રોજ રોજ ઘણી બધી પરણીતાઓ તેમના સાસરીયા વાળાના ત્રાસને કારણે આપઘાત કરી લેતી હોય છે. એવામાં ખૂબ જ મચાવી દે તેઓ એક બનાવો ગાંધીનગરના કલોલ તાલુકામાંથી સામે આવ્યો છે. જ્યાં જામળા ગામમાં એક મહિલાએ તેના સાસરિયાવાળાના અતિશય ત્રાસને કારણે જીવન ટૂંકાવી દીધું છે..
જામળા ગામમાં રહેતી 22 વર્ષની કોમલના લગ્ન આજથી દોઢ વર્ષ પહેલા 27 વર્ષના સિદ્ધરાજસિંહ ચંદનસિંહ રાણા સાથે થયા હતા. લગ્ન થતાં જ તેઓ ખૂબ જ રાજી ખુશીથી રહેતા હતા. પરંતુ જેમ જેમ દિવસો વીતતા ગયા. તેમ તેમ તેને સાસરીયામાંથી શારીરિક અને માનસિક ત્રાસ મળતો હતો..
તેના સાસુ અને સસરા દહેજ માટે અવારનવાર મેના ટોણા મારતા હતા. આ ઉપરાંત તેનો પતિ પણ તેને ખૂબ જ હેરાનગતિ પહોંચાડતો હતો. જેને કારણે આ મહિલા ખૂબ જ મોટી દુવિધામાં મુકાઈ ગઈ હતી. અને સતત ટેન્શનમાં રહેતી હતી. એક દિવસ તેને રાત્રિના સમયે તેના રૂમનો દરવાજો બંધ કરીને પંખે દોરી બાંધીને ગળા ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું.
લગ્નના માત્ર દોઢ વર્ષની અંદર જ આ પ્રણેતાએ તેના સાસરીયા વાળાને ત્રાસને કારણે જીવ દઈ દીધો હતો. આ બાબતની જાણકારી પોલીસ અધિકારીઓને થઈ ત્યારે નાયબ પોલીસ અધિક્ષક પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને ગુનો દાખલ કરવા સાથે સાથે અન્ય કામગીરીઓ પણ હાથ ધરવાના આદેશો આપ્યા હતા..
પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. જેમાં જાણ થઈ છે કે, પારિવારિક શારીરિક અને માનસિક ત્રાસ પહોચવાને કારણે પરણી આપઘાત કર્યો છે. આ પ્રકારની જ ઘણી પરણીતાઓ તેમના સાસરીયા વાળાના ત્રાસને કારણે પીડાઈ રહી છે. તેઓ તેમના દુખને વાત કોઈને ન કહી શકવાને કારણે અંતે આપઘાત જેવ પગલું ભરી લે છે અને જીવન ટૂંકાવી દે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]