Breaking News

કોરોના કરતા પણ વધુ ઘાતક વાયરસ “મંકી B વાઇરસ” જાણો એનાં લક્ષણો અને બચાવના તમામ ઉપાયો

ગ્લોબલ ટાઈમ્સના જણાવ્યા અનુસાર, ચીનના બીજિંગમાં મંકી B વાઈરસથી પ્રાણીઓના એક ડૉક્ટરના મૃત્યુનો પહેલો કેસ સામે જોવામાં આવ્યો છે. જોકે અત્યાર સુધીમાં ડૉક્ટરના સંપર્કમાં આવેલા લોકો અત્યારે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. 53 વર્ષીય પશુ ચિકિત્સક એક ઈન્સ્ટિટ્યૂટમાં નોન-હ્યુમન પ્રાઈમેટ્સ પર રિસર્ચ કરી રહ્યો હતો.

ડૉક્ટરે માર્ચ મહિનામાં બે મૃત વાંદરા પર રિસર્ચ કર્યું હતું. ત્યાર બાદ તેનામાં ઉબકા અને ઊલટીના શરૂઆતનાં લક્ષણો જોવા મળ્યાં હતાં. રિપોર્ટ અનુસાર, સંક્રમિત ડૉક્ટરને ઘણી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી, પરંતુ બાદમાં 27 મેના રોજ આ રિચર્ચ કરી રહેલા ડોક્ટરનું  મૃત્યુ થઈ ગયું.

કોરોનાના સંકટની વચ્ચે ચીનમાં એક બીજા વાઈરસથી મનુષ્યને ચેપ લાગ્યો અને તેનું મોત થયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વાંદરા દ્વારા ફેલાયેલા મંકી B વાઈરસના સંક્રમણની ઝપેટમાં આવવાથી પ્રાણીઓના એક ડૉક્ટરનું મોત નીપજ્યું છે. ચીનમાં આ વાઈરસથી મનુષ્યમાં સંક્રમણ ફેલાયું હોવાનો પહેલો કેસ છે. આ વાઈરસ કેટલો ઘાતક છે એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એનાથી સંક્રમિત લોકોનો મૃત્યુદર 70થી 80 ટકા છે.

સૌથી પહેલા જાણો શું છે મંકી B વાઈરસ?: ICMRના પૂર્વ કન્સલ્ટન્ટ ડૉક્ટર વીકે ભારદ્વાજ વિસ્તારમાં જણાવે છે કે હર્પિસ B વાઈરસ અથના મંકી વાઈરસ સામાન્ય રીતે વયસ્ક મેકાક વાંદરાથી ફેલાય વાયરસ  છે. એ સિવાય રિસસ મેકાક, ડુક્કરની પૂંછડીવાળા મેકાક અને સિનો  મોલગસ વાંદરા અથવા લાંબી પૂંછડીવાળા મેકાકથી પણ આ વાઈરસ ફેલાય છે.

ડૉક્ટર ભારદ્વાજ જણાવે છે, તે મનુષ્યમાં ભાગ્યે જ જોવા મળે છે, કેમ કે આ વાઈરસ અત્યારસુધી ભારતના વાંદરામાં નથી આવ્યો, પરંતુ જો કોઈ મનુષ્ય આ વાઈરસથી સંક્રમિત થઈ જાય છે તો તેને ન્યુરોલોજિકલ બીમારી અથવા મગજ સાથે સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે.

આ વાઈરસનાં લક્ષણ 1 મહિનાની અંદર જોવા મળે છે: ડૉક્ટર ભારદ્વાજ જણાવે છે, મનુષ્યમાં વાઈરસનાં લક્ષણ એક મહિનાની અંદર અથવા 3થી 7 દિવસમાં પણ જોવા મળે છે. એનાં લક્ષણ તમામ લોકોમાં સમાન નથી હોતાં.

આ રીતે વાંદરાથી મનુષ્યમાં વાઈરસ ફેલાઈ શકે છે: ડૉક્ટર ભારદ્વાજના જણાવ્યા પ્રમાણે, અત્યારે મનુષ્યમાં તેના સંક્રમણનું જોખમ ઘણું ઓછું છે, તેમ છતાં સંક્રમિત મેકાક વાંદરાઓના સંપર્કમાં આવવાથી આ વાઈરસ મનુષ્યમાં આવી શકે છે.

સમયસર ખબર પડવાથી સારવાર થઈ શકે છે: બોસ્ટન પબ્લિક હેલ્થ કમિશનના રિપોર્ટ અનુસાર, આ વાઈરસથી સંક્રમિત વ્યક્તિને સમયસર સારવાર ન મળે તો લગભગ 70 ટકા દર્દીઓનાં મૃત્યુ થઈ શકે છે. આવી સ્થિતિમાં જો તમને કોઈ વાંદરાએ બટકું ભર્યું હોય અથવા નખ માર્યા હોય તો થઈ શકે છે કે તે B વાઈરસનું કેરિયર હોય. આવી સ્થિતિમાં તરત પ્રાથમિક સારવાર શરૂ કરી દેવી જોઈએ. ઈજાવાળી જગ્યાને સાબુ અને પાણીથી સારી રીતે સાફ કરી લો. કમિશનના રિપોર્ટ અનુસાર, મંકી B વાઈરસની સારવાર માટે એન્ટી-વાઇરલ દવાઓ તો ઉપલબ્ધ છે, પરંતુ હજી સુધી કોઈ વેક્સિન નથી બની.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કામચોર મહિલાએ તેના 4 બાળકોને કુવામાં ફેંકી દઈ પોતે પણ ભૂસકો લગાવી દીધો, કારણ જાણીને અક્કલ કામ કરતી બંધ થઈ જશે..!

25593664738737b0d26dca99c375656a આધુનિક સમયમાં સમાજની મહિલાઓ સાથે થતા અત્યાચારના કિસ્સાઓ ખૂબ જ જોવા મળે છે. મહિલાઓ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *