તમે સાંભળ્યું હશે કે દાગીના ચમકાવી આપવાની વાતો કરીને સોનાના દાગીના ને કેમિકલ મા ઓગળાવીને સોનાની લૂંટ કરતા ટોળકીઓ ફરી રહી છે. થોડા વર્ષો પહેલા પોલીસે આવી ત્રણથી ચાર ટોળકીઓ ને પકડી પાડી હતી. ત્યારબાદ આ પ્રકારના કિસ્સાઓ બનતા બંધ થઈ ગયા હતા…
પરંતુ થોડા દિવસ પહેલા સુરતના દિલ્હીગેટ વિસ્તારમાંથી પોલીસે વધુ એક સક્રિય ટોળકીને પકડી પાડી હતી. અને હવે વધુ એક યુવક આ પ્રકારના કાર્યક્રમો સાથે જોડાયેલો હતો જેને પોલીસે પકડી પાડયો છે. મહેસાણાના વડનગરમાં ઇટવાડા ગામમાં રહેતી શારદાબેન ભરતભાઈ વડેરા નામની મહિલાને સાથે સોની પીન્ટુ ગીરીશભાઈ નામના યુવકે સોનાના દાગીનાની ઠગાઈ કરી લીધી છે..
મહિલા પોતે રાજસ્થાની છે. અને તે ઈટવાડા ગામમાં મજૂરી કામ કરે છે. એક દિવસ સવારમાં અમદાવાદનો સોની પીન્ટુભાઇ ગીરીશભાઈ તેના ગામ આવ્યો હતો અને આ મહિલાને જણાવ્યું હતું કે અમે તમારા સોના-ચાંદીના તમામ દાગીનાઓ ને ધોઈને ચમકાવી દેશું મોટાભાગે ચાંદીના ઘરેણા થોડા સમય બાદ કાળા પડી જતા હોય છે..
એટલા માટે મહિલાને તેનો ચળકાટ જોવું ખૂબ જ ગમે છે. આ મહિલાને સોની પીન્ટુ ગીરીશભાઈએ પોતાની જાળમાં ફસાવી લીધી હતી. અને વિશ્વાસમાં લીધા બાદ આ મહિલાએ 400 ગ્રામ વજન ના કડલા આ સોનીને ધોવા માટે આપ્યા હતા. આ સોની જુના વાડજ પાસે રહેતો હતો. તેની પાસે જુદા જુદા ઘણા બધા પદાર્થ હતાં જેના વડે તે સોનાના તેમજ ચાંદીના દાગીના ને સાફ-સફાઈ કરીને ચમકાવી દેતો હતો..
તેણે આ મહિલા પાસેથી દાગીના લીધા બાદ તેના પર કેમિકલ લગાવ્યું હતું. અને ત્યારબાદ કોઈ પદાર્થ વડે તેને સાફ કરી રહ્યો હતો. જોતામાં તો સોના ચાંદીના દાગીના એકદમ ચમક મારવા લાગ્યા હતા. ત્યારબાદ તેણે આ મહિલાને તેના ઘણા પરત કરી દીધા હતા. પરંતુ આ કડલા જ્યારે મહિલાના હાથમાં પરત આવ્યા ત્યારે તેને લાગ્યું કે આ કડલાનો વજન એકાએક શા માટે ઓછો થઈ ગયો છે..
શરૂઆતમાં તો મહિલાએ આ બાબત પર કોઈનું ધ્યાન આપ્યું હતું નહીં. પરંતુ આ બાબત વારંવાર તેના મનમાં આવ્યા કરતી હતી. એટલા માટે તેણે જ્વેલર્સ પાસે જઈને આ કડલાનું વજન કરાવ્યું હતું. જ્યાં તેને માલુમ પડ્યું કે ૪૦૦ ગ્રામ વજનના કેટલા હવે માત્ર 263 ગામના જ રહ્યા છે. એટલા માટે તેણે આ મામલે પોલીસ સ્ટેશનમાં હાજર થઈને સોની પીન્ટુ ગીરીશભાઈ સામે ફરિયાદ નોંધાવી છે..
અને જણાવ્યું છે કે તેણે તેના સોના-ચાંદીના દાગીના ને સાફ કરી દેવાના બહાને તેમાંથી સોનુ ચાંદી જેવો કીમતી પદાર્થ ઉતારી લીધો છે. આગળ પણ એવા ઘણા બધા કિસ્સાઓ ગામડાના વિસ્તારોમાંથી સામે આવી ચૂક્યા છે. જેમાં ઘરે એકલા રહેતા વડીલ મહિલાઓને ચોર-લૂંટારા વો પોતાની જાળમાં ફસાવ્યા બાદ તેને સોના-ચાંદીના દાગીના ધોઈ આપવાનું કહે છે. અને મોકો મળતાની સાથે જ તેઓ દાગીના લઇને ફરાર થઇ જતા હોય છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]