રાજકીય પક્ષોમાં એકબીજાની ખેંચતાણ અવારનવાર ચાલતી રહેતી હોય છે. એવામાં અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટર એ પોલીસની મદદ લેવાનો ફરજ પડી છે. કારણકે તેઓએ જણાવ્યું છે કે તેમની સાથે ખૂબ જ ખોટું થઈ રહ્યું છે. કોંગ્રેસના મહિલા કોર્પોરેટર છેલ્લા ઘણા સમયથી ઇમરાન નામના એક વ્યક્તિ ખૂબ જ પરેશાન છે..
તેઓ ફેસબુક પર ફોટો મુકે છે અને જ્યારે એ વિસ્તારમાંથી તેઓ નીકળે છે ત્યારે તેઓ તેમની સામેને સામે જોયા રાખે છે. અને કહે છે કે તને તો હું જોઈ લઈશ અને ત્યારબાદ થૂંકવા લાગે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે અસામાજિક તત્વો તેમને ખૂબ જ પરેશાન કરે છે. એટલા માટે તેઓ પોલીસમાં અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધાવવા માટે પહોંચી ગયા હતા..
પરંતુ દાણીલીમડા પોલીસ સ્ટેશને પોલીસે તેમની ફરિયાદ લીધી નથી. એવો આક્ષેપ કોંગ્રેસના કોર્પોરેટર કમળાબેન ચાવડાએ કર્યો છે. તેવો બપોરના ૧ વાગ્યા આસપાસ ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા. પરંતુ પોલીસે એમ ફરી લખવાનું શરૂ પણ કરી દીધું હતું. અને અચાનક જ કોઈ વ્યક્તિનો ફોન આવી ગયો હતો અને પોલીસ ઈન્સપેક્ટરે લખવાનું બંધ કરી દીધું હતું..
મોડી રાત્રે બે વાગ્યા સુધી પણ આ ફરિયાદ નોંધવામાં ન આવતા કમળા બેન ચાવડા ના સમર્થનમાં અન્ય કોર્પોરેટર એની સાથે સાથે દલિત સમાજના આગેવાનો પણ પોલીસ સ્ટેશન પર પહોંચી ગયા હતા. કોંગ્રેસના કોર્પોરેટર કમળાબેન ચાવડા પર આક્ષેપ કરતા ઇમરાન ખાન નામના એક વ્યક્તિને વીડિયો સામે આવ્યો છે..
જેમાં તે કહી રહ્યો છે કે છેલ્લા ૨૨ વર્ષથી કમળાબેન ચાવડા અમારે ત્યાં કોર્પોરેટર છે. પરંતુ દરેક વિસ્તારોમાં ગંદુ પાણી પહોંચે છે. તેમણે તેમના વોર્ડનો કામ કર્યું નથી. અને પોતાના જ કામો કર્યા છે. તેઓએ નવો બંગલો અને નવી ગાડી ખરીદી લીધી છે. તો બીજી બાજુ કમળાબેન ચાવડાએ ફેસબુક પર વિડીયો મૂકી ને જણાવ્યું છે કે તેઓ બહેરામપુરમા મહિલા કોર્પોરેટર તરીકે ફરજ નિભાવે છે..
છેલ્લા એક વર્ષથી કેટલાક અસામાજિક તત્ત્વો તેમની રાજકીય કારકિર્દીને ખતમ કરી નાંખવાના પ્રયાસ કરી રહ્યા છે. તેઓ પદ ઉપરથી રાજીનામું આપી દે એવા પ્રયાસો તેમની પીઠ પાછળ કરવામાં આવી રહ્યા છે. તેમજ સોશિયલ મીડિયામાં પણ તેમના વિશે મનફાવે તેવું લખાણ લખવામાં આવે છે..
તેઓ તેમના મત વિસ્તારમાં ફરે છે તો તેમને જોઈને લોકો થુંકે છે અને પાછળથી જોઈ લેશો તેવી વાતો કરવા લાગે છે. અને બીજી બાજુ દાણીલીમડા પોલીસ સ્ટેશનને તેમની આ ફરિયાદ નોંધી નથી. તેમણે મહિલા હેલ્પલાઇનમાં પણ કેટલા બધા ફોન કરી ચૂક્યા છે. છતાં પણ તેમની ફરિયાદ લેવાની નથી..
માંડ માંડ પોલીસે ફરિયાદ નોંધવાની શરૂ કરી હતી. પરંતુ કોઇ વ્યક્તિનો ફોન આવી જતાં પોલીસે ફરિયાદ લખવાની બંધ કરી દીધી હતી. તેઓએ જણાવ્યું હતું કે હું કોર્પોરેટર હોવા છતાં પણ મારી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવતી નથી. તો સામાન્ય મહિલાની પોલીસ સ્ટેશનમાં શું હાલત થતી હશે..? તે વિચારીને પણ સૌ લોકો હચમચી જતા હશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]