Breaking News

મહિલાના નાકમાં જીવડું ઘુસી ગયું હોઈ એવું દુઃખાવો થતો હતો, હોસ્પીટલે તપાસ કરાવી તો અંદરથી મળ્યું એવું કે ઉડી ગયા મોટા ડોકટરોના હોશ..!

રોજબરોજ એવી હચમચાવી દેતી ઘટનાઓ આપણી નજર સામેથી પસાર થતી હોય છે કે, તેને જાણીને ભલભલા લોકોની અક્કલ કામ કરતી બંધ થઈ જતી હોય છે. અત્યારે એક આવો જ અતિશય હચમચાવી દેતો કિસ્સો રાજસ્થાનના જયપુરથી સામે આવ્યો છે. અહીં સીમાબેન નામની મહિલાને નાકમાં અતિશય દુખાવો થવા લાગ્યો હતો..

47 વર્ષના સીમાબેન બિકાનેરમાં તેમના પરિવાર સાથે રહે છે. તેઓ છેલ્લા બે મહિનાથી તેમના પરિવારજનોને કહેતા હતા કે, તેમને નાકમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે. પરિવારજનોને લાગતું કે, આ દુખાવો એકદમ સામાન્ય હશે. એટલા માટે તેઓ ઘરેલુ નુસખા કરી આ દુખાવાને મટાડવાની કોશિશ કરતા હતા..

આ ઉપરાંત નાના ડોક્ટરોની પણ તેઓએ સલાહ લીધી હતી. છતાં પણ બે મહિના સુધી આ દુખાવોમાં કોઈપણ પ્રકારનો ફરક જણાતા અંતે પરિવારજનો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. એક દિવસ તો સીમાબેન જણાવ્યું કે, તેમના નાકની અંદર કોઈ જીવડું ઘૂસી ગયું હોય અને આ જીવડું સતત હલનચલન કરતું હોય તે પ્રકારનો દુઃખ તેમને અનુભવાય રહ્યું છે..

પરિવારજનો એક કહ્યું કે નાકની અંદર કેવી રીતે જીવડું ઘૂસી શકે..? આ બાબત બિલકુલ તદ્દન ખોટી છે. પરંતુ જ્યારે સીમાબેનને શ્વાસ નળી વડે શ્વાસ લેવાનું પણ તકલીફ પડવા લાગી ત્યારે પરિવારજનોની આંખ ઉઘડી અને તેઓ 47 વર્ષના સીમાબેનને જુદી-જુદી હોસ્પિટલોમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા..

ત્યાં અમુક હોસ્પિટલના ડોક્ટરોએ સીમાબેનની તપાસ પણ કરી હતી અને જણાવ્યું કે, તેમના નાકની અંદર કોઈ કડક ચીજ વસ્તુઓ ફસાઈ ચૂકી છે. જે શ્વાસનળીમાં શ્વાસ લેવા માટે નડતરરૂપ બની રહી છે. આ તમામ ચીજ વસ્તુઓ અને ઓપરેશન કરીને બહાર કાઢવી પડશે આ ઓપરેશન કરવા માટે તમારે બિકાનેરની હોસ્પિટલોમાં જવું પડશે..

તેઓ આ હોસ્પિટલમાં પણ ગયા હતા. પરંતુ ત્યાંના ડોક્ટરોએ પણ મનાઈ ફરમાવી દીધી અને કહ્યું કે આ માટે તમારે સ્પેશિયલ ડોક્ટરની જરૂર પડશે એટલા માટે તમે જયપુરની સવાઈ માનસિંગ હોસ્પિટલમાં સારવાર માટે જતા રહો, અંતે પરિવારજનો કંટાળીને સીમાબેનને સવાઈ માનસિંગ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા..

અહીં ડોક્ટરે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે ખબર પડી કે, સીમાબેનના નાકની અંદર અંદાજે 4 cmની સોપારીનો ટુકડો સલવાઈ ગયો છે. અને આ સોપારીનો ટુકડો આટલો બધો ફૂલી ગયો છે કે, હવે તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે અને શ્વાસનળીને પણ ફુલાવી નાખી છે. જો આ સોપારીના ટુકડાને જલ્દીથી જલ્દી બહાર કાઢવામાં નહીં આવે તો સીમાબેનનો શ્વાસ રૂંધાઇ જશે..

અને તેમનું મૃત્યુ પણ થઈ શકે છે, અથવા શ્વાસ નળીને ફાટી જવાને કારણે તકલીફ પડી શકે છે. તાત્કાલિક ધોરણે સીમાબહેનને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ડોક્ટરોએ બે કલાકના ઓપરેશન બાદ તેમના નાકમાંથી આ સોપારીનો ટુકડો બહાર કાઢ્યો હતો. અને સીમાબેનને એકદમ સ્વસ્થ કરી દીધા હતા.

ઘણા બધા ડોક્ટરઓએ સીમાબહેનની આ તકલીફને દૂર કરવાની મનાઈ ફરમાવી દીધી હતી અને કહી દીધું કે, આ મામલો બિલકુલ મુશ્કેલ છે. જેના માટે સ્પેશિયલ ડોક્ટરની જરૂર પડશે. પરંતુ આ હોસ્પિટલમાં ડોક્ટરની સાહસિકતાને કારણે આજે સીમાબેનના નાકમાંથી 4 cmનો સોપારીનો આ ટુકડો બહાર કાઢી લેવામાં આવ્યો છે..

હકીકતમાં જ્યારે આ ઓપરેશન થઈ ગયું ત્યારે પરિવારજનોએ ડોક્ટરોને બે હાથ જોડીને ખુબ ખુબ આભાર માન્યો હતો. કારણ કે આ ઓપરેશન કરવા માટે સારા સારા ડોક્ટરોએ મનાઈ ફરમાવી દીધી હતી. પરંતુ આ ડોક્ટરે પોતાની સાહસિકતા દર્શાવી આ સોપારીનો સલવાઈ ગયેલો ટુકડો બહાર કાઢી આપ્યો હતો.

જ્યારે જ્યારે આવી ચોકાવનારી ઘટનાઓ બને છે. ત્યારે ત્યારે પરિવારજનો ખૂબ જ દુઃખના માહોલમાં ચાલ્યા જતા હોય છે. અને તેઓ એટલા બધા ચિંતાતુર બની જાય છે કે, વારંવાર વિચારવા મજબૂર બને છે કે શું તેમના પરિવારના સભ્ય બિલકુલ સ્વસ્થ થઈ જશે કે નહીં કારણ કે તેમને તેમના પરિવારના સભ્યો ઉપર ખૂબ જ વધારે પ્રેમ હોય છે. અને તેમનું સ્વાસ્થ્ય તેમના માટે ખૂબ જ વધારે મહત્વનું બની જતું હોય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સાસરીયેથી કંટાળીને 2 વર્ષની બાળકી સાથે રીસામણે આવેલી મહિલા અચાનક જ ગાયબ થઈ ગઈ, શોધવામાં આકાશ પાતાળ એક કરી નાખ્યું અને છેલ્લે બન્યું એવું કે….

જ્યારે કોઈ માણસની સહનશક્તિ પૂર્ણ થઈ જાય છે, ત્યારે તેને જીવનની અંદર આગળ શું કરવું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *