Breaking News

લેબોરેટરીમાં નોકરી કરતી યુવતી ચુંદડી વડે ફાંસો ખાઈ લેતા પરિવારજનો હિબકે ચડ્યા, વિદેશ રહેલા પિતા મૃત દીકરીનો ચેહરો પણ ન જોઈ શક્યા.. કરુણ આક્રંદ..!

નજીવા કારણોસર આજકાલ ઘણા લોકો આપઘાત જેવું મોટું પગલો ભરી લેતા હોય છે. સમાજમાં રોજ બરોજ એવા આપઘાતના ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં કેટલા કિસ્સામાં આપઘાતનું કોઈ ચોક્કસ કારણ સામે આવે છે. તો કેટલાક કિસ્સાઓમાં કારણ સામે આવતું નથી. અને કયા કારણોસર વ્યક્તિ આપઘાત કરી લીધો હશે..

તેની કોઈ જાણ પણ મળતી નથી. હાલ વલસાડના પારડી તાલુકાના ધગડમાગ ગામમાં રહેતી નિકિતાબેન દિલીપભાઈ પટેલ નામની માત્ર ૧૯ વર્ષની આ દીકરીએ આપઘાત કરી લીધો છે. ધગડમાગ ગામના નિશાળ ફળિયામાં દિલીપભાઈ પટેલનો પરિવાર રહે છે. દિલીપભાઈ પોતે ચાર મહિના પહેલા પોતાના પરિવારજનોના સારા અને ઉજવળ ભવિષ્ય અને ભરણપોષણ માટે વિદેશ નોકરી ધંધે ગયા હતા..

જ્યારે તેમની પત્ની અને તેનો ભાઈ તેમજ નિકિતા સહિતના વ્યક્તિઓ નિશાળ ફળિયામાં રહેતા હતા. દીકરી નિકિતા કે જેની ઉંમર 19 વર્ષની છે. તે ઉદવાડા વિસ્તારમાં એક લેબોરેટરી આવેલી છે. તેમાં નોકરી કરતી હતી. એક દિવસ અચાનક જ તેણે બપોરના સમયે ઘરની અંદર પોતાની ચુંદડી વડે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

લાંબા સમય સુધી નિકિતા પોતાના રૂમમાંથી બહારના નીકળતા પરિવારમાં વહેલો મચી ગયો હતો. અને નિકિતાનો રૂમ ખુલતા જ તે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આ પોતાની સાથે જ પરિવારજનોના ડોળા ફાટી ગયા હતા. જ્યારે તેમની પડોશમાં રહેતા ડોક્ટર મહેશભાઈ પટેલે પણ ત્યાં આવી પહોંચ્યા હતા. અને તે કોઈ નિકિતાને તપાસ કરી હતી..

પરંતુ તપાસ કરતાની સાથે જ તેઓએ 19 વર્ષની દીકરી નિકિતાને મૃત જાહેર કરી દેતા નિકીતાની માતા તેમજ તેના ભાઈનું કરુણ આક્રુન્દ જોવા મળ્યું હતું. આ ઉપરાંત તેની પાસેથી કોઈપણ અંતિમ ચિઠ્ઠી કે સુસાઈડ નોટ મળી નથી. એટલે કે તેણે આ વખત કયા કારણોસર કર્યો છે તેની કોઈ પણ જાણ હજુ સુધી મળી નથી..

તેના પિતા ચાર મહિના પહેલા જ વિદેશ ગયા હતા. તેઓ પોતાની દીકરીના અંતિમ દર્શન માટે પણ ઘરે પહોંચી શકે તેમ ન હતા. તેમજ પિતાને તેમની દીકરીનો અંતિમ ચહેરો જોવાનું પણ સુખ મળ્યું નથી. જેના કારણે તેમના પરિવાર કાર્ય દુઃખમાં માહોલમાં ચાલ્યો ગયો છે. પરિવાર જવાનું કેવું છે કે, નિકિતા ખૂબ જ ખુશ હતી. અને તે લેબોરેટરીમાં નોકરી કરતી હતી.

તેને ક્યારેય કોઈ બાબતને લઈને વ્યક્ત કર્યો નથી. તેમજ જે કોઈપણ બાબતથી દુઃખી હતી નહીં છતાં પણ તેણે આપઘાતનું આ પગલું ભરી લીધું છે. એટલા માટે પરિવારજનો ખૂબ જ દુઃખી થયા છે. અને કારણ જાણવા પરિવારજનો પણ મથામણ કરી રહ્યા છે. આ બનાવે ને પગલે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પોલીસને કહ્યું કે, કન્ટેનરમાં AC ભરેલા છે, પોલીસને શંકા જતા કન્ટેનર ખોલ્યું, 2 જ સેકન્ડમાં ખુલી ગઈ ખુબ મોટી પોલ..!

છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વિચિત્ર બનાવો પણ બનવા લાગ્યા છે. આ બનાવોને સાંભળ્યા બાદ …

Leave a Reply

Your email address will not be published.