કેટલાક લોકો ગોરખ ધંધા અને ગેરકાયદેસર કામગીરીઓ કરવા માટે જુદી જુદી તરકીબો અપનાવતા હોય છે. અને પોલીસને ચકમો આપવાની કોશિશ પણ કરે છે. આવો જ એક ચકમો મહેસાણાના નંદાસણ પોલીસને આપવામાં એક યુવક સફળ થવા જઈ રહ્યો હતો એવામાં તેની તમામ કાળી કામગીરીની પરદાફાશ થઈ ચૂક્યો છે.
કડીના નંદાસણ પોલીસને બાતમી મળી હતી કે જોટાણા તાલુકાના આલમપુર ગામમાં એક મકાન પાસે દૂધના ટેમ્પાની અંદર કંઈક કાળા કામ ચાલી રહ્યા છે. આ બાબતની જાણ થતા જ પોલીસનો સ્ટાફએ વિસ્તારમાં પહોંચી ગયો હતો અને આ ખાનગી વાહનમાં તપાસની કામગીરી શરૂ કરી હતી..
તેમજ આસપાસના તમામ વિસ્તારોમાં પણ પેટ્રોલિંગ કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી. જ્યારે આ ટેમ્પા પાસે પહોંચ્યા ત્યારે જોયું તો આ ટેમ્પો ખાનગી કંપનીનો હતો અમુલ કંપનીનો ટેમ્પાની અંદર કેટલાક બુટલેગર લોકો દારૂનો ધંધો કરી રહ્યા હતા. વિદેશી દારૂ ને ભારતમાં બનાવટ કર્યા બાદ તેનું વેચાણ આ ટેમ્પા મારફતે કરતા હતા..
આ બાબતને બાતમી નંદાસણ પોલીસને તથા તેઓએ રેડ પાડી હતી અને અમૂલ દૂધ લખાણ વાળા પીકપ ટેમ્પાને પકડી પડ્યો હતો. આ ટેમ્પાની અંદરથી કુલ 410 બોટલ દારૂ અને 144 બોટલ બીયર મળી આવ્યું હતું. આ તમામ ગેરકાયદેસર ચીજ વસ્તુઓના જથ્થાની સાથે સાથે અન્ય ચીજ વસ્તુ મિલાવીને કુલ 1,13,000 રૂપિયાના દારૂનો જથ્થો જપ્ત કરી લીધો હતો..
અને આ દારૂનો વેપલો કરનાર શાહ હુસેન અને અકબર મૈયા સૈયદ નામના બંને યુવકોને પકડવી પાડવાની કામગીરી શરૂ કરી હતી. જ્યારે તેઓને જાણ થઈ કે તેમને અડ્ડા ઉપર રેડ પડવાની છે. ત્યારે આ બંને યુવકો ફરાર થઈ ગયા હતા. 1,13,000ની કિંમતનો દારૂ અને ટેમ્પાની સાથે કુલ ત્રણ લાખ 30 હજાર રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કરી લીધો છે..
અને શાહ હુસેન અને અકબર મિયાં સૈયદ નામના બંને યુવકો સામે ગુનો નોંધીને આગળની તપાસ પણ હાથ ધરી છે. જ્યારે પોલીસને જાણ થઈ કે અમૂલ દૂધના ટેમ્પાની અંદર દૂધની હેરાફેરીની આડમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. ત્યારે તેઓ પણ ખૂબ જ ચોંકી ઉઠ્યા હતા. હકીકતમાં દૂધ વાહન તેમજ અન્ય કોઈ ચીજ વસ્તુઓના હેરફેર માટેના વાહનો ઉપર કોઈ વ્યક્તિ શંકા કરતું નથી. પરંતુ અંદરો અંદરની બાતમીના આધારે પોલીસને આ બાબતની જાણ થઈ ચૂકી હતી. જેના કારણે આજે આવા બુટલેગરોનો પરદાફાસ થયો છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]