Breaking News

મજુરીકામ કરીને ઘરે આવેલા યુવકને હાથ પગ ધોવા નળને અડકતી વખતે જ લાગ્યો કરંટ, શરીર ઉલાળીને ઘા થઈ જતા થયું મોત..!

ચોમાસામાં ખુબ જ ધ્યાન રાખવું પડતું હોઈ છે. પાણી વાયર જેવી વસ્તુઓ પર પડે કે તરત જ કરંટ એક જગ્યાએ થી બીજી જગ્યાએ પસાર થવા લાગે છે. આ ચોમાસાની સીઝનમાં ખુબ જ વધારે પ્રમાણમાં અપબનાવો બની ગયા છે. જેમાં 100 કરતા વધારે પશુ પુર અને કરંટને કારણે તેમજ 25 કરતા વધુ વ્યક્તિઓ વીજળી પડવાને કારણે મોત પામ્યા છે.

હાલ શોક લાગવાને કારણે મોત પામવાનો વધુ એક બનાવ કૈસરગંજ કોતવાલીના કાદસર બેતૌરા ગામના મજરા છોટીપુરવામાંથી સામે આવી ગયો છે. જ્યાં મજુરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવનાર વ્યક્તિના પરિવારજનોને ભારે દુખ સહન કરવાનો વારો આવ્યો છે.  આ મજૂર સવારે કામ પર ગયો હતો.

સાંજે ઘરે પાછા આવીને રોજની જેમ તેણે હાથ-પગ ધોવાનું શરૂ કર્યું પરતું પાણી લેવા માટે નળને અડકતાં જ આ વ્યક્તિને જોરદાર વીજ કરંટ લાગ્યો અને વીજકરંટના લીધે તેનું શરીર ઉછળીને ફેંકાઈ ગયું હતું. જોતજોતામાં જ આ કામદારનું મોત થયું હતું. આ વ્યક્તિનું નામ અખિલેશ સાહુ છે જેની ઉંમર માત્ર 20 વર્ષની છે..

અખિલેશ કૈસર ગામમાં મજુરીકામ માટે ગયો હતો. પરતું ત્યાં કામ કર્યા બાદ સાંજે ઘરે આવતા પહેલા તે હાથ-પગ ધોવા માટે નળ પાસે ગયો હતો. નળમાં મોટર હતી અને પાવર સપ્લાય પણ ચાલુ હતો. નળ ચાલુ કરતી વખતે તેને વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગવાથી કામદાર જમીન પર પડી ગયો હતો.

કામદારને પરિવારના સભ્યો સારવાર માટે સીએચસી કૈસરગંજમાં લાવ્યા હતા. અહીં ડોક્ટરે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. યુવકના મોત બાદ ગામના ઘરમાં ચકચાર મચી ગઈ હતી. ગામમાં શોકનો માહોલ છે અને ઘરવાળાઓ રડી રહ્યા છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. બનાવને લઈને ગામમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *