રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી અકસ્માતના બનાવોએ માજા મૂકી છે. રોજ પાંચ થી સાત અકસ્માતના બનાવો બનવા લાગ્યા છે. જેમાં ઓછામાં ઓછા પાંચ વ્યક્તિઓના મૃત્યુ પણ થયા છે. સાવ નજીવા અકસ્માતમાં પણ સામાન્ય વ્યક્તિઓના જીવ જવા લાગ્યા છે. ગઈકાલે ગાંધીનગરના ઇન્દ્રોડા વિસ્તાર ખાતે સામાન્ય અકસ્માત બન્યો હતો..
જેમાં માત્ર ગાડી આડી પડવાના કારણે એક પતિ પત્નીને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ગાંધીનગર ઇન્દ્રોડા ગામમાં ભીખાજી મકવાણા રહે છે. તે પોતે ઇન્ફોસિટીમાં પટાવાળા તરીકે કામગીરી કરે છે. તેમના કુટુંબી ભાઈ રાજુભાઈ મકવાણા તેમજ તેમની પત્ની સવિતાબેન મકવાણા થોડા દિવસ પહેલા ઇન્દ્રોડા ગામમાં મજૂરી કરવા માટે આવ્યા હતા. તેઓ ભીખાજીની સાથે રહેતા હતા..
અને તેમની સાથે મજૂરી કામે જતા હતા. રાજુભાઈ મકવાણાને પરિવારમાં બે દીકરાઓની સાથે સાથે ત્રણ દીકરીઓ પણ સમાવેશ થાય છે. તેની દીકરી મોટી હોવાથી તેમના લગ્ન થઈ ગયા છે. જ્યારે તેમના બે દીકરા ના લગ્ન હજુ બાકી છે. સાંજના સમયે રાજુભાઈ તેમજ તેમની પત્ની સવિતાબેન ભીખાજીની ગાડી પર બેસીને પોતાના ઘરે પરત આવી રહ્યા હતા..
ત્યારે તેઓ જ્યારે સેક્ટર 8ના પ્રકૃતિ ઉદ્યાન પાસે પહોંચ્યા ત્યારે પાછળથી એક કારચાલકે પૂરઝડપે આવીને આ બાઈકને ટક્કર મારી દીધી હતી. બાઈક પર ત્રણ વ્યક્તિઓ સવાર હોવાને કારણે ભિખાજીએ સંતુલન ગુમાવી દીધું હતું. અને બાઈક ડિવાઈડર પાસે ઢળી પડી હતી. પાછળથી પૂરઝડપે આવતી કાલે આટલી બધી બેકાબુ થઇ ગઈ હતી કે તેણે બાઇકચાલકને ટક્કર મારીને બાઈક માં સવાર અન્ય બે લોકોને કચડી નાખ્યા હતા.
ભીખાજી ગાડી ચલાવી રહ્યા ત્યારે રાજુભાઈ તેમજ સવિતાબેન તેમની પાછળ બેઠા હતા. આ બંને વ્યક્તિઓ નજીકની રેલીગ સાથે અથડાયા હતા. જ્યારે ભીખાજી રોડ ઉપર પડી ગયા હતા. અકસ્માતને પગલે રસ્તા પર ચાલતા રાહદારીઓ તેમજ અન્ય વાહનચાલકો પણ ઊભા રહીને તેમની મદદ આવી પહોંચ્યા હતા.
જોત જોતામાં તો લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું. અને કોઈ સજ્જન માણસે 108ને ફોન કરીને ઘટનાસ્થળે બોલાવી લીધી હતી. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવતા હતા. રાજુભાઈ તેમજ સવીતાબેનને માથાના ભાગે ઇજા થતા તેઓને જીવ ગુમાવી દીધો હતો.
જ્યારે ભીખાજીને શરીર ખૂબ જ ગંભીર ઈજા પહોંચવાને કારણે તેમને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ બાબતને લઇને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. કારચાલક સામે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે રાજુભાઈ અને સવિતાબેનના દિકરા, દિકરીઓને ખબર પડી કે તેમના માતા પિતાનું અકસ્માતમાં મૃત્યુ થયું છે..
ત્યારે તેઓ ખૂબ જ ભાંગી પડ્યા હતા. અને સમગ્ર પરિવાર જ તેની અંતિમ વિદાય વેળાએ સૌ કોઈ હિબકે ચડ્યા હતા. પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજૂરી કામ કરવા ગાંધીનગર ઇન્દ્રોડા ગામે આવ્યા હતા. પરંતુ આ કાળમુખો અકસ્માત બંનેને ભરખી ગયો છે. ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ આપે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]