Breaking News

ગર્ભવતી મહિલાનું ગળું દબાવીને પતાવી દીધી તેમજ અઢી વર્ષની બાળકીને સ્ટેશન પર રખડતી મૂકીને યુવક ફરાર.. વાંચો..!

રોજ હત્યા અને અન્ય ગુનાઓ આટલી બધી માત્રામાં વધી રહ્યા છે. એ જોતા લાગી રહ્યું છે કે, દિવસેને દિવસે માનવતા ધીમે ધીમે નષ્ટ થવા પામી છે. હાલ સુરતમાં ઉધના રેલવે યાડ પાસેના વિસ્તારમાં એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે..

મૃત મહિલાને લોકોએ જોતાની સાથે જ તાત્કાલિક ધોરણે આ બનાવ અંગે પોલીસ ને જાણ કરી દીધી હતી. એટલા માટે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળની તપાસ કરી હતી તપાસમાં જણાયું કે હાલા છે ગ.ર્ભ.વ.તી. મહિલાની છે. તેમજ તેની ઉંમર અંદાજે ૩૦ થી ૩૫ વર્ષ હોવાનું જણાયું છે..

આ મહિલાએ જે પહેરવેશ પહેર્યો હતો. એવું પરથી લાગી રહ્યું છે કે તે કદાચ ઓડિશા રાજ્યની હશે તેમજ તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે. તેમજ તેની લાશને પણ સંતાડવાની અસફળ કોશિશ કરવામાં આવી છે. પોલીસે અત્યારનો તેમજ હત્યામાં જોડાયેલા પુરાવાને ગુમ કરવાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે..

પોલીસે આ ઘટનાને લઇને સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. તેમજ તે જોયું હતું કે, આ મહિલાની સાથે સાથે એક અઢી વર્ષની બાળકી તેમજ એક યુવક પણ દેખાય આવ્યો છે. હકીકતમાં આ યુવકે ગ.ર્ભ.વ.તી. મહિલાની હત્યા કરીને તેની લાશને ઉધના રેલવે યાર્ડ પાસે ફેંકી દીધી હતી..

ત્યારબાદ તે અઢી વર્ષની બાળકીને લઈને સુરત રેલવે સ્ટેશન પર ગયો હતો. સીસીટીવી કેમેરામાં આ યુવતી સાથે બેઠેલો નજરે ચડે છે ત્યારબાદ તાપ્તીગંગા નામની ટ્રેન આવે એ પહેલા પહેલા આ યુવક અઢી વર્ષની બાળકીને સ્ટેશન પર મૂકીને ટ્રેનમાં બેસી જાય છે. આ બાળકીનું શું થશે..? તેમજ તેના ભવિષ્યમાં શું થશે..?

તેની કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર આ યુવક ટ્રેન પકડીને જતો રહે છે. જ્યારે અઢી વર્ષની બાળકી આમ થી આમ તેના માતા-પિતાને શોધી રહી છે. આ બાળકી મહિધરપુરા પોલીસને મળતાની સાથે જ પોલીસે બાળકીનો કબજો હાથ પર લીધો છે. તેમજ આરોપીને પકડી પાડવા માટે આગળની તપાસ હાથ ધરી છે..

પોલીસ આ ઘટનાના આરોપીને શોધી રહી છે. આખરે તેઓના લગ્ન જીવનમાં એવું તો શું બન્યું હશે કે જેના કારણે યુવકે તેની ગ.ર્ભ.વ.તી. મહિલા ને મોતને ઘાટ ઉતારી દીધી હતી. તેમજ તેની અઢી વર્ષની ફૂલ જેવી બાળકીને રેલવે સ્ટેશન પર રઝળતી મૂકી દીધી હતી. બાકીનો કશો જ વિચાર કર્યા વગર તે ટ્રેન પકડીને જતો રહે છે. આ ઘટનાને લઈને સૌ કોઈ લોકો ચોંકી ઉઠયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *