમને ખાવાનું બનાવવાનું પણ કહેતા હોય છે..

આ વખતે તેઓએ નોનવેજ ખાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ મકાન માલિક ખોડીયારપરા વિસ્તારમાં રહે છે. અને વારંવાર દારૂ પીવા માટે તેઓ આ અલગ રાખેલા રૂમમાં આવી પહોંચે છે. મકાનમાલિકની આ કાળી કરતુંતોની પોલ સામે આવ્યા બાદ અન્ય વિસ્તારોમાં રહેતા રહીશો પણ ખૂબ જ ચોંકી ઉઠ્યા છે..

અને પોતાના મકાન માલિકોથી ચેતીને રહેવા લાગ્યા છે. કારણ કે આજના સમયમાં કયો વ્યક્તિ શું ઘટના ઘટી જાય તેનું નક્કી હોતું નથી. આ ઘટના સામે આવ્યા બાદ યાસીનભાઈએ પોલીસ મથકે પહોંચી તેના મકાન માલિક સામે ફરિયાદ નોંધાવી છે. હાલ આ બાળક સિવિલ હોસ્પિટલ ની અંદર આવેલી કેટલી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું છે..

યાસીનભાઈએ ફરિયાદ કરતા જણાવ્યું છે કે, આવી હરકતો અન્ય કોઈ વ્યક્તિ અન્ય કોઈ બાળક સાથે ન કરે એટલા માટે તેઓ આ મકાનમાલિક સામે કાયદાકીય પગલાં ભરવા જઈ રહ્યા છે. મકાનમાલિકને એવું તો શું સુજ્યું હશે કે તેણે આવી હરકતો કરવાની જરૂર પડી..? તેમજ મકાનમાલિક નશામાં ધુત હતો કે પછી જાતે કરીને આ હરકતો કરતો હતો આ બાબતે તપાસ ચાલી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘરડા પિતાના મોત બાદ સગાભાઈઓ સંપતિના ભાગ પાડવાની બાબતે છુટા હાથની મારામારી ઉપર ઉતરી આવતા જ થયું એવું કે પરિવારની જિંદગી બગડી ગઈ..!

સંપત્તિ માટે પરિવારના સભ્યો અંદર જ આટલો મોટો ઝઘડો કરી બેસે છે કે, જ્યારે આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *