Breaking News

માઉન્ટ આબુમાં ગરબે ઘૂમતો યુવક અચાનક જ ઢળી પડતા થયું મોત, તહેવારની ખુશી માતમમાં ફેરવાતા જ પરિવારજનો હિબકે ચડ્યા..!

નવરાત્રીના પવિત્ર તહેવારમાં ખેલૈયો મન મૂકીને ગરબે ઘૂમે છે. જે લોકોને રાસ ગરબા અને દોઢીયા રમવાનો ખૂબ જ શોખ હોય છે. તેઓ ઘણા સમયથી રાહ જોઈને બેઠા હોય કે, ક્યારે નવરાત્રિનો પવિત્ર તહેવાર શરૂ થાય અને માતાજીની પૂજા અર્ચના કર્યા બાદ મન મૂકીને ગરબે ઘૂમી શકે..

પરંતુ કેટલીક વખત ગરબે રમતી વખતે ખૂબ જ સાવચેતી પણ રાખવી પડતી હોય છે. અતિશય ગરમી અને બફારાના વાતાવરણમાં શરીરનું પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. કેટલીક વખત ગરબે રમતી વખતે ઓચિંતા એવું થઈ જતું હોય કે, જેના કારણે તહેવારોની ખુશી મોતના માતમમાં ફેરવાઈ જતી હોય છે..

હાલ અવોજ કંઈક બનાવો સામે આવ્યો છે. મૂળ ગુજરાતનો એક પરિવાર નવરાત્રિના તહેવારમાં ફરવા માટે માઉન્ટ આબુ આવ્યો હતો. જ્યાં માતા અંબેના દર્શન અને પૂજા આરાધના કર્યા બાદ તેઓ હોટેલમાં રોકાયા હતા. આ હોટેલમાં રાત્રીના સમયે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાતીઓને ગરબાનું નામ પડતાની સાથે જ શરીરમાં એકાએક જનગનાટ મચવા લાગતો હોય છે. ગરબાનું નામ પડતાં જ તમામ થાક અને મનની ચિંતાઓ ભુલાવી દઈને ગુજરાતીઓ ગરબે ઘૂમવા લાગે છે. આ પરિવારજનો ગરબે ઘૂમતા હતા. એવામાં અચાનક જ એક વ્યક્તિને ગભરામણ થવા લાગી અને ગરબે રમતા રમતા જ તેઓ ઢળી પડ્યા હતા..

તેની સાથે રહેલા અન્ય વ્યક્તિઓએ વિચાર્યું કે, કદાચ તેઓને ગભરામણ થવા લાગી અને અતિશય ગરમીનું પ્રમાણ હોવાને કારણે તેમના શરીરનું સંતુલન ગબડી ગયું હશે. તેઓએ આ વ્યક્તિને જગાડવાની કોશિશ કરી પરંતુ તેઓ જાગ્યા નહીં અને અંતે તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા..

જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કરી દીધા હતા. આ સાંભળતાની સાથે જ ફરવા આવેલા તમામ પરિવારજનો ની તહેવારોની ખુશી મોતના માતમમાં છવાઈ ગઈ હતી. તેઓ પોતાના ઘરેથી ઘણા કિલોમીટર દૂર ફરવા માટે આવ્યા હતા. અને ત્યાં આ પ્રકારનો બનાવ સામે આવતા એકાએક દુઃખનો માહોલ છવાઈ ગયો હતો..

જ્યારે આ ઘટનાની જાણ પોલીસને થઈ ત્યારે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો આ મૃતક વ્યક્તિની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી અને ત્યારબાદ જરૂરી કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. હજુ ગઈકાલે જ એક એવી ઘટના સામે આવી હતી કે, નવરાત્રિમાં ગરબે રમવા જવાનું કહીને ઘરેથી નીકળેલી ૨૧ વર્ષની યુવતી ને ગરબા રમતી વખતે અચાનક જ ચક્કર આવી અને ત્યારબાદ તે ઢળી પડી હતી..

તેના શરીરનું બ્લડ પ્રેશર નું સંતુલન ન થવાને કારણે તેનું પણ મૃત્યુ થઈ ગયું હતું. આવા બનાવ સામે આવતાની સાથે એકાએક ચકચાર મચી જવા પામ્યો છે. તો મૃતક વ્યક્તિના પરિવારજનો માટે આ દુઃખ સહન કરવું મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન સમાન બની ગયું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *