Breaking News

ખેતરમાં મજુરની ઓરડીની પાછળથી મળ્યું એવું કે જોતા જ ખેડૂત માથે હાથ દઈને નીચે બેસી ગયા, હચમચાવતો બનાવ આવ્યો સામે..!

અમુક વખત કોઈ કારણસર જે તે વ્યક્તિ મોટી મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. કોઈ પણ વાત વિવાદમાં આવ્યા વગર તેમની સાથે એવી ઘટના જોડાઈ જતી હોય કે, જેને લઈ તેમને ભારે મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે. હાલ આવું જ કંઈક સામનો એક ખેતરના માલિકને કરવો પડી રહ્યો છે.

આ મામલો ઉત્તર પ્રદેશના શાહજહાપુરના ગુરગવા ગામનો છે. આ ગામમાં રહેતો રામ સુમરીન નામનો એક વ્યક્તિ છેલ્લા 24 કલાકથી પોતાના ઘરેથી ગાયબ હતો. તે નિગોહિલ વિસ્તારમાં આવેલી એક ગાડીની એજન્સીમાં કામકાજ કરતો હતો. તે અચાનક જ ગાયબ થઈ જવાને કારણે તેના માતા પિતાને ખૂબ જ ચિંતા થવા લાગી હતી.

તેઓ પોતાના સ્નેહીજનોને સાથે લઈને રામસુમરીની ભાળ મેળવવા માટે આમથી આમ દોડાદોડી કરી રહ્યા હતા. રાત પડી ગઈ છતાં પણ તેનો કોઈ અતો પતો ન મળતા અંતે તેઓએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. બીજા દિવસે સવાર થઈ ગઈ છતાં પણ તેની કોઈ પણ ભાળ મળી નહીં, બિચારા માતા પિતા પોતાના દીકરાના ન મળવાને કારણે ખૂબ જ દુઃખી હતા..

માતાના તો રડી રડીને બેહાલ થઈ ગયા હતા, આ ગામમાં રહેતો એક ખેડૂત રોજની જેમ પોતાના ખેતરે જતો હતો. તે ખેતરે ગયો અને પોતાની ઓરડી પાસેથી ચાલતો હતો. એવામાં તેની નજર ઓરડીની પાછળના ભાગે પડી હતી. તેણે તાત્કાલિક પોતાની વાડીમાં કામ કરતા મજૂરને ત્યાં બોલાવ્યો હતો..

અને જોવાની કોશિશ કરી તો ત્યાં એક વ્યક્તિની લાશ મળી આવી હતી. અને આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ તેમના જ ગામમાં રહેતો રામ સુમરીનો હતો. ઓરડી પાછળથી આ ચોંકાવનારી ચીજ વસ્તુ મળતા એકાએક હડકંપ મચી જવા પામ્યો હતો. તેને તાત્કાલિક રામસૂમરીના માતા-પિતાને પોતાના ખેતરે બોલાવ્યા હતા..

તો જ્યારે પોલીસને જાણ થઈ કે, રામ સુમરીની મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. અને તે તેના જ ગામના એક ખેડૂતના ખેતરમાંથી મળી આવ્યો છે. ત્યારે પોલીસની ટીમ પણ આ ખેતર આવી પહોંચી હતી. અને જરૂરી પૂછતાછ પણ હાથ ધરી હતી. બિચારા ખેતર માલિકનો શું વાંક કે, તેને પોલીસની આ પૂછતાછનો ભોગ બનવું પડી રહ્યો છે..

કોઈ અજાણ્ય વ્યક્તિ રામ સુમરીનને મોતને ઘાટ ઉતારીને અહીં મૂકીને ભાગી ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ તેને કયા કારણોસર મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. તેની હજુ પણ કોઈ માહિતી મળી નથી. પોલીસનું કહેવું છે કે, આગળના 24 કલાક પહેલા બાજુના ગામમાંથી એક યુવતીની લાશ પણ મળી આવી છે..

અને તે પણ કંઈક આવી જ હાલતમાં દેખાઈ રહી હતી. આ બંને લાશઓનું કોઈ કનેક્શન હોવાની માહિતી પોલીસને મળી છે. હાલ આ બાબતને લઈને તપાસ ચલાવવામાં આવી રહી છે. જ્યારે ખેતર માલિક અને ખેતરમાં કામ કરનાર મજૂર ઓરડીની પાછળના ભાગે ગયા અને આ દ્રશ્ય જોયું ત્યારે ખેતર માલિક તો માથે હાથ દઈને નીચે બેસી ગયો હતો..

અને રડવા લાગ્યો હતો, તે વિચારવા લાગ્યો કે આખરે તેના જ ખેતરમાં આવું શા માટે થઈ રહ્યું છે. કારણ કે આ અગાઉ પણ તેના ખેતરમાંથી જ એક વ્યક્તિની લાશ મળી આવી હતી. એ વખતે પણ તેને ભારે સવાલ જવાબનો સામનો કરવો પડી રહ્યો હતો. એ વખતે મોતને ઘાટ ઉતારનાર વ્યક્તિની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી..

પરંતુ આ વખતે તપાસ કેટલી લાંબી ચાલશે અને આ વ્યક્તિને કોણે મોતને ઘાટ ઉતારીને અહીં ફેંકીને ચાલ્યા ગયા છે. આ તમામ બાબતોને લઈને જરૂરી પૂછતાછ ચાલી રહી છે. આ ઘટનાને લઈને આસપાસના ગામડાના લોકો પણ અહીના દ્રશ્યો જોવા માટે આવી પહોચ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રોજની માથાકૂટોથી કંટાળી ગયેલી 4 બાળકોની માતાએ ફિનાઈલના ટીકડા પીઈને આપઘાત કરી લેતા રોક્કળ મચી ગઈ, પરિવાર દોડતો થઈ ગયો..!

આજકાલ આપઘાતના બનાવવામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. લોકો પોતાના અંગત કારણો અને જીવનમા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *