લેશન ન લાવતા ખાનગી શાળાના શિક્ષકે 6 વર્ષના વિદ્યાર્થીને ઢોર માર મારીને ઊંચકી શાળાની બહાર બેભાન હાલતમાં ફેંકી દીધો, મોત થયા મચી ગયો હડકંપ..!

નાના બાળકો સૌ કોઈના પ્રિય હોય છે. તેઓ પોતાની માસુમિયાતમાં નાટક કરીને સૌ કોઈના દિલ જીતી લે છે. બાળકો સાથે ગંભીર દુર્ઘટના બની જતા દરેક લોકો ચિંતામાં મુકાઈ જાય છે. બાળક પર અત્યાચાર કરતા લોકો ખૂબ જ નિર્દય હોય છે અને તેઓમાં લાગણી નામની વસ્તુ રહી હોતી નથી ત્યારે જ તેઓ માસુમ બાળકો સાથે અત્યાચાર કરી રહ્યા હોય છે.

બાળકો ભગવાનનું રૂપ હોય છે જેના કારણે તેની સાથે દૂર વ્યવહાર કરવો ખૂબ જ ખોટી વાત છે, આવી જ એક બાળક સાથે મોટી દુર્ઘટના બની હતી. બાળકના પરિવારના લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ ઘટના બિહારમાં રહેતા પરિવારએ પોતાના બાળકને શાળાની હોસ્ટેલમાં ભણવા માટે મોકલ્યો હતો.

બાળકની ઉંમર 6 વર્ષની હતી અને તે 3 ધોરણમાં અભ્યાસ કરતો હતો. તેને લીટર લીડ્સ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરવા માટે પરિવારના સભ્યોએ મોકલ્યો હતો. આ સ્કૂલ ઘરથી ત્રણ કિલોમીટર દૂર હતી. બાળકનું ઘર વંજીરગંજ-ફતેપુર રોડ પર બાધી બીઘા ગામ પાસે આવેલું હતું. બાળકના દાદા રામ બાલક પ્રસાદ તેમના પૌત્રને ખૂબ જ વહાલ કરતા હતા.

તેમનો પૌત્ર તેમના માટે જીવ સમાન હતો. બાળકનું નામ વિવેક હતું. વિવેક શાળાએ ખુશી ખુશીથી ભણવા માટે જતો હતો. ભણવામાં પણ હોશિયાર હતો. શાળાની હોસ્ટેલમાં જ રહેતો હતો પરંતુ તેની સાથે એ ખૂબ જ જીવલેણ ઘટના બની ગઈ હતી. જે જોઈને શાળાના વિદ્યાર્થીઓના દરેક વાલીઓ આઘાતમાં આવી ગયા હતા.

શાળાની આ જ હોસ્ટેલમાં તેની સાથે દૂર વ્યવહાર થયો હતો. વિવેક પોતાના માતા પિતાને અવારનવાર તેના શિક્ષક માર મારવાની ફરિયાદ કરતો હતો. જેના કારણે તેના માતા પિતાએ શાળાના પ્રિન્સિપાલને આ ઘટનાની જાણ કરી હતી. ત્યારે પ્રિન્સિપાલે ખાતરી આપી હતી કે હવે આવું નહીં થાય પરંતુ એક દિવસ વિવેક શાળાએ પોતાનું હોમવર્ક ન કરીને ગયો.

તેણે હોમવર્ક કર્યું ન હતું. બાળકોને રમવામાં જીવ હોય છે જેને કારણે તેઓ શાળાએ ક્યારે હોમવર્ક કરીને જતાં ન હોય પરંતુ તેની સાથે આવો અત્યાચાર થશે તે કોઈ પણ વિચાર્યું નહીં હોય, વિવેકને શાળાએ હોમવર્ક ન કરી જવાને કારણે તેના શિક્ષકે તેના ખૂબ જ માર માર્યો હતો. તેના શિક્ષકનું નામ વિકાસ કુમાર સિંહ હતું. તેમણે વિવેકને ખૂબ જ માર માર્યો હતો.

તેના કપડા પણ ફાટી ગયા હતા છતાં પણ વિવેક પર જરાપણ તેને દયા આવી ન હતી અને તેણે ઢોરમારે વિવિકને માર માર્યો હતો ત્યારબાદ તેણે હોસ્ટેલની બહાર વિવેકને ફેંકી દીધો હતો જેના કારણે વિવેક બેભાન થઈ ગયો હતો, ત્યારબાદ શાળાની બહાર થોડાક કલાકો સુધી તે બેભાન અવસ્થામાં પડ્યો રહ્યો હતો, ત્યાંથી પસાર થતાં એક યુવકે વિવેકને રસ્તા પરથી ઉચક્યો હતો.

આ યુવકનું નામ વાલાબંટી રાજવંશી હતું. તેની વિવેકની રસ્તાની બાજુમાં પડેલો જોયો હતો અને તેને ઉપાડ્યો હતો. તરત જ હોસ્પિટલ લઈ ગયા હતા. પોલીસને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેને કારણે પોલીસે બાળકની તપાસ કરીને તેના પરિવારજનોને આ ઘટનાની જાણ કરી હતી. પરિવાર પણ શાળાએ પહોંચ્યું હતું અને તેમણે શાળાના શિક્ષક સામે ફરિયાદ નોંધાવી હતી.

ડોક્ટરે જણાવ્યું હતું કે વિવેકના શરીરનું ઉપરનો ભાગ સંપૂર્ણ રીતે સોજી ગયો હતો. નાકમાંથી લોહી નીકળી રહ્યું હતું અને મોઢું સોજી ગયું હતું. તેના શરીરે કપડા યુનિફોર્મ પણ ફાટી ગયેલો હતો. આંખ પણ સોજી ગઈ હતી. દીકરાને ખૂબ જ ઢોરમાર મારવામાં આવ્યો હતો. જેના કારણે માતા-પિતા ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા.

તેના દીકરા સાથે આવી ઘટના બની હોવાને કારણે તેને તરત જ પોલીસને શાળાના શિક્ષક વિકાસ કુમાર સામે ફરિયાદ નોંધાવી હતી અને તેના સામે કડક પગલાં લેવાની અપીલ કરી હતી. આજકાલ બાળકો સાથે આવી ઘટના ખૂબ જ બની રહી છે થોડા દિવસો પહેલા પણ એક બાળકે હોમવર્ક કર્યું ન હોવાને કારણે તેને આવી સજા આપવામાં આવી હતી. જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. આવી ઘટનાઓ અવારનવાર બનતી જોવા મળી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment