Breaking News

મહિલા ડોકટરે પોતાના જીવથી વ્હાલા દીકરાને પતાવી દઈ પોતે પણ કરી લીધો આપઘાત, કારણ જાણી સાસરીયાવાળા દોડતા થયા…!

હાલના સમયમાં વ્યક્તિઓને સહનશક્તિ રહી નથી. તેઓ પોતાના અમૂલ્ય જીવનને સમજી શકતા નથી. નાની મોટી મુશ્કેલીઓ દરેક લોકોના જીવનમાં આવતી રહે છે. પરંતુ આ મુશ્કેલીને પાર કરીને જીવન જીવવાને બદલે લોકો કંટાળીને પોતાના જીવન ગુમાવી રહ્યા છે, જેના કારણે બનતી ઘટનાઓ ખૂબ જ જોવા મળી રહી છે.

આવી જ એક ઘટના હાલમાં આંધ્રપ્રદેશના રાજમુન્દ્રીમાં બની હતી. રાજમુન્દ્રીમાં એક મહિલા તેમના દીકરા સાથે રહેતી હતી. બંને માતા દીકરો તેમના મામાના ઘરે રહેતા હતા. મહિલા પોતાના પિયરમાં રહેતી હતી. મહિલા ત્વચા રોગની ડોક્ટર હતી અને તે એક પ્રસિદ્ધ ડોક્ટરની દીકરી હતી. પોતે પણ ડોક્ટર હતી.

તેને કારણે તેની ઓળખ હંમેશા વિજ્ઞાની અને બુદ્ધની દીકરી તરીકે થતી હતી. તેના પિતાનું નામ રાજા મહેન્દ્રવરમ હતું. તેઓ રાજમુંદરીમાં બુદ્ધ હોસ્પિટલના જાણીતા ડોક્ટર હતા. મહિલાનું નામ લાવણ્યા દોથામસેટ્ટી હતું. તેની ઉંમર 33 વર્ષની હતી તેણે થોડા વર્ષો પહેલા તેલંગાણાના વારંગલની રહેવાસી વંશી કૃષ્ણા સાથે લગ્ન કર્યા હતા.

બંને પોતાનું પારિવારિક જીવન જીવી રહ્યા હતા. તે સમયે તેમને સંતાનમાં એક દીકરો હતો. દીકરાનું નામ નિશાંત હતું. દીકરાની ઉંમર 7 વર્ષની હતી. બંને પતિ-પત્ની વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝઘડાઓ ચાલતા હતા. પત્ની લાવણ્યા દોથામસેટ્ટી અને પતિ વંશી વચ્ચે ઝઘડાને કારણે બંને એકબીજાથી જુદા રહેવા લાગ્યા હતા.

અને દીકરો તેમની માતા સાથે રહેતો હતો. બે મહિના પહેલા તેના પિતાના ઘરે રહેવા આવતી રહી હતી. લાવણ્યાના પિતા ડોક્ટરના કહેવા પ્રમાણે તેમની દીકરી લાવણ્યા પોતાના દીકરા સાથે રહીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. ત્યારબાદ તેના પતિ વંશી કૃષ્ણએ છૂટાછેડાની નોટિસ થોડા દિવસો પહેલા જ મોકલી હતી.

જેના કારણે લાવણ્યા ખૂબ જ ડિપ્રેશનમાં રહેતી હતી. તે ચિંતામાં આવી ગઈ હતી. તેના પિતાના અવારનવાર સમજાવ્યા છતાં પણ તે તણાવમાં રહેતી હતી અને એક દિવસ લાવણ્યાએ તેના 7 વર્ષના દીકરાને ઊંઘની ગોળીઓ જ્યુસ આપીને પીવડાવી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ ઊંઘની ગોળીનો ઓવરડોઝ લઈને સુઈ ગઈ હતી.

બંને માતા દીકરો સવાર થતા ઉઠ્યા ન હતા જેના કારણે તેના પિયરના લોકો તેની રૂમમાં જગાડવા માટે આવ્યા હતા. ત્યારે જોયું તો બંને માતા દીકરો બેભાન હાલતમાં સૂઈ રહ્યા હતા જેના કારણે લાવણ્યાના પિતા ડોક્ટરો તેમને તરત જ હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાં ડોક્ટરે તપાસ કરતા સમયે બંને માતા દીકરાને મૃત જાહેર કર્યા હતા.

એકસાથે બંને માતા દીકરાએ પોતાના જીવ ગુમાવ્યા હતા લાવણીયાએ આ પગલું તેના પતિના ત્રાસને કારણે ભર્યું હોવાનું તેના પિતાનું કેવું હતું. જેના કારણે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસ હજુ આગળની તપાસ કરી રહી હતી. એક ડોક્ટરેજ પોતાના દીકરાને મારી નાખીને પોતે આપઘાત કરી લીધો હતો. આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *