લીકવીડ વેચવાના બહાને બપોરના સમયે ભણેલ-ગણેલ યુવક એકલી મહિલાના ઘરમાં ઘુસી ગયો, અને પછી કર્યું એવું કામ કે જાણીને કાળજા ફાટીને છોતરા ઉડી જશે..!

અત્યારે એવી ઘણી બધી કંપનીઓ છે કે, જે પોતાની પ્રોડક્ટ લોકો સુધી ઘર ઘર માર્કેટિંગ કરવા માટે લોકોને મોકલે છે. ભણેલ ગણેલ વ્યક્તિઓને આ ચીજ વસ્તુઓનું વેચાણ કરવા માટે તેઓ જુદી જુદી જગ્યા ઉપર હરી ફરીને મહિલાઓને આ ચીજ વસ્તુ ખરીદવા માટે પોતાની વાતોમાં ઉતારી લેતા હોય છે..

બપોરના સમયે આવા ઘણા બધા સેલ્સમેન ઘરે ઘરે જઈને આ ચીજ વસ્તુને ખરીદવા માટે સારી સારી વાતો કરે છે અને ભોળા લોકોને ફસાવી પણ લેતા હોય છે. અત્યારે લિક્વિડ વેચવાના બહાને બપોરના સમયે એક એપાર્ટમેન્ટમાં ભણેલ ગણેલ એક યુવક ઘુસી ગયો હતો. અને તેણે એક મહિલાને ઘરમાં એકલી જોઈને તેના ઘરમાં ઘૂસી ગયો..

ત્યારબાદ તેણે એવા કારનામા કર્યા છે કે, તેને જાણીને સૌ કોઈ લોકોના કાળજા ફાટી ગયા છે. તો આ ઘટના જાણ્યા બાદ દરેક લોકોએ ચેતી જવું જોઈએ. અને આ ઘટનાને બને તેટલી વધુમાં વધુ શે.ર કરવી જોઈએ કારણકે, આજે આ ઘટના એક મહિલા સાથે બની છે. તો આવતીકાલે અન્ય મહિલાઓ સાથે પણ કદાચ આવી ઘટના ન બને એટલા માટે સૌ કોઈ લોકોને જાગૃત કરવા જોઈએ..

આ મામલો કરિશ્મા એપાર્ટમેન્ટનો છે. આ એપાર્ટમેન્ટના ચોથા માળે તૃપ્તિબેન નામની મહિલા તેના પતિ શૈલેષભાઈ સાથે રહે છે. બપોરના સમયે આસપાસ તેમના ઘરે એક સેલ્સમેને ડોરબેલ વગાડ્યો હતો. તેઓએ જ્યારે દરવાજો ખોલ્યું ત્યારે સેલ્સમેને પાણી માંગ્યું હતું અને કહ્યું કે, હું એક ચીજ વસ્તુઓની જાણકારી આપવા માટે આવ્યો છું..

અને મને ખૂબ જ વધારે તરસ લાગી છે. એટલા માટે મને એક ગ્લાસ પાણી મળશે..? ત્યારે તૃપ્તિબેન નામની મહિલાએ જણાવ્યું કે, હા હું હમણાં જ તમારા માટે પાણી ભરીને આવું છું. તૃપ્તિબેન પોતાના રસોડામાં પાણીનો ગ્લાસ ભરવા માટે ગયા ત્યાં તો આ યુવક તેમના ઘરની અંદર ઘૂસી ગયો હતો..

જ્યારે તૃપ્તિબેન પાણીનો ગ્લાસ ભરીને પરત આવ્યા અને જોયું તો આ વ્યક્તિ તેના ઘરમાં ઘૂસી ગયો હતો અને કહેવા લાગ્યો કે, હું એક લિક્વિડ વેચવા માટે આવ્યો છું. આ લિક્વિડ તમે એક વખત વાપરી જુઓ અને જો આ લિક્વિડ થી તમને કોઈ પણ પ્રકારનો ફાયદો ન થાય તો તમે પૈસા ન આપતા અને જો આ લીક્વીડનો ફાયદો થાય તો હું એક મહિના પછી આ લિક્વિડ ના પૈસા લેવા માટે પરત આવીશ..

ત્યારે તમે મને પૈસા આપી દેજો. મહિલા જણાવ્યું કે, હું કોઈપણ પ્રકારની લિક્વિડ ખરીદવા માંગતી નથી. તમે મહેરબાની કરીને મારા ઘરની બહાર નીકળી જાઓ, આ યુવક સમજી ગયો કે તૃપ્તિબેન તેમના ઘરમાં એકલા જ છે. એટલા માટે તેણે પોતાનો થેલો ઉતારીને અંદરથી એક સ્પ્રે કાઢ્યો હતો..

અને આ સ્પ્રેને તૃપ્તિબેનની આંખમાં છાંટી દીધો હતો. જ્યારે તૃપ્તિબેનની આંખમાં ગયો ત્યારે તેને ખૂબ જ બળતરા થવા લાગી હતી અને તેઓ ત્યાં નીચે બેસી ગયા હતા. કારણ કે, તેમને કશું દેખાયું નહીં અને આ મકાનો ફાયદો ઉઠાવીને લિક્વિડ વેચવાના બહાને ઘરમાં ઘૂસી ગયેલા આ સેલ્સમેને તેમના ઘરમાં રહેલા તમામ કિંમતી દાગીના અને રોકડ રૂપિયા પણ લૂંટી લીધા હતા.

તૃપ્તિબેન અન્ય કોઈ વ્યક્તિને મદદ માટે બોલાવે એ પહેલા તો આ યુવક તેમના ઘરમાંથી ચોરી કરીને ભાગવા પણ લાગ્યો હતો. આ તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જ્યારે આ ઘટના બની ત્યારે બપોરનો સમય હોવાથી ત્યાં કોઈપણ વ્યક્તિ હાજર હતું નહીં. જ્યારે તેમની આંખ ઉઘડી અને દેખાવાનું શરૂ થયું..

ત્યારે તેઓએ તાત્કાલિક તેમના પતિને સૌપ્રથમ ફોન કરીને જાણકારી આપી હતી કે, તેમના ઘરે એક સેલ્સમેન ઘૂસી ગયો હતો. અને જે ચોરી કરીને ભાગી ગયો છે. તો પોલીસ સ્ટેશનને જઈને આ ચોર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ફરિયાદ નોંધી છે અને અત્યારે સીસીટીવી કેમેરાની મદદથી આ ચોર લૂંટારો કોણ છે..

અને કયા વિસ્તારમાંથી આવી રહ્યો હતો તેની માહિતી મેળવાઈ રહી છે. આ અગાઉ પણ વોશિંગ પાવડર વેચવાના બહાને આવેલા બે સેલ્સમેનો એક મહિલાને ઘરમાં એકલી જોઈને તેના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેઓએ પહેરેલો કીમતી સોનાનો ચેન આંચકીને જતા રહ્યા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment