મોંઘવારીએ તમામ હદોને પાર કરી દીધી છે. આ મોંઘવારીમાં સામાન્ય માણસ માટે જેવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. કારણકે પેટ્રોલ ડીઝલ અને સીએનજી ગેસની સાથે સાથે ખાદ્યતેલના ભાવમાં પણ ખૂબ જ વધારો નોંધાઈ રહ્યો છે. આ તમામ બાબતોની અસર ગૃહિણીઓના રસોડામાં પર પડેલી છે.
કારણકે પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાને કારણે શાકભાજીના ભાવમાં પણ ખુબ ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત ઊનાળાની સિઝન શરૂ થતાની સાથે જ શાકભાજીના આવકમાં ઘટાડો થાય છે. જેના કારણે ભાવ આપોઆપ વધી જતા હોય છે. પરંતુ આ વર્ષે પેટ્રોલ-ડીઝલના ભાવ પણ ખૂબ વધી ગયા છે…
જેના પગલે શાકભાજીના ભાવ હવે માઝા મૂકી છે. છેલ્લા ઘણા દિવસથી લીંબુના ભાવ ખૂબ જ ચર્ચામાં રહ્યા છે. કારણ કે લીંબુ ની આવક ઘટી ગઈ છે એટલા માટે લીંબુ અને બહારના રાજયોમાંથી મંગાવવા પડે છે. જેનો ટ્રાન્સપોર્ટ ખૂબ જ વધી જવાને કારણે લીંબુના ભાવ 400 રૂપિયા ને પાર પહોંચી ગયા હતા..
હવે એક લીંબુના ભાવ 150 રૂપિયા કિલો આસપાસ છૂટક બજારમાં વેચાઇ રહ્યા છે. એટલા મોંઘા લીંબુને રસોઈમાં વાપરવાને બદલે ખટાશ લાવવા માટે ગૃહિણીઓ ટામેટાંનો ઉપયોગ કરતી હતી. પરંતુ ટમેટા નહીં આવક પણ ધીમે ધીમે ઘટવા લાગે છે. જે એટલા માટે ટમેટાને બેંગ્લોર અને નાસિકથી લાવવા પડે છે..
જેનો ટ્રાન્સપોર્ટ પર ખૂબ જ વધી ગયો છે. એટલા માટે મધ્ય ગુજરાતના આણંદ, નડિયાદ, અમદાવાદ, પંચમહાલ, વડોદરામાં છૂટક બજારમાં ટામેટા ૮૦થી ૧૦૦ રૂપિયા કિલો પહોંચી ગયા છે. જે આવનારા થોડા સમયની અંદર 150 રૂપિયા કિલો આસપાસ પહોંચી જશે કદાચ આ ભાવ લીંબુના ભાવ ની જેમ દિન-પ્રતિદિન વધવા લાગે તેવું પણ બની શકે છે..
ઉનાળો શરૂ થયો એ બાદ ટામેટાની ઉતારો એકદમ નહીવત દેખાયો છે. ટામેટાનું મોટાભાગનું ઉત્પાદન મધ્ય ગુજરાતના આણંદ, નડિયાદ અને ખેડામાં થાય છે. આ ઉપરાંત ટામેટાના ભાવ વધી જતાં ખાણીપીણીની લારીઓ અને રેસ્ટોરન્ટમાં પણ ખૂબ મોટી અસર દેખાઈ રહી છે..
લીંબુના ભાવ જ્યારે વધારે હતા ત્યારે ખાણીપીણીની લારીઓમાં તેમજ રેસ્ટોરેન્ટમાં લીંબુની ખટાશ લાવવા માટે ટામેટાંની ગ્રેવી નો ઉપયોગ કરવામાં આવતો હતો. છેલ્લા બે દિવસથી ટામેટાના ભાવ ખૂબ જ વધી રહ્યા છે. અને હવે તો તે 100 રૂપિયા આસપાસ પહોંચી ગયા છે. એટલા માટે ખાણીપીણી અને ધંધા સાથે જોડાયેલા લોકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે..
હોલસેલ ભાવની વાત કરીએ તો ટામેટા 1200 રૂપિયા ના મણ મોટી શાકમાર્કેટમાં વિચારી રહ્યા છે. જ્યારે છૂટક બજારમાં ૮૦ થી ૧૦૦ રૂપિયા કિલોએ વેચાઈ રહ્યા છે. ટામેટાના ભાવ આવનારા થોડા સમયથી અંદર લીંબુના ભાવનો રેકોર્ડ પણ તોડી નાખશે. એવી મોટા મોટા વેપારીઓએ શક્યતા દર્શાવી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]