Breaking News

લગ્નની આવી કંકોત્રી તમે ક્યાય નહિ જોઈ હોઈ, પક્ષીઓ માટે મોટો ફાયદો કરશે આ કંકોત્રી.. વાંચો..!

અત્યારે પુરજોશથી લગ્નની સિઝન ચાલી રહી છે. દરેક વ્યક્તિના મનમાં એવો અંદાજ હોય છે. કે મારા લગ્ન બધા કરતાં સારા થાય. તેમજ લગ્ન જોઈને સૌ કોઈ લોકો ચકિત થઈ જવા જોઈએ આ અંદાજે લગ્ન કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચો થઈ જતો હોય છે. પરંતુ લગ્નમાં પૂરેપૂરી સાદગી બતાવીને સમાજને એક નવો દોર આપવાની શરૂઆત સમાજના મોટા મોટા અગ્રણીઓ કરી રહ્યા છે..

જેમકે વરઘોડા પ્રથા નાબૂદ કરીને જાહેર રસ્તા પર ટ્રાફિક ઓછું કરવું એ ખૂબ મહત્વનો નિર્ણય હતો. જે ધીમે ધીમે સમાજના લોકોએ અપનાવી પણ લીધો છે. તેવી જ રીતે પહેલા લગ્નની કંકોત્રી ઘરે-ઘરે પહોંચાડતા હતા. તેમજ ભાવભર્યુ આમંત્રણ આપવા માટે છપાવેલી કંકોત્રી આપી ને તેઓને વિનંતી કરવામાં આવતી હતી કે તેઓ જરૂર લગ્નમાં પધારે.

હવે ડિજિટલ જમાનો થઈ જતા પીડીએફ મારફતે કંકોત્રી whatsapp દ્વારા મોકલી દેવામાં આવે છે. વાંચીને okay રીપ્લાય પણ કરી દેવામાં આવતી હોય છે. જૂની પરંપરાઓને ડિજિટલ જમાનાના આ યુગમાં ભાવનગરના એક પરિવારે કંકોત્રી ના માધ્યમથી એવી સેવા વ્યક્ત કરી છે. જે જોઇને તમે પણ તમારા પરિવાર ના લગ્નમાં આ પ્રકારની કંકોત્રી બનાવવાનો વિચાર આવી જશે.

ભાવનગરના ઉછેડી ગામમાં શીવાભાઈ રવજીભાઈ ગોહિલના પુત્ર તેમજ પુત્રીના લગ્ન છે. આ લગ્ન પહેલા તેઓએ કંકોત્રી છપાવી હતી. એ કંકોત્રી કંઈક એવા અંદાજે તૈયાર કરવામાં આવી છે કે જેનો લગ્ન બાદ પણ સેવાભાવી કાર્યમાં ઉપયોગ થઈ શકે. મોટાભાગે મહેમાનો કંકોત્રી વાંચ્યા બાદ જ્યારે લગ્ન પૂર્ણ થઈ જાય છે…

ત્યારે તે કંકોત્રી ની પસ્તી અથવા કચરામાં ફેંકી દેતા હોય છે. પરંતુ આ કંકોત્રીનો ઉપયોગ ચકલીનો માળો બનાવવા માટે થશે જેમાં ચકલી વસવાટ કરી શકશે. જેના કારણે શહેરી વિસ્તારોમાં નાબુદ થયેલી ચકલીઓ ફરિવાર કલબલ કરતી દેખાશે. આ પરિવાર દરેક મહેમાનોને કંકોત્રી આપતા સમયે તેનું મહત્ત્વ સમજાવે છે કે આ કંકોત્રી ને તમે લગ્ન સુધી સાચવજો અને વાંચજો ક્યારે લગ્ન પૂર્ણ થઈ જાય ત્યારે આ કંકોત્રી ને વ્યવસ્થિત રીતે વાળીને તેમાંથી ચકલીનો માળો તૈયાર થઈ જશે…

જે તમારા ઘરના કોઈ પણ ખૂણામાં લગાવી શકો છો. જેમાં ચકલી પોતાનો માળો બનાવશે અને નવી ચકલીઓનો ભારે માત્રામાં ઉછેર થશે. આ બાબત વિષે જ્યારે 45 વર્ષીય શીવાભાઈ ને પૂછવામાં આવી હતી. ત્યારે તેઓએ જણાવ્યું હતું કે આઈડિયા તેમના દીકરા જયેશ નો છે.

જયેશ ની ઈચ્છા હતી કે તેના લગ્નની કંકોત્રી નો ઉપયોગ સારી રીતે થવો જોઈએ. તેઓએ લગ્નની કંકોત્રી માટે જે કાગળ છપાવ્યા છે તે કાગળ કોઈ કચરામાં ન ફેંકે અને તેના બદલે તેનો ઉપયોગ સેવાભાવી કાર્યો માં થાય તેવી જયેશની ઈચ્છા હતી. તેમજ જયેશ નું કહેવું હતું કે દરેક માણસે પ્રકૃતિપ્રેમી બનવું જોઈએ.

તેમજ પર્યાવરણને અનુકૂળ પરિસ્થિતિઓમાં જીવન જીવવાનો પ્રયાસ કરવો જોઈએ. આ કંકોત્રી મળતા દરેક મહેમાનોમા પ્રકૃતિપ્રેમીની છાપ મુકાઈ ગઈ છે કે તેઓ આ કંકોત્રી નો ઉપયોગ ચકલીનો માળો બનાવીને પોતાના ઘરમાં લગાવી ને જરૂર પાલન કરશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઓછા ઈન્ટરનેટમાં ટીવી કરતા પણ વધુ ઝડપે IPL મેચનો લાઈવ સ્કોર જોવાની રીત જાણી લેજો, IPLની મજા બમણી થઈ જશે..!

મોટાભાગના લોકો ક્રિકેટના ખૂબ જ શોખીન હોય છે. ક્રિકેટનું નામ પડતાની સાથે જ નાની ઉંમરના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *