માં-બાપે દિવસ રાત મજુરી કરીને ભણાવેલા દીકરાએ લગ્ન થતા જ પત્નીના ઈશારે માં-બાપને કાઢી મુક્યા, અને બીજે જ દિવસે ભગવાને કર્યો એવો ચમત્કાર કે જાણીને તમારું મોઢું ફાટી જશે..!

માતા પિતા તેમના દીકરા કે દીકરીને ભણાવી ગણાવીને સંસ્કાર આપી મોટા કરે છે, અને ત્યારબાદ તેમને એવી આશા હોય છે કે, તેમના ઘડપણની અંદર તેમના દીકરા કે દીકરી તેમની સાચવણી કરે અને સારો આશરો આપે. પરંતુ હવેના સમયમાં તો પેટે પાટા બાંધીને ઉછેરેલા દીકરા કે દીકરી પણ આગળ જતા આપણું કહ્યું માને અને આપણને સારી રીતે સાચવે તેવી આશા રાખવી પણ ખૂબ ગેર વ્યાજબી સાબિત થઈ જતી હોય છે..

અત્યારે જ એક એવી હચમચાવી દેતી ઘટના બની જવા પામી છે. વંદના સોસાયટીમાં રહેતા લખનસિંહભાઈ તેમની પત્ની ગીતાદેવી સાથે રહે છે. આ બંને પતિ પત્નીએ તેના એકના એક અને લાડકા દીકરા પ્રિતેશસિંહને પેટે પાટા બાંધીને ઉછેર્યો હતો. પરિવારની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાને કારણે દિવસ રાત મજૂરી કામ કરીને તેઓએ તેમના દીકરાને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું હતું..

અને હવે તેના લગ્ન પણ કરાવી દીધા. ત્યારબાદ તેના માતા પિતાને એવી આશા હતી કે, તેમનો દીકરો પ્રિતેશ તેમની ખૂબ જ સાચવણી કરશે અને ઘડપણની અંદર ક્યારેય પણ દુઃખ આવા નહીં દે, પરંતુ લગ્ન થયા બાદ ઘરમાં આવેલી નવી પત્ની ના ઇશારે પ્રીતેશે તેના સગા માતા પિતાને ઘરમાંથી કાઢી મૂક્યા હતા..

પ્રિતેશની પત્ની ડિમ્પલ પ્રિતેશને કહેવા લાગતી કે, જો તમારા માતા-પિતા ઘરની અંદર રહેશે તો હું આ ઘરની અંદર રહેવા ઈચ્છતી નથી. તમારી પાસે બે વિકલ્પ છે અથવા તો તમારા માતા-પિતા ઘરની અંદર રહેશે અથવા તો હું રહીશ. મારો સ્વભાવ ફેશન અને મોજશોખ વાળો છે. જે તમારા માતા-પિતાને ક્યારેય પણ પસંદ આવશે નહીં..

એટલા માટે હું તમારા માતા-પિતાથી જુદી રહેવા માંગુ છું અને પત્નીના આ હિસાબે પ્રીતેશે તેના માતા-પિતાને ઘરની બહાર કાઢી મૂક્યા હતા અને જણાવ્યું કે, તમે તમારી રીતે કોઈ સારું ઘર શોધી લેજો. પોતાના જ દીકરાના મોઢેથી આ શબ્દો સાંભળીને લખનસિંહ અને ગીતાદેવીનું કાળજુ ધમધમી ઉઠ્યું હતું કે, તેઓએ જે દીકરાને જન્મ આપ્યો છે અને પેટે પાટા બાંધીને કાળી મજૂરી કરી તેનો ઉછેર કર્યો છે..

તે જ દીકરો આજે તેમને ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી રહ્યો છે. પરંતુ કહેવાય છે કે, જે વ્યક્તિ ખૂબ મોટી ભૂલ કરતો હોય અને એ ભૂલનું પ્રાયશ્ચિત તેને નજીકના સમયની અંદર જ ભગવાન દેખાડી દે છે. પ્રીતેશે તેના માતા-પિતાને ઘરની બહાર તો કાઢી મૂક્યા પરંતુ બીજા જે દિવસે ભગવાને એવો ચમત્કાર કરી નાખ્યો કે, તે જાણીને પ્રિતેશનું મોઢું ફાટી ગયું હતું..

તો તેની પત્ની પણ રોજ ગુમાવી બેઠી હતી. પ્રિતેશ ભણી ગણીને ખૂબ જ સારી નોકરી પ્રાપ્ત કરી લીધી હતી. તે એક મહિનાના અંદાજે ચારથી પાંચ લાખ રૂપિયા નોકરી અને અન્ય બિઝનેસમાંથી કમાતો હતો અને આ પૈસાના પાવરથી જ તે હવે તેના માતા પિતાના કહ્યામાં રહ્યો હતો નહીં. અને તેમને ઘરની બહાર કાઢી મૂક્યા હતા..

પરંતુ તેણે જ્યારે તેના માતા પિતાને ઘરની બહાર કાઢી મૂક્યા એના બીજા જ દિવસે તેને કંપનીમાંથી એક પત્ર આવ્યો હતો અને જેમાં લખ્યું હતું કે, તમારા કરતાં પણ સારા ટેલેન્ટેડ વ્યક્તિ કંપનીની અંદર આવી જતા હવે તમને નોકરી પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ પત્ર વાંચતા જ તે રડવા લાગ્યો હતો અને તેના અન્ય મિત્રોને જણાવ્યું કે, તેની નોકરી છૂટી ગઈ છે..

અને હવે તે શું કરશે તેની કોઈપણ જાણકારી નથી. ત્યારે તેના મિત્રોએ કહ્યું કે, આ સમસ્યાનો ઉકેલ જરૂર તારા માતા-પિતા પાસે હશે. પરંતુ તેના માતા પિતાને તો તેણે ઘરમાંથી કાઢી મૂક્યા હોવાથી હવે તેમની પાસે જવામાં તેને શરમ અનુભવાય રહી હતી. આ ચમત્કાર થતાં જ તેને ભાન થઈ ગયું હતું કે તેને જે પગલું ભર્યું છે તે ખૂબ જ ખોટું છે..

તેમજ તેની પત્ની પણ હવે બધું જ સમજી ચૂકી હતી અને રાજી ખુશીથી તેના સાસુ અને સસરા સાથે રહેવા લાગી હતી. હકીકતમાં જીવનમાં ક્યારેય પણ દુખ આવી પહોચે ત્યારે સૌ પ્રથમ માતા-પિતા જ સાથ સહકાર આપે છે અને જીવનમાં આગળ વધવાનું મોટીવેશન પૂરું પાડે છે. જીવનમાં ક્યારેય માં-બાપને ભૂલવા જોઈએ નહી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment