Breaking News

લાડકી દીકરીની હલ્દી રસમ પહેલા જ થયું એવું કે લગ્નની ડોલી ઉઠવાને બદલે દીકરીની અર્થી ઉઠી, પરિવારમાં છવાયો મોતનો માતમ.. જાણો..!

જે ઘરમાં લગ્ન પ્રસંગ આવી પહોંચી હોય તે ઘરની ખુશીના ઠેકાણા કંઈક જુદા જ હોય છે. પરિવારના સૌ સભ્યો માં ભારે હર્ષ ઉલ્લાસનો માહોલ જોવા મળે છે. કારણ કે તેમના ઘરે હવે ઢોલ નગારા અને શરણાઈઓ વાગવાની હોય છે. પરંતુ લગ્ન પ્રસંગ ઘર આંગણે આવી પહોંચ્યો હોય ત્યારે અણ બનાવો બનવાના કિસ્સા પણ વધારે માત્રામાં બનતા હોય છે..

આપણા પરિવારના વડીલો પણ ભગવાનને પ્રાર્થના કરતા હોય છે કે, ઘરે આવેલો પ્રસંગ કોઈ પણ વિધ્ન વગર પૂર્ણ થઈ જાય તો સારું અત્યારે એક પરિવારમાં શરણાઈઓ વાગવાને બદલે હવે મોતના મરશિયા ગાવાના વારા આવ્યા છે. આ ઘટના મધ્યપ્રદેશના છતરપુરની છે. અહીં વોર્ડ નંબર 30 પાસે નીલમ બંસકાર તેના પરિવાર સાથે રહેતી હતી..

નીલમની ઉંમર 22 વર્ષની થતાની સાથે જ તેના પરિવારજનોએ તેને લગ્ન કરવા માટે જણાવ્યું હતું અને તેને અનુકૂળ એક છોકરો પણ શોધીને તેની સાથે લગ્ન નક્કી કરી દેવામાં આવ્યા હતા. પરિવાર ખૂબ જ ખુશ હતો. આ ઉપરાંત નીલમ પણ ખૂબ જ ખુશ હતી. કારણ કે હવે માત્ર થોડી કલાકોની અંદર જ તે પરણવા જઈ રહી હતી..

પરંતુ તેની હલ્દી રસમ શરૂ કરવામાં આવે એ પહેલા જ પરિવારજનોને એક માઠા સમાચાર મળ્યા હતા કે, નીલમે ગામના પાદરે આવેલા તળાવમાં કૂદીને આઘાત કરી લીધો છે. જ્યારે આ સમાચાર સાંભળ્યા ત્યારે લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનો પણ ત્યાં દોડી આવ્યા હતા. અને પરિવારમાં રોકકળ મચી ગઈ હતી..

નીલમના માતા-પિતા માટે તો દુઃખની આ ઘડી સહન કરવી મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન સમાન બની ગઈ હતી. તાબડ તોબ તેઓ આ તળાવ પાસે પહોંચ્યા અને ત્યાં સ્થાનિક તરવૈયાની મદદથી તેને તળાવની બહાર કાઢવામાં આવી હતી. આ ઉપરાંત આ ઘટનાની જાણકારી નજીકના પોલીસ સ્ટેશનને પણ આપતા પોલીસ તાબડતોબ ત્યાં આવી પહોંચ્યો હતો.

નીલમે પોતાના લગ્નના માત્ર એક દિવસ પહેલા જ જ્યારે હાલનો કાર્યક્રમ ચાલતો હતો. ત્યારે આપઘાત કરીને જીવન શા માટે ટૂંકાવી દીધો એ બાબત જાણવા માટે પરિવારજનો આતુર બન્યા હતા. પોલીસ પણ તેની તપાસ શરૂ કરી દીધી હતી. જેમાં પ્રાથમિક તપાસ દરમિયાન જાણકારી મળી કે, નીલમની પડોશમાં રાહુલ આહીર વાર નામનો એક યુવક રહેતો હતો..

તે છેલ્લા કેટલાક સમયથી નિલમને ખૂબ જ હેરાન પરેશાન કરતો હતો. તેણે નીલમને ઘણી બધી વાર ધમકીઓ પણ આપી હતી અને કહ્યું હતું કે, જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હુ તને મોતને ઘાટ ઉતારી દઈશ, જો તું અન્ય યુવક સાથે લગ્નના ફેરા ફરશે તો હું તને લગ્નના મંડપમાંથી પણ ઉઠાડીને લઈ જઈશ..

અને સૌ કોઈ લોકોને બદનામી સહન કરવી પડશે. એટલા માટે તું મારી સાથે લગ્ન કરી લે, પરંતુ નીલમેં તેને લગ્ન કરવાની ના પાડી હતી એટલા માટે રાહુલ નામનો તેને ખૂબ જ ડરાવી ધમકાવીને ઢોરમાર મારતો હતો. અત્યારે નીલમના લગ્નની હલ્દી રસમની કામગીરી શરૂ કરવામાં આવી હતી..

અને બીજા દિવસે તેના માટે જાન પણ આવવાની હતી. પરંતુ સવારનો સમયે જ આ તળાવની અંદર કૂદકો મારીને નિલમે આપઘાત કરી લીધો હતો. હાલ આ ઘટનાની લઈને પોલીસ જરૂરી તપાસ ચલાવી રહી છે. તો બીજી બાજુ પરિવારમાં લગ્નની ડોલી ઊઠવાને બદલે નીલમની અર્થી ઉઠી હતી. આ ઉપરાંત શરણાઈઓના સુરુ બેસી ગયા હતા. અને સૌ કોઈ સભ્યોને લગ્ન ગીતો ને બદલે મોતના મરસિયા ગાવાના વારા આવ્યા હતા.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *