આજકાલ અવનવી વાતોને લઈને કેટલાક લોકોને માઠું લાગી જતું હોય છે. અને તેઓ આપઘાતનું પગલું ભરી લેતા હોઈ છે. અને હવે તો 18 વર્ષ કરતાં નાની વયના યુવક યુવતીઓ પણ આપઘાત કરવા લાગ્યા છે. ગઈકાલે રાજકોટના વેલનાથપરા વિસ્તારમાંથી માત્ર પંદર વર્ષની ઉંમરનો એક યુવકે આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે..
વેલનાથપરા વિસ્તારમાં હનુમાન મંદિરની સામે એક સોસાયટી આવેલી છે. જેમાં કલ્પેશ દિનેશભાઇ પરમાર પોતાની બહેનના સાથે રહેતો હતો. કલ્પેશના માતા પિતાનું ઘણા વર્ષો પહેલાં મૃત્યુ થયું હતું. આ ઉપરાંત તેના બે સગા ભાઈઓનું પણ પાછળના બે વર્ષની અંદર અંદર મૃત્યુ થઇ જતાં કલ્પેશ એકલો પડી ગયો હતો..
એટલા માટે તેની બહેનની સાથે રહેવા માટે આવી ગયો હતો. 15 વર્ષના કલ્પેશ ભણતો હતો. અને સતત પોતાના પરિવારને લઈને ચિંતિત રહેતો હતો. એક દિવસ કલ્પેશને તેની બહેને જણાવ્યું કે, હવે તું 15 વર્ષનો થઈ ગયો છે. હવે તું તારી જવાબદારી પોતે સંભાળી લેજે. આ શબ્દો બહેના મોઢેથી સાંભળીને કલ્પેશ ખૂબ જ સૂનમૂન થઇ ગયો હતો.
અને તેને પોતાની બહેનના શબ્દો ખૂબ જ કડવા અને આકરા લાગ્યા હતા. આ શબ્દોનું તેને માઠું લાગી આવ્યું હતું. અને તેણે વિચાર્યું કે મારે માતા-પિતાને ભાઈનો સહારો નથી. માત્ર પંદર વર્ષની ઉંમરમાં તે ક્યાં જશે..? અને કેવી રીતે જીવન જીવજે..? આ તમામ બાબતો વિચારતો વિચારતો તેણે આપઘાત કરી લેવાનું નક્કી કર્યું હતું..
અને પોતાના માતા-પિતાને પોતાના ભાઈની જેમ જ સ્વગમાં ચાલ્યો જાય તેમ વિચારીને પોતે એક રૂમમાં ગળાફાંસો ખાઇ લીધો હતો. એક દિવસ તેની બહેન ઘરે હાજર હતી નહીં. ત્યારે તેને ગળાફાંસો ખાઇ લીધો અને તેને બહારથી જ્યારે ઘરે આવી ત્યારે દરવાજો ખુલતા જોયું તેનો ભાઈ પંખા સાથે લટકી રહ્યો છે..
આ દ્રશ્ય જોતાની સાથે જ હોબાળો મચાવવા લાગી હતી અને જોર જોરથી બુમો પાડતા આસપાસના પડોશીઓ તેમના ઘરે દોડી આવ્યા હતા. આ બાબતની જાણ આજીડેમ પોલીસને પણ કરી દેવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને કલ્પેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શહેરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે આગળની પૂછપરછ શરૂ કરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]