Breaking News

મકાન ભાડે આપતા પહેલા સો વાર વિચાર કરજો નહીતો કાપવી પડશે સજા, 2 લોકો મકાન ભાડે રાખીને કરતા હતા એવું કે જાણીને પોલીસના પણ હોશ ઉડી ગયા..!

ઘણા ખરા લોકો થોડા ઘણા વધારે પૈસા મળતાની સાથે જ ગમે એવા લોકોને પોતાનું મકાન કે દુકાન ભાડે આપી દેતા હોય છે. કોઈપણ વ્યક્તિની પરખ કર્યા વગર તેને પોતાની મિલકત ભાડે આપવી એ હવે સજાને પાત્ર બની શકે છે. કારણ કે ભાડુઆત કોણ છે..? અને તે શું ધંધો કરે છે..? તે જાણ્યા વગર કોઈપણ વ્યક્તિને પોતાનું મકાન ભાડે આપવું ન જોઈએ..

તેનો જીવતો જાગતો એક દાખલો વલસાડના વાપી માંથી સામે આવ્યો છે. જ્યાં વાપીના મેન બજાર ઉપર ચટાઈ વેચવાવાળા બે યુવકોએ એક દુકાન ભાડે રાખી હતી. તેઓએ થોડા દિવસો પહેલા જોયું કે આ દુકાનના શટર ઉપર દુકાન વેચવાની છે. તેવું બોર્ડ લગાવેલું છે. એટલે તેઓને અંદાજ આવી ગયો કે, આ દુકાનના માલિકને નક્કી કોઈ ભાડુઆતની જરૂર છે.

એટલા માટે તેઓએ તાત્કાલિક ત્યાં દુકાન ભાડે રાખી લીધી હતી. અને આખો દિવસ તેઓ બહાર ફેરીયા તરીકે ચટાઈ વેચીને રાત્રે તેઓ આ દુકાનમાં આવીને અંદર સુઈ જતા હતા. આ દુકાનના પાછળના ભાગે પુષ્પમ જ્વેલર્સ નામની એક દુકાન આવેલી છે. ચોર લૂંટારાઓને આ દુકાન ઉપર કેટલા સમયથી નજર હતી.

જેને લઈને તેઓએ આ દુકાનની એક્ઝેટ પાછળના ભાગે જ દુકાન ભાડે લીધી હતી. તેઓ રોજની જેમ રાત્રે દુકાન બંધ કરીને અંદર સૂઈ જતા હતા. જ્યારે પુષ્પમ જ્વેલર્સ ના માલિક પિયુષ જૈન રાત્રે દુકાન બંધ કરીને ઘરે જતા રહેતા હતા. પરંતુ એક દિવસ તેઓએ જ્યારે સવારે પોતાની જ્વેલર્સની દુકાન ખોલી ત્યારે તેઓના હોશ ઉડી ગયા હતા..

કારણ કે તેઓએ જોયું કે, શોરૂમના દરેક સોના ચાંદીના દાગીના ત્યાંથી ગાયબ હતા અને તિજોરી પાસે ગેસ કટર પણ મળી આવ્યું હતું. તેમજ તિજોરી પણ કપાયેલી હાલતમાં મળી આવી અને તેમની દુકાનમાં એક બાકોરો જોવા મળ્યું હતું. આ જોતાની સાથે તેઓ સમજી ગયા કે પાછળની દુકાનમાં રહેલા બે યુવકોએ તેમની દુકાનમાં ચોરી કરી લીધી છે..

અને કુલ 1 કરોડ કરતાં વધારે રૂપિયાના દાગીનાની ચોરી કરી લીધી છે. આ બંને યુવકો ખૂબ જ ભેજા બાજ જતા તેઓ પોતાની ચટાઈના ગુંચળાની અંદર ગેસ કટર અને સિલિન્ડર લઈ આવતા હતા. અને રાત્રે દુકાન બંધ કરીને ચોરી કરવાના કામે લાગી જતા હતા. આ ઉપરાંત તેઓ જે દુકાનમાં રહેતા હતા ત્યાંની ગેલેરીમાં લાગેલા સીસીટીવી કેમેરાને પણ થોડા દિવસ પહેલા તેઓ વાયર કાપીને બંધ કરી દીધા હતા..

આ ઉપરાંત તેઓએ રાત્રિના સમયે શોરૂમ બંધ થતાં જ શો રૂમમાં બાકોરવું પાડવાની શરૂઆત કરી દીધી હતી. બાકોરૂ પાડ્યા બાદ તેઓ શોરૂમમાં ઘૂસી ગયા અને ગેસ કટરની મદદથી તિજોરી કાપવા લાગ્યા હતા. પરંતુ તિજોરીનો લોક ન તુટતા શોરૂમમાં રહેલા અન્ય કીમતી દાગીનાઓ કે જેમાં ૧૬ કિલો ચાંદી 1500 ગ્રામ સોનુ અને દોઢ લાખ રૂપિયાના ડાયમંડની સાથે કુલ 1 કરોડ કરતાં પણ વધારે રૂપિયા નો મુદ્દા માલ ચોરી લીધો હતો..

અને ત્યારબાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા છે. જવેલર્સના માલિક પિયુષભાઈ જૈનની દુકાનમાં ચોરી થતા જ તેઓ ખૂબ જ ઊંડા આઘાતમાં મુકાઈ ગયા છે. કારણ કે તેઓએ સમગ્ર જીવન પર કમાયેલી તમામ જમાપુંજી માત્ર એક ચોરીમાં જ ગુમાવી દીધી છે. આ ચોર તસ્કરો એટલા બધા ભેજા બાજ હતા કે તેઓએ જવેલર્સમાં લાગેલા કેમેરાને પણ કાપી નાખ્યા હતા..

જેથી કરીને પોલીસને પણ તેમની એક પણ તસવીર મળી આવી નથી. હવે ચર્ચામાં એ વાત આવી રહી છે કે, આ ચોર લૂંટારાઓને પોલીસ કેવી રીતે પકડશે..? અને કેવી રીતે આગળની તપાસ હાથ ધરશે. તેના પર સૌ કોઈ લોકોની નજર છે. આ બંને યુવકોને મકાનના માલિકે 20,000 રૂપિયા ડિપોઝિટ મેળવીને દુકાન ભાડે આપી દીધી હતી. તેમજ ભાડું ₹6,000 રાખવામાં આવ્યું હતું..

અને એ ભાડું પણ તેઓ સમયસર આપી દેતા હોવાથી દુકાનનો માલિક ખૂબ જ ખુશ હતો. પરંતુ તેઓને શું ખબર કે તેમની દુકાનમાં ચટાઈનો વેપાર કરવા આવેલા અજાણ્યા યુવકો કરોડો રૂપિયાની ચોરી કરીને જતા રહેશે. આ દુકાનની બાજુમાં એક ફોટો સ્ટુડિયો આવેલો છે. આ ફોટો સ્ટુડિયોના માલિકને પૂછપરછ કરતાં જણાવ્યું છે કે, તેઓ ની બાજુમાં કોણ યુવક દુકાન લઈને બેઠા હતા…અને તેઓ શું કામકાજ કરી રહ્યા હતા તેની કોઈ પણ જાણ મળી નથી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે ચા બનાવતી મહિલા સાથે બની એવી ઘટના કે શરીર ચૂંથાઈને કચ્ચરઘાણ બોલી ગયું, આવી ઘટના ક્યારેય નહી જોઈ હોઈ..!

ઘરની મહિલાઓ સવાર પડતાની સાથે જ વહેલા ઊઠીને ઘરનું કામકાજ કરવામાં લાગી પડતી હોય છે, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *