Breaking News

માં-બાપ મજુરી કરતા હતા અને 4 વર્ષનો દીકરો રમતા-રમતા પહેલા માળેથી નીચે પટકાતા માથું ફાટી ગયું, ઘડીકમાં જ કાળનો કોળીયો બની ગયો..!

પરિવારનું જીવન ગુજરાત ચલાવવા માટે મહેનત અને કામકાજ તો કરવું જ પડે છે, દરેક વ્યક્તિ સવાર પડતાની સાથે જ પોતાના કામ ધંધે લાગી જતા હોય છે. અને સાંજના સમયે પોતાના પરિવારના સભ્યો માટે કમાઈને લાવે છે, અને સૌ કોઈ સભ્યો ભેગા મળીને રાજી ખુશી નું જીવન જીવતા હોય છે..

પરંતુ એ અમુક કામ ધંધા કે નોકરી અમુક વખતે જીવ માટે પણ ખૂબ જ ભારે સાબિત થઈ જતી હોય છે. દરેક નોકરી ધંધો ખૂબ જ સહેલો હોતો નથી, જે લોકો મહેનત અને મજૂરી કામકાજ કરે છે. તેવા લોકોને ગમે તેવી ઠંડી, તડકો કે વરસાદ હોય તો પણ મજૂરીનું કામકાજ શરૂ રાખવું પડે છે. તેમના નાના બાળકોને પણ પોતાની સાથે રાખીને મહેનત મજૂરીનું કામકાજ કરતા હોય છે..

અત્યારે રાજસ્થાનના હલવા જિલ્લાના વહરરોડ વિસ્તાર પાસે આવેલા એક ઔદ્યોગિક ક્ષેત્ર ની નજીક ઉપવન સોસાયટીમાં એક અતિશય હચમચાવી દેતી ઘટના સામે આવી ચૂકી છે. અહીંયા છેલ્લા કેટલાક સમયથી કન્સ્ટ્રકશનનું કામકાજ ચાલે છે. તેમાં ઘણા બધા મજૂરો સવારના સમયથી લઈ સાંજના આઠ વાગ્યા સુધી મહેનત મજૂરીનું કામકાજ કરે છે..

અહીં કામકાજ કરતા મજૂરોમાં મૂળ બિહારનો પરિવાર પણ કામકાજ કરતો હતો, જેમાં ખુશ્બુ નામની મહિલા તેના ચાર વર્ષના દીકરા અવધેશકુમાર તેમજ તેના પતી બદુભાઈ ની સાથે કામકાજ કરતી હતી, તેઓ જ્યારે મહેનત મજૂરી કામકાજ કરવામાં વ્યસ્ત હતા. ત્યારે અચાનક જ તેમનો ચાર વર્ષનો દીકરો અવધેશકુમાર મકાનના પહેલા માળેથી નીચે પટકાયો હતો..

અને નીચે પટકાતાની સાથે જ માથું ફાટી ગયું અને તેનું ઘટના સ્થળે મૃત્યુ થઈ ગયું હતું, તેને બસમાં લઈને આ નાનકડા દીકરાને નજીકની હોસ્પિટલમાં પણ પહોંચાડવામાં આવ્યો, પરંતુ ત્યાં ડોક્ટરે પણ જણાવી દીધું કે હવે દીકરાને બચાવો ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે તેની શ્વાસ પણ બંધ થઈ ગયા છે..

અને તેના માથામાંથી વધારે માત્રામાં લોહી નીકળી જવાને કારણે આ દીકરો મૃત્યુ પામ્યો છે. અવધેશકુમારની માતા ખુશ્બુ અને તેના પિતા બંદુભાઇ મકાનના નીચેના માળે કામકાજ કરી રહ્યા હતા. જ્યારે રમતા રમતા તેનો ચાર વર્ષનો દીકરો મકાનના ઉપરના માળા ચાલ્યો ગયો અને ત્યાંથી બારીમાંથી નીચે પટકાતા જ તે મૃત્યુ પામ્યો હતો..

જ્યારે કોઈ વ્યક્તિનો નીચે પટકાવવાનો અવાજ આવ્યો ત્યારે તાત્કાલિક ધોરણે ખુશબુ ત્યાં હાજર થઈ ગઈ હતી અને જોયું તો અહીં પોતાનો જ બાળક નીચે પટકાઈ ગયો હતો, આ સમાચાર સાંભળતાની સાથે જ આસપાસના વિસ્તારમાં કામ કરતા દરેક મજૂરો ત્યાં હાજર થઈ ગયા અને ખૂબ જ મોટી માત્રામાં ભીડ એકઠી થઈ ગઈ હતી..

સૌ કોઈ લોકોમાં ભારે માત્રામાં રોકકકલ પણ સર્જાઈ ગયો હતો, આ મજૂરી કરીને જીવન ગુજરાન ચલાવતો પરિવાર ખૂબ જ ગરીબ ઘરનો છે. તેઓ રોજ જેટલા રૂપિયાની મજૂરી કરે છે, તેમાંથી તેમના પરિવારનું જીવન ચાલતું હતું. બિચારા પરિવારનો એકનો એક દીકરો મૃત્યુ પામી જતા માતા અને પિતા બંને દુઃખની આ ઘટનાને સહન કરી શકયા નહીં..

અને તેઓની પણ તબિયત બગડવા લાગી હતી અને મજૂરો અવધેશકુમારના માતા-પિતાને તાત્કાલિક ધોરણે હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતા અને ત્યાં હાલ તેઓ સારવાર લઈ રહ્યા છે, આ ઘટનાને લઈને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે આવી અને અકસ્માતના મૃત્યુનો બનાવ નોંધીને આગળની કાર્યવાહીઓ ચલાવી રહી છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *