જ્યારે કોઈ પણ વ્યક્તિને પોતાનું મકાન ભાડે આપવાનું હોય છે. ત્યારે તે સૌપ્રથમ સગા સંબંધીઓને આ બાબતની જાણ કરતા હોય છે. કારણ કે જો તેમના મકાનમાં કોઈ સગા સંબંધી તેમજ ઓળખાણવાળા વ્યક્તિ રહેવા માટે આવે તો માણસ વિશ્વાસ હોવાને કારણે તેઓને ક્યારેય મુશ્કેલી અને અગવડતા પડતી નથી..
પરંતુ જો તેઓ ગમે તેવા લોકોને મકાન ભાડે આપી દેતા હોય તો તેઓને પોલીસમાં સામનો કરવાનો પણ વારો આવી શકે તેમ છે. કારણ કે હાલ એક માં-દિકરાની મીલીભગત સામે આવી છે. સગા મા અને દીકરો જુદા જુદા વિસ્તારમાં મકાન ભાડે રાખીને એવા ધંધાઓ કરતા હતા કે જાણીને તાત્કાલિક ધોરણે પોલીસ દોડતી થઈ હતી.
હાલ આ મામલો અમદાવાદના વાસણા વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યાં ભૂલેશ્વર પાર્ક સોસાયટીમાં એક મકાન માલિકે તેમનું મકાનનો નીચેનો માળ એક સગા મા-દીકરાને ભાડે આપ્યો હતો. તેઓએ વિચાર્યું કે માતા વિધવા છે. જ્યારે તેનો દીકરો પિતા વગરનો નિરાધાર બન્યો છે. એટલા માટે તેઓએ આ માં-દીકરાને મકાન ભાડે આપ્યું હતું..
પરંતુ તેઓને કશી જાણ હતી નહીં કે, આ માં-દીકરો ખૂબ જ વિલન છે. અને ભલભલા લોકોને ફસાવી ચૂક્યા છે. હકીકતમાં પોલીસને બાતમી મળી હતી કે, ભૂલેશ્વર પાર્ક સોસાયટીના એક મકાનની અંદર સગો માં અને દીકરો દારૂનો ગોરો ધંધો કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે આ મકાનને શોધી કાઢ્યું હતું. અને ઘર ઉપર છાપો મારી દીધો હતો.
પરંતુ ઘરના નીચેના માળે કોઈ પણ વ્યક્તિ હાજર હતું નહીં. એટલા માટે પોલીસ તાળું તોડીને આ ઘરની અંદર ઘૂસી ગઈ હતી. અને જોયું તો મકાનની અંદરથી દારૂની કુલ ૮૦ બોટલો તેમજ 151 બોટલ ખાલી મળી આવી હતી. આ સાથે જ બોટલના કુલ 86 ઢાંકણા પણ મળી આવ્યા અને 135 સ્ટીકર પણ મળી આવ્યા હતા..
આ સાથે સાથે જુદી જુદી કંપનીઓના 53 ખોખા પણ મળી આવતા પોલીસની બાતમી સત્યમાં પરિવર્તન પામી હતી. અને પોલીસને જાણ થઈ ગઈ કે નક્કી આ મા અને દીકરો બંને દારૂના ગોરખ ધંધા સાથે જોડાયેલા છે. અને આ બાબતની જાણ થતા તેઓ ફરાર થઈ ગયા છે. હકીકતમાં મા અને દીકરો બન્ને હલકી ગુણવત્તા વાળો નકલી દારૂ ક્યાંકથી લઇ આવતા હતા અને વિદેશી કંપનીની બોટલોની અંદર પેકિંગ કરીને લેબલ લગાવ્યા બાદ તેને મોંઘા ભાવે વેચાણ કરવાનું કાર્ય કરી રહ્યા હતા..
પોલીસે છાપો મારીને તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને આ મુદ્દામાલને નાશ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. આ માં દીકરાનું નામ શિલ્પા બહેન તેમજ તેનો દીકરો કેયુર છે. શિલ્પા બહેન અને કેયુર બંને ઘર પર હાજર ન હોવાથી તેમને શોધખોળ કરવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે. તેમજ ઘરની અંદરથી તમામ દારૂ બહાર કાઢીને તેને નાશ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે..
પોલીસે મકાનમાલિકને જણાવ્યું કે, તેઓએ ભાડુઆત શું કરે છે, તમામ બાબતોનું ધ્યાન રાખવી જોઈએ. આ ઉપરાંત કોઈપણ વ્યક્તિને મકાન જાણ્યા પૂછ્યા વગર ભાડે આપી દેવું જોઈએ નહીં. કારણ કે વ્યક્તિ કેવા કામ કરીને તેમના મકાનમાં રહેવા આવ્યો છે. આ તમામ બાબતોની જાણ તેઓએ લઈ લેવી જોઈએ..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]