Breaking News

સરકાર કરશે ફરી લોકડાઉન ? સુરતમાં કેસ વધતા આરોગ્ય સચિવ દોડી આવ્યા, હાઇકોર્ટે કે લોકડાઉન કરવા આદેશ આપ્યો સરકારને…જાણો સમગ્ર મામલો..

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. રાજ્યનો કોરોના રિકવરી રેટ પણ ઘટીને 93.81 ટકાએ પહોંચ્યો છે. વધતા સંક્રમણથી અલર્ટ થયેલાં તાપી, વલસાડ, કડી, જામનગર, આણંદ-ખેડા, મોરબી, દાહોદનાં વિવિધ બજારો ધરાવતાં નગરો અને ગામડાંએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.

તો બીજી બાજુ, શહેરોમાં પણ રાત્રિ કર્ફ્યૂને કારણે વેપાર-ધંધા પર અસર પડતી હોવાથી વેપારી એસોસિયેશન માને છે કે કોરોના કાબૂમાં લેવા હવે સરકારે વીકેન્ડ લોકડાઉન લાદવું જોઈએ, જેથી ઝડપથી કાબૂ આવી શકે, સાથે જ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી લોકલ સંક્રમણ અટકાવવા માટે આંશિક લોકડાઉન કરવામાં આવે એવી અપીલ કરી છે. ત્યારે ગુજરાત સરકારે પણ આ બાબતે ગંભીરતાથી વિચારણા શરૂ કરી દીધી છે અને આગામી બે દિવસમાં ગુજરાતમાં વીકએન્ડ લોકડાઉન લાદવામાં આવે એવી શક્યતાઓ જણાઈ રહી છે.

PMની પણ મિની લોકડાઉન અંગેની વિચારણા : ગુજરાતમાં કોરોનાકાળમાં એક તરફ નાઈટ કર્ફયૂ સહિતની સ્થિતિ સામે વેપારી વર્ગ અકળાઈ રહ્યો છે. એ સમયે અનેક શહેરોમાં સ્વયંભૂ લોકડાઉન જેવી સ્થિતિ બનવા લાગી છે. વાસ્તવમાં નાઈટ કર્ફયૂને કારણે રાજ્યમાં વ્યાપાર-ઉદ્યોગને મોટો ફટકો પડી રહ્યો છે, પરંતુ અનેક મેડિકલ સહિત એસો.

જે રીતે સ્વયંભૂ લોકડાઉનની વાતો કરી રહ્યાં છે એમાં સરકારનું આડકતરું દબાણ પણ હોવાનું માનવામાં આવે છે. અગાઉ જ ગુજરાત સરકારે લોકડાઉન નહીં આવે એવી જાહેરાત કરી છે અને એમાં પીછેહઠ કરી શકાતી નથી, પરંતુ આ રીતે લોકડાઉન જેવી સ્થિતિ બની શકે છે. ખુદ વડાપ્રધાને પણ મિની લોકડાઉન અંગે વિચારણા કરવા અધિકારીઓને જણાવ્યું છે; ત્યારે ગુજરાતમાં ધીમે ધીમે એવી સ્થિતિ બની શકે છે.

શહેરમાં શનિવાર-રવિવાર કર્ફયૂ રાખવો જોઈએ  : ગુજરાતમાં મોટા ભાગના એસોસિયેશનો માની રહ્યાં છે કે અગાઉ લોકડાઉનને કારણે વેપાર-ધંધા આર્થિક અને માનસિક રીતે પડી ભાંગ્યા હતા. હાલ કોરોનાની બીજી લહેરમાં સરકારે રાત્રિ કર્ફયૂના સમયમાં ફેરફાર કરેલો છે, જે વેપાર-ધંધા પર આર્થિક રીતે નુકસાન કરતા સાબિત થયા છે, ખાસ કરીને હોટલ-રેસ્ટોરાં ઉદ્યોગોને રાત્રિ કર્ફ્યૂને કારણે વિપરીત અસર પડી છે.

એમાં વિવિધ એસોસિયેશનના હોદ્દેદારોએ તો સરકાર સુધી રજૂઆત પણ કરી છે કે શહેરમાં પાંચ દિવસ છૂટ આપી શનિવાર-રવિવાર કર્ફયૂ રાખવો જોઈએ, એટલે કે શુક્રવારના રાત્રિના 11.00થી સોમવાર સવારના 6.00 સુધી કર્ફયૂ હોવો જોઈએ, જેથી કરીને પણ કોરોના હળવો બની શકે છે અને એની સાઇકલ તૂટી શકે.

16252 એક્ટિવ કેસ અને 167 વેન્ટિલેટર પર : રાજ્યમાં છેલ્લા 44 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતાં સાજા થનારની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યારસુધીમાં 3 લાખ 21 હજાર 598ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,581 થયો છે તેમજ અત્યારસુધીમાં 3 લાખ 765 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16252 એક્ટિવ કેસ છે, જેમાંથી 167 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 16,085 દર્દીની હાલત સ્થિર છે.

3 લાખ 280ને રસી આપવામાં આવી : ગઈકાલે રાજ્યમાં 3 લાખ 280ને રસી આપવામાં આવી છે. અત્યારસુધી 67 લાખ 62 હજાર 638 લોકોને પ્રથમ ડોઝ અને 8 લાખ 10 હજાર 126 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 72 લાખ 72 હજાર 764નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 60 વર્ષથી વધુ તેમજ 45થી 60 વર્ષની વયના કુલ 2 લાખ 73 હજાર 41 વ્યક્તિને પ્રથમ ડોઝ અને 257 હજાર 343ને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યારસુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

સરકારની વીકએન્ડ લોકડાઉન અંગેની વિચારણા : ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. રાજ્યનો કોરોના રિકવરી રેટ પણ ઘટીને 93.81 ટકાએ પહોંચ્યો છે. વધતા સંક્રમણથી અલર્ટ થયેલાં તાપી, વલસાડ, કડી, જામનગર, આણંદ-ખેડા, મોરબી, દાહોદનાં વિવિધ બજારો ધરાવતાં નગરો અને ગામડાંએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.

તો બીજી બાજુ, શહેરોમાં પણ રાત્રિ કર્ફ્યૂને કારણે વેપાર-ધંધા પર અસર પડતી હોવાથી વેપારી એસોસિયેશન માને છે કે કોરોના કાબૂમાં લેવા હવે સરકારે વીકેન્ડ લોકડાઉન લાદવું જોઈએ, જેથી ઝડપથી કાબૂ આવી શકે, સાથે જ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી લોકલ સંક્રમણ અટકાવવા માટે આંશિક લોકડાઉન કરવામાં આવે એવી અપીલ કરી છે. ત્યારે ગુજરાત સરકારે પણ આ બાબતે ગંભીરતાથી વિચારણા શરૂ કરી દીધી છે અને આગામી બે દિવસમાં ગુજરાતમાં વીકએન્ડ લોકડાઉન લાદવામાં આવે એવી શક્યતાઓ જણાઈ રહી છે.

લૉકડાઉન અંગે IMAનો વડાપ્રધાનને પત્ર : ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને વડાપ્રધાન મોદીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે હાલમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે વેક્સિન જ એકમાત્ર ઉપાય છે. પત્રમાં એસોસિયેશને પત્ર દ્વારા સરકારને જણાવ્યું છે કે રાજ્યમાં દરેક જગ્યાએ વેક્સિન સેન્ટર ઊભાં કરીને વોક ઈન વેક્સિનની વ્યવસ્થા કરવામાં આવે. પ્રાઈવેટ હોસ્પિટલ, ક્લિનિક, મોટી હોસ્પિટલ અને તમામ ડૉક્ટર્સને વેક્સિન આપવાની મંજરી આપવામાં આવે. રાજ્યમાં વેક્સિનેશનને યોગ્ય બનાવવા માટે દરેક જિલ્લામાં કોવિડ ટાસ્કફોર્સની રચના કરવામાં આવે, જેથી વેક્સિન યોગ્ય રીતે થઈ શકે.

PMની પણ મિની લોકડાઉન અંગેની વિચારણા : ગુજરાતમાં કોરોનાકાળમાં એક તરફ નાઈટ કર્ફયૂ સહિતની સ્થિતિ સામે વેપારી વર્ગ અકળાઈ રહ્યો છે. એ સમયે અનેક શહેરોમાં સ્વયંભૂ લોકડાઉન જેવી સ્થિતિ બનવા લાગી છે. વાસ્તવમાં નાઈટ કર્ફયૂને કારણે રાજ્યમાં વ્યાપાર-ઉદ્યોગને મોટો ફટકો પડી રહ્યો છે, પરંતુ અનેક મેડિકલ સહિત એસો.જે રીતે સ્વયંભૂ લોકડાઉનની વાતો કરી રહ્યા છે, એમાં સરકારનું આડકતરું દબાણ પણ હોવાનું માનવામાં આવે છે. અગાઉ જ ગુજરાત સરકારે લોકડાઉન નહીં આવે એવી જાહેરાત કરી છે અને એમાં પીછેહઠ કરી શકાતી નથી, પરંતુ આ રીતે લોકડાઉન જેવી સ્થિતિ બની શકે છે. ખુદ વડાપ્રધાને પણ મિની લોકડાઉન અંગે વિચારણા કરવા અધિકારીઓને જણાવ્યું છે; ત્યારે ગુજરાતમાં ધીમે ધીમે એવી સ્થિતિ બની શકે છે.

શહેરમાં શનિવાર-રવિવાર કર્ફયૂ રાખવો જોઈએ : ગુજરાતમાં મોટા ભાગનાં એસોસિયેશનો માની રહ્યાં છે કે અગાઉ લોકડાઉનને કારણે વેપાર-ધંધા આર્થિક અને માનસિક રીતે પડી ભાંગ્યા હતા. હાલ કોરોનાની બીજી લહેરમાં સરકારે રાત્રિ કર્ફયૂના સમયમાં ફેરફાર કરેલો છે, જે વેપાર-ધંધા પર આર્થિક રીતે નુકસાન કરતા સાબિત થયા છે, ખાસ કરીને હોટલ-રેસ્ટોરાં ઉદ્યોગોને રાત્રિ કર્ફ્યૂને કારણે વિપરીત અસર પડી છે.

એમાં વિવિધ એસોસિયેશનના હોદ્દેદારોએ તો સરકાર સુધી રજૂઆત પણ કરી છે કે શહેરમાં પાંચ દિવસ છૂટ આપી શનિવાર-રવિવાર કર્ફયૂ રાખવો જોઈએ, એટલે કે શુક્રવારના રાત્રિના 11.00થી સોમવાર સવારના 6.00 સુધી કર્ફયૂ હોવો જોઈએ, જેથી કરીને પણ કોરોના હળવો બની શકે છે અને એની સાઇકલ તૂટી શકે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) : તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

About Gujarat Posts Team

Check Also

હીરા ઉદ્યોગમાં મંદીથી મુશ્કેલીમાં મુકાયેલા પરિવારે એકસાથે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લેતા ચકચાર મચ્યો, પરિવારના 3 વ્યક્તિઓનું કરુણ મોત..!

રોજબરોજની દોડાદોડી અને આર્થિક સંકડામણનો ભોગ બની ગયેલા એક પરિવારે સામુહીક આપઘાત કરીને જીવન ટૂંકાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *