હાલ જુદી જુદી રીતે આપઘાત કરવાના કેસ ખૂબ જ વધી રહ્યા છે. દરરોજ કોઈને કોઈ રીતે ઘણા લોકો આપઘાત કરે છે. તેની પાછળ ઘરેલુ કંકાસ, રોજ-બરોજના નાના-મોટા ઝઘડા, ઉઘરાણી વાળાનું દબાણ, પ્રેમ સંબંધ તેમજ બદલાની ભાવના જોડાયેલી હોય છે. આજે સુરતમાં પણ એવો જ એક કિસ્સો બન્યો છે.
આ કિસ્સો બનતાની સાથે જ સુરતના કતારગામમાં ચકચાર મચી જવા પામ્યો છે. સુરતમાં રત્ન કલાકાર નું કામ કરતા મેહુલ દેવરાજભાઈ દેવગણીયા ઝેરી દવા પીને આપઘાત કરી લેતા પરિવાર પર આફતના વાદળો ઘેરાઈ આવ્યા છે. પરિવારે જણાવ્યું છે કે બેંકના કર્મચારીઓ છેલ્લા દસ દિવસથી મેહુલ પાસે ઉઘરાણી કરતા હતા…
મેહુલ આર્થિક તંગીમાં સપડાયેલો હતો. જેના કારણે તે બેંકના હપ્તાના પૈસા ચૂકવી શકે ન હતો. પરંતુ બેંક વાળા નું પ્રેશર દિવસે દિવસે વધતું જતું હતું. જયારે વ્યક્તિ લોન અને વ્યાજની જાળમાં ફસાઈ જાય છે પછી તેમાંથી બહાર નીકળવા માટે ખુબ વધારે સમય અને મેહનત ચાલી જાય છે..
તે આ પૈસા ચૂકવી શકે એમ ન હતો જેના પગલે તેને અંતે આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે. પરિવારમાં માતા-પિતા તેમજ નાનો ભાઈ અને તેની પત્ની હતી. મેહુલના લગ્ન એક વર્ષ પહેલાં જ થયા હતા. મેહુલે લગ્નની એનિવર્સરી ના ચોથા જ દિવસે ઝેરના ઘુંટડા પીઈને આપઘાત કરી લીધો છે..
મેહુલ રત્નકલાકારનું કામ કરતો હતો. અને પરિવારનું ભરણપોષણ પણ એ જ સંભાળતો હતો. પરિવારે ભરણ-પોષણ કરનાર દીકરાને ગુમાવી દેતા ખુબ જ આઘાતમાં મુકાયા છે. મેહુલ તેના મિત્ર સાથે જાગીરપુરા વિસ્તારમાં આવેલા ક્નાદ પાટીયા પાસે આવેલી નહેર પાસે ગયો હતો…
જ્યાં તેના મિત્રોને કોઈને કોઈ કારણોસર નજર ચૂકવી દીધી હતી. અને તેણે ઝેર પી લીધું હતું. મેહુલના મિત્રને ઝેરની વાસ આવતા તેણે પૂછતાજ કરી તો મેહુલ જણાવ્યું કે મેં ઝેર પી લીધું છે. મારા પરિવારને સાંભળી લેજે. મારાથી હવે પૈસા ચૂકવી શકાય તેમ નથી.. આ સાંભળીને મિત્ર મૂંઝવણમાં મુકાઇ ગયો હતો.
એ સમયે શું કરવું તે સમજ નોહતી પડતી. મિત્રએ જલ્દી જ તેણે નજીકની હોસ્પિટલ લઇ ગયો હતો. પરતું ત્યાં સારવાર દરમિયાન મેહ્લું મોતને ભેટ્યો હતો. આ સમચાર જયારે તેના પરિવારને મળ્યા ત્યારે તે ખુબ જ ભાંગી પડ્યો હતો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]