આજકાલના સમય માં જોવામાં આવે તો ખુબ જ ભયાનક જેવું વાતાવરણ ઊભું થઈ રહીયુ છે. હાલમાં દિવસ હોય કે સાંજ હોય લોકોના ઘર ધુસીને કોઈ ને કોઈ રીતે વાંક ન હોવા છતાં તેને ચપ્પુ, લાકડું અને ધારિયા જેવા શાસ્ત્રોનો ઉપયોગ કરીને ઘરમાં રહેલા માણસોને મારીને જાય છે અથવા તો ચોરી, લૂંટ ફાટ કરીને જાય છે તેથી ખુબ જ રીતે સાવચેતી રાખવી જરૂરી છે.
આ પ્રકારના કામો ને જ અંજામ આપતી એક ઘટના હાલ બનવા પામી છે જેની સવિસ્તારમાં જો વાત કરવામાં આવે તો સાયલા તાલુકાની આસપાસમાં આવેલા મદારગઢ ગામના સ્ત્રી સરપંચના પુત્રની મોત થવાને કારણે સમગ્ર પંથક માં ચકચારી બનવા પામ્યો હતો. તે ઘટનાને અનુરૂપ મળતી માહિતી અનુસાર મદારગઢ ગામે કુકડિયા અને કટોસણાની અટકના 2 પરિવાર સુખીથી જીવન જીવતા હતા.
તેમાં કુકડિયા પરિવારના સભ્યો અન્ય ની સરખામીએ થોડા વધુ સધ્ધર હોવાથી તેઓની મહિલા ગામના સરપંચ નો હોદ્દો ધરાવે છે. હવે આવામાં એક દિવસ એવો બનાવ બન્યો કે બુધવારની સાંજે ગામના જ કટોસણા પરિવારમાંથી તેમની દીકરીના પર્સેમાંથી ફોન નંબર મળી આવેલો હતો અને તે દીકરી સાસરે હતી ત્યારે તેના પાકીટમાંથી અજય હરસુખ કોટોસણાનો ફોન નંબર મળી આવીયો.
તેથી તેના પતિએ સાસરીમાં વાત કરી હતી.આ બધી બાબતોને ધ્યાનમાં લઈને તેના બંને પરિવારોના લોકોને ભેગા થયા. જેમાં ચર્ચા આગળ વધતા બને પરિવારો વચ્ચે બોલાચાલી થય ગઈ હતી. જેમાં ચર્ચા વધુ આગળ જતા ઉશ્કેરાયેલા બંને પક્ષના વ્યક્તિઓએ એક બીજા ઉપર છરી, લાકડા અને ધારિયા જેવી વસ્તુઓથી પ્રહાર કરવાનો પૂરતો પ્રયત્ન કર્યો હતો અને અંતે પ્રહાર પણ કર્યો.
તેમાં છરીના ધાના પ્રહાર કરવાથી મદારગઢ ગામની મહિલા સરપંચના પુત્ર ની હત્યા કરી નાખવામાં આવી હતી. તેનાથી ગામમાં મોટા પ્રમાણમાં અવાજ અને ગામના લોકો બૂમો પાડવા લાગ્યા હતા. અને જયેશભાઇ પરશોતમભાઇ કુકડિયાને પકડી પેટમાં છરીના ઘા મારવાથી તેની હ.ત્યા કરી દેવામાં આવી હતી. આમ આ ઘટનામાં બંને પક્ષ વચ્ચે ઘાયલ થયેલા આરોપીઓ માંથી 4 લોકો શખસ રીતે ઘાયલ,
અને એક યુવાનની મોત થયું, ઘાયલ લોકોને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે કુકડિયા પરિવારના સભ્યોએ વચ્ચે કરેલા હુમલામાં કટોસણા પરિવારના સભ્યોને પણ ઘણી હાનિ પહોંચી. આ ઘટના અંગે 6 શખસ વિરુદ્ધ જયારે બીજા પક્ષે 8 આરોપી સામે ફરિયાદ નોંધાવાઈ છે. તેમાં આ બનાવને લીધે પોલીસે તેમના આરોપીઓને શોધ શરૂ કરી દેવામાં આવી.
આ બધી સામાન્ય બોલાચાલીમાં બંનેય પરિવારોને નુકસાન વેઠવું પડ્યું. જેમાં વાત કરવામાં આવે તો ઉડી ને આંખે વળગે એવી વાત કે બન્ને પક્ષનો નુકશાન તો થયું જ કદાચ થોડી વધુ સમજણ હોટ તો આ સમગ્ર મામલો કદાચ શાંતિથી પણ પત્યો હોત, ઘટના પરિવારના સભ્યોની હત્યા થઈ હોવાથી ગામમાં પોલીસની બંદોબસ્ત કરવામાં આવીયો હતો.
મોત પામેલા લોકોને અગ્નિસંસ્કાર કરવમાં આવ્યા. આવી ઘટનાને ધ્યાનમાં રાખીને ગામ હોય કે શહેર તેમાં એક પોલીસ સ્ટેશન હોવું જરૂરી છે તેના લીધે કોઈ પણ રીતે થતી બોલાચાલીને તેનું નિરાકરણ આવી શકે છે. આ બનાવ માં નાની એવી વાતને લઇ કેટલો મોટો ઝઘડો થઈ ગયો. ગામમાં બનેલી ઘટનાને સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. માહિતી ને યોગ્ય તપાસ સાથે પગલાં પણ ભરવામાં આવી શકે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]