આજકાલના સમયમાં કેટલાક લોકો લગ્ન બાદ મહિલા ઉપર અત્યાચાર કરતા હોય છે. તેમજ તેને માનસિક તેમજ શારીરિક ત્રાસ આપતા હોય છે. આવો જ એક કિસ્સો રાજ્યના પાટણ જિલ્લામાં સામે આવ્યો છે. પાટણમાં ગુરુનગર સોસાયટીમાં રહેતા એક યુવકે 2018 માં અમદાવાદની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા.
હાલમાં તેમનો આઠ મહિનાનો એક દીકરો પણ છે. લગ્ન થયા બાદ શરૂઆતમાં યુવતી ને સારી રીતે રાખતા હતા. લગ્નના 6 મહિના બાદ પરણીતા એ પોતાને MBA કરવું છે તેમ જણાવ્યું હતું તેમ જ સરકારી નોકરી માટે તેણે પાટણ જિલ્લામાં ક્લાસ શરૂ કર્યા હતા. યુવતીના આ નિર્ણય પર તેના પતિ તેમજ તેના સાસરિયાના લોકો વિરોધ કરતા હતા.
જેને કારણે યુવતીએ પોતાની માતા પાસેથી પૈસા લઈને આગળનો અભ્યાસ શરૂ કર્યો હતો. પરંતુ તે યુવતીના સાસરીયાએ યુવતી સાથે ઝઘડો કરીને તેના ક્લાસ બંધ કરાવી દીધા હતા. તેમજ તેને ઘરમાંથી બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ ઉપરાંત તેને પોતાના પાડોશી સાથે પણ વાત કરવા ન દેતા હતા.
તે પરણીતાનો પતિ ડીસા ખાતે નોકરી કરતો હતો. પોતાના સાસુના ત્રાસને કારણે કંટાળી ગઈ હતી. જેને કારણે તેણે પોતાના પતિ સાથે અલગ રહેવા જવાનું કહ્યું હતું. જેને લીધે તેને ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવી હતી. ત્યારબાદ યુવતી મહેસાણા રહેવાય ચાલી ગઈ હતી. થોડા દિવસો બાદ તેના પતિએ ‘મારે બીજી છોકરી લાવી છે તું જતી રહે’..
તેમ કહીને છૂટાછેડા આપવા માટે દબાણ કરી રહ્યા હતા આ દરમિયાન યુવતી ના પતિ ને ધંધા કામ માટે અમદાવાદ જવાનું થયું એના કારણે બંને અમદાવાદ રહેવા માટે ગયા હતા. તે સમયે યુવતી પ્રેગનેટ હોવા છતાં તેની સાથે ઝઘડો કરીને તેના પતિએ તેને તેના પિતાના ઘરે મોકલી દીધી હતી.
પરંતુ ત્યારબાદ બંને પરિવારોએ સમજૂતી કરીને જો તેને હેરાન ન કરવાની ખાતરી આપ્યા બાદ પોતાના સાસરિયાં પાટણ એ પરત મોકલી હતી. આ ઉપરાંત થોડા સમય પહેલા એના નવા જન્મેલા દીકરાને ઉલટી થતા તેના દવાખાને લઈ જવાની બાબતે જાણ કરતા પતિ સાથે ઝઘડો થયો હતો જેના કારણે તેના પતિ તેમજ તેના સાસરિયાના લોકોએ યુવતીને માર માર્યો હતો.
તેમજ પોતાના પિતાના ઘરે જતું રહેવા માટે ધમકી આપી હતી. જેને કારણે યુવતી હિંમત હારી ગઈ હતી. તેમજ તેને પોતાના માતા પિતાને ફોન કરીને તમામ બાબત જણાવી હતી. જેથી તેના માતા-પિતા પાટણ આવ્યા હતા અને યુવતીના સાસરીયા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે આ તમામ ઘટના પર તપાસ હાથ ધરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]