અત્યારના સમયમાં ભારતમાં એક નવા જ પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે, કોઈ પણ પુરુષની મહિલા સાથે વ્યવહારુ જીવનમાં બોલાચાલી થઈ જાય તો બિચારા પુરુષોને લાફો ખાવાથી લઇને મોટી મોટી ગાળો સાંભળવા સુધીની સજા ભોગવવી પડે છે.. પછી ભલે તેમનો વાંક હોય કે ના હોય…
થોડા દિવસ પહેલાં તમે જોયું હશે કે લખનઉમાં એક ડ્રાઇવર સિગ્નલ પાસે પોતાની કાર ઉભી રાખી રહ્યો હતો. એ વખતે પોતાના કારની સામે થી એક મહિલા રસ્તો પસાર કરી રહી હતી. રસ્તા પર રેડ સિગ્નલ લાગેલું હતું એટલા માટે ડ્રાઈવરે કાર રોકી દેવામાં તો તે મહિલા ભડકી ગઈ હતી. અને ડ્રાઈવરને ગાડીમાંથી બહાર કાઢીને ચટાચટી 22 લાફા મારી લીધા હતા..
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં યુવતીએ માફી પણ માંગી હતી. અત્યારે સોશિયલ મીડિયા પર એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો મધ્યપ્રદેશના ભોપાલનો છે. ભોપાલમાં એક યુનિવર્સિટી પ્રોફેસર પોતાની અલ્ટો કાર લઈને જતા હતા એ દરમિયાન રસ્તા પરથી પસાર થતાં લારીવાળા એક યુવકની લારી માત્ર કારને અડકી જ હતી.
કોઈ પણ પ્રકારનું નુકસાન પણ નહોતું થયું છતાં પણ પ્રોફેસર નો પિત્તો સાતમા આસમાને ચાલ્યો ગયો હતો. પ્રોફેસર પોતાની અલ્ટો કારમાંથી ઉતરીને ફ્રુટવાળા સાથે બરાબરની બોલાચાલી અને ગાળાગાળી કરવા લાગી હતી. હકીકતમાં વાંક પ્રોફેસરનો હતો છતાં પણ તે બીચારા ગરીબ અને લાચાર ફળ વેચવાવાળા અને ગાળો ભાંડી રહી હતી.
તેમજ તેના મગજ નો પિત્તો ગુમાવી દેતા તે લારી માં મુકેલા ફળોને એક પછી એક ફેંકવા લાગી હતી. રોડ પર મોટો તમાશો ઉભો કરી દીધો હતો. બિચારો ગરીબ અને લાચાર ફેરિયો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ફળો વેચતો હતો. અને એ જ કારણે આ મહિલાએ ગુસ્સામાં નીચે ફેંકી દીધા હતા.
જેના કારણે લારીવાળાને ખૂબ મોટું નુકસાન થયું હતું જ્યારે બીજી બાજુ મહિલાની ગાડી ને સહેજ પણ નુકસાન થયું નહોતું. ઉપરા ઉપરી ત્રણ થી ચાર આ પ્રકારની ઘટનાઓ જોતા એવું લાગી રહ્યું છે કે મહિલાઓને મળતું માન સન્માનનો ગેરફાયદો તેઓ પુરુષો ઉપર ઉપાડે છે. પુરુષો બિચારા મહિલાઓ સાથે કોઈ પણ પ્રકારની વરછટ કરતા નથી.
તો મહિલાઓ પુરુષોની માથે ચડી જાય છે. લારીવાળો બિચારો સતત એ મહિલાને સમજાવતો રહ્યો કે મેડમ તમે આવું ના કરો તમારી ગાડી ને મારી ફક્ત લડકી જ છે. છતાં પણ તમારે જોઈએ એટલા પૈસા લઈ લો પણ તમે મારા ફળોને ન ફેંકો. પરંતુ એ પ્રોફેસર મહિલા કશું જ સાંભળ્યા વગર ફળને એક પછી એક ફેંકવા લાગી હતી.
भोपाल: कार से टकराया ठेला तो कार मालिक महिला गुस्से से भड़की, गरीब के सारे फल सड़क पर फेंके#MadhyaPradesh #Viralvideo pic.twitter.com/jpvzrsUi2N
— News24 (@news24tvchannel) January 11, 2022
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]