Breaking News

લોનના પૈસા માફ કરાવા માતાએ તેના સગા દારૂડિયા દીકરાને મોતને ઘાટ ઉતારીને ફેંકી દીધો, માં-દીકરીએ ભેગા મળીને કર્યું એવું કે….

જેમ જેમ મશીનરીનો યુગ આવતો જાય છે, તેમ-તેમ લોકોનું એકબીજા વચ્ચે મનમેળ ઘટતો જતો હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે એક માતાની મમતા લજવાઈ જવા પામી છે. માતા હંમેશાં તેના બાળકોનું સારું ઈચ્છે છે, અને તેમને સફળતાના પગથીયા ચડતા જોવા માંગતા હોય છે. પરંતુ અત્યારે એક માતાએ તેના સગા દિકરાને મોતને ઘાટ ઉતારીને ફેંકી દીધો હતો..

જ્યારે આ ઘટના સામે આવી ત્યારે ત્યાં રહેલા સૌ કોઈ લોકોના માથામાં ધ્રુજારી ઊભી થઈ ગઈ હતી. આ ઘટના જયપુરની છે. અહીં સાંજના સમયે જ્યારે હાઇવે ઉપર પોલીસ પેટ્રોલિંગ કરતી હતી, ત્યારે દિલ્હી હાઇવે ઉપર રાજસ્થાની રિસોર્ટ પાસેથી એક યુવકની લાશ મળી આવી હતી. જ્યારે આ લાશની તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે, આ મૃતક વ્યક્તિનું નામ કમલેશ હોવાનું સામે આવ્યું છે..

કમલેશ ઇલેક્ટ્રિશિયન હતો અને થોડા સમય પહેલા જ તેને કરંટ લાગવાથી તે અગાસીમાંથી નીચે પડી ગયો હતો અને પેરાલીસીસ થઈ ગયું હોવાથી હવે તે ઘરે પથારી વર્ષ હતો. પરંતુ તેને દારૂ પીવાની ખૂબ જ ખરાબ કુટેવ પડી ગઈ હોવાથી તે અવારનવાર પરિવારજનોને હેરાન પરેશાન કરતો હતો..

તે છેલ્લા બે વર્ષથી પરિવારજનોને હેરાન ગતિ પહોંચાડતો હોવાથી તેની પત્ની એ પણ કંટાળીને આપઘાત કરી લીધું હતું અને ત્યારબાદ કમલેશ તેની માતા અને તેના ભાઈ બહેન અને દીકરા દીકરી સાથે રહેતો હતો. પરંતુ દારૂડિયા દીકરાની તમામ કરતુતોથી તેમની માતા ખૂબ જ કંટાળી ગઈ હતી..

તે અવારનવાર દારૂ પીઈને ઘરે આવ્યા બાદ તેની માતા અને બહેનને માર મારવા લાગતો અને તેની સાથે ગંદી હરકતો પણ કરી નાખી હતી. જ્યારે કમલેશની માતા આ બધી બાબતોથી કંટાળી ગઈ ત્યારે એક દિવસ તેને કમલેશ ને મોતને ઘાટ ઉતારી દેવાનો પ્લાન બનાવી નાખ્યો હતો. આ પહેલા તેણે તેના નવું ઘર ખરીદ્યું હતું અને એ ઘરની લોન કમલેશના નામે લીધી હતી..

આ સાથે સાથે તેણે એક વીમો પણ ઉતરવ્યો હતો. જો કમલેશને આવનારા થોડાક વર્ષો દરમિયાન કોઈ બનાવ બની જાય અથવા તો તેનું મૃત્યુ થઈ જાય તો તેના ઘર ઉપર લીધેલી લોનના તમામ પૈસા માફ થઈ જશે તેવું જણાવવામાં આવ્યું હતું. આ લોનના પૈસા ચૂકવવા પડે નહીં એટલા માટે સગી માતા એ જ તેના દારૂડિયા દીકરાને પતાવી દેવાની કરતુત ઘડી નાખી હતી..

અને આ ઘટનામાં તેમના ભાડુઆત વ્યક્તિએ પણ સાથ સહકાર આપ્યો હતો. આ ઘટનામાં કુલ છ લોકો મળેલા હતા. જેમાં મા દીકરીની સાથે સાથે અન્ય ચાર ભાડુઆતનો પણ સમાવેશ થાય છે. આ ભાડુઆતે કમલેશને ફાર્મ હાઉસ ઉપર દારૂની પાર્ટી કરવા માટે બોલાવ્યો હતો. જ્યારે કમલેશે ત્યાં પહોંચ્યો ત્યારે ભાડું આતે કમલેશને અતિશય દારૂ પીવડાવી દીધો હતો અને ત્યારબાદ કમલેશની માતા અને કમલેશ ની બહેન આ ફાર્મ હાઉસ ઉપર પહોંચી ગયા..

અને ત્યાં તેને ઓશીકાનો ડુચો આપીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ તેને હાઇવે ઉપર ફેંકી દેવામાં આવ્યો હતો. આટલી મોટી ઘટના ઘડિયા બાદ પણ કમલેશની માતાની કરતુતો ખુલ્લી પડી ગઈ હતી. આ ઘટનામાં કમલેશની માતા પ્રેમીલાદેવી, કમલેશના કાકા વિરેન્દ્રભાઈ તેમજ કમલેશનો પુત્ર સની, કમલેશની લાશને ફેંકવા માટે જનાર ડ્રાઇવર સુરેશ તેમજ લલિત અને મંગલ અને રાની એમ કુલ છ થી સાત સભ્યોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે..

શરૂઆતમાં તો આ ઘટનાની કોઈ પણ જાણકારી મળી હતી નહીં, પરંતુ જ્યારે તેમના ઘરમાંથી રાતોરાત ભાડુઆતે મકાન ખાલી કરીને ભાગી ગયા હતા. ત્યારે કમલેશની માતાની પણ પૂછપરછ બેસાડવામાં આવી હતી અને તે માથામાં ઘટનાનો પરદાફાશ થઈ ચૂક્યો હતો. આ ઘટના જ્યારે સૌ કોઈ લોકોની સામે આવી ત્યારે દરેક લોકો કહેવા લાગ્યા કે..

એક માતાએ તેના સગા દીકરા સાથે ક્યારે પણ આવું કરવું જોઈએ નહીં ભલે દીકરો ગમે તેટલો કાળી કરતુતો કરતો હોય અથવા તો ગમે તેવા આવળા રવાડે હોય પરંતુ ક્યારેય કોઈ માતા તેના દીકરાનો જીવ લઈ શકતી નથી. પરંતુ આ ઘટનામાં એક માતા તેના દીકરાને પતાવી દીધો હોવાની માહિતી સામે આવતા ચારેકોર ચકચાર ફેલાઈ ગયો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *