Breaking News

મારફાડ પત્ની સાવરણી લઈને મારતી અને એક દિવસ યુવકે વિડીયો બનાવી નદીમાં કુદી ગયો, અંતિમ શબ્દો સાંભળીને રુંવાડા બેઠા થઈ જશે..!

છેલ્લા છ મહિનામાં આપણે જોયું છે કે, ઘરમાં રેહતી વહુ દીકરીઓને તેમના સાસરિયાંઓ તરફથી ખૂબ જ ત્રાસ પહોંચાડવામાં આવે છે. અને જેના કારણે ઘણી બધી પરણીતાઓ ખૂબ જ પીડાઈ રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ઘણા બધા સાસરીયાઓ પણ તેની વહુની કાળી કરતુતોને કારણે પીડાઈ રહ્યા છે. કેટલાય પતિઓ પણ તેમની પત્નીની હેરાનગતિને કારણે ત્રાસી ગયા છે..

અને હવે શું કરવું તેની સમજણ રહેતી નથી. હાલ અમદાવાદના આસારવા વિસ્તારમાં અતિશય હચમચાવે તેવો એક બનાવ બની ગયો છે. આ વિસ્તારની અંદર કિરીટભાઈ દેવડા પોતાના પરિવારજનો સાથે રહે છે. તેના લગ્ન 2016 ની સાલમાં સમાજના રીતી રિવાજથી મંજુ રાઠોડ નામની એક મહિલા સાથે થયા હતા..

લગ્નજીવન દરમિયાન મંજૂરી એક દીકરીને જન્મ પણ આપ્યો હતો. પરંતુ જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ મંજુ તેના પિતા અને તેના ભાઈની ચધામણીથી ખૂબ જ મારફાડ બનતી ગઈ હતી. દિન પ્રતિ દિન તે સાસરિયાના લોકો સાથે ઝઘડો કરવા લાગી હતી. આ ઉપરાંત પૈસાની માંગણી કરીને વારંવાર દબાણ આપતી હતી. એટલું જ નહીં પરંતુ ક્યારેક તો મંજુ તેના પતિ ઉપર પણ હાથ ઉપાડી દેતી..

અને કહેતી કે હું મરી જઈશ. મરી જવાની ધમકી આપીને તે પરિવારને ફસાવી દેવાનીઓ પણ ધમકીઓ આપવા લાગી હતી. એક દિવસ મંજુએ કચરો વાળવાની બાબતને લઈને ઘરમાં ખૂબ મોટો ઝઘડો કરી નાખ્યો હતો. આ ઝઘડા વખતે તેના પતિ કિરીટભાઈએ જણાવ્યું કે, બહાર માતા-પિતા બેઠા છે. એટલા માટે તું ધીરે ધીરે બોલ..

પરંતુ તેની પત્ની ખૂબ જ ઉશ્કેરાઈ ગઈ અને કિરીટભાઈને સાવરણીથી ઢોર મારવા લાગી હતી. જોત જોતામાં જ પરિવારના સભ્યો જ્યાં દોડી આવ્યા અને મંજુબેનને સમજાવવાનો પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ તે કોઈની પણ વાત સાંભળવા માટે તૈયાર હતી નહીં કિરીટભાઈ તાત્કાલિક તેના શાળાને ફોન કરીને જણાવ્યું કે, તમે મંજુનેને લઈ જજો..

પરંતુ તેના શાળાએ જણાવ્યું કે, હું તેને સવારે લેવા આવીશ એટલા માટે બીજા દિવસે કિરીટભાઈ તેમની પત્ની મંજુને તેના પિયર મૂકી આવ્યા હતા અને પોતાના ઘરે પરત ફર્યા ન હતા. આશરે બપોરના સમયે કિરીટ ભાઈના ભાઈ મનોજભાઈ ઉપર ફોન આવ્યો કે, તમારા ભાઈ કી રીતે સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કરી લીધો છે..

તમે તાત્કાલિક રિવરફ્રન્ટ પર પહોંચી જાઓ મનોજભાઈ પોતાના પરિવારજનોને લઈને રિવરફ્રન્ટ પહોંચ્યા જ્યાં કિરીટભાઈની લાશ મળી આવી હતી. આ ઉપરાંત તેમનો મોબાઇલ અને વોલેટ પણ મળી આવ્યું હતું. તેમનો મોબાઇલ પાણીમાં પલળી જવાને કારણે બંધ થઈ ગયો હતો. પરંતુ રીપેરીંગ કરાવ્યા બાદ તેને ચાલુ કરતાં તેની અંદરથી એક વિડીયો મળી આવ્યો હતો..

કિરીટભાઈ આત્મહત્યા કરતા પહેલા આ વિડીયો ઉતાર્યો હતો. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, હું હવે આ જિંદગીથી ખૂબ જ કંટાળી ગયો છું. તેમજ મારા આ આપઘાતના પગલા પાછળ અમારી પત્ની જવાબદાર છે. પત્નીના ત્રાસને કારણે તેઓ સુસાઇડ કરવા જાય છે. તેવું જણાવી રહ્યા છે. આ વિડીયો મળ્યા બાદ કિરીટભાઈના ભાઈ મનોજભાઈએ તેમની ભાભી મંજુ સામે આત્મહત્યા અને દૃષ્ટ પ્રેરણાની ફરિયાદો નોંધાવી છે. પોલીસે પણ થોડી યાદ નોંધી તપાસ શરૂ કરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *