Breaking News

કુતરું હડકાયું થતા જ લોકોને ઉભી પૂછડીયે દોડાવ્યા, 10 લોકોને કરડી જતા રસ્તા પર ચાલતા લોકો થરથર કાંપવા લાગ્યા..!

રસ્તા પર રખડતી ગાય, ભેંસ, બળદ તેમજ કૂતરા અને ભૂંડનો ત્રાસ દિવસેને દિવસે વધવા લાગ્યો છે. જુદા જુદા વિસ્તારોમાં લોકો નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓમાં અને ફરિયાદો કરી રહ્યા છે કે, રખડતાં ઢોરો તેમજ અન્ય પ્રાણીઓને કારણે રસ્તા પર ચાલવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે..

કારણ કે કોઈ પણ સમયે રખડતા આખલાવો રસ્તા પર હલનચલન કરતા લોકોનો જીવ લઇ લે છે. તેમજ અકસ્માતો સર્જાવે છે. જેમાં ઘણા બધા લોકોના જીવ પણ જતા રહ્યા છે. પરંતુ આ બાબતને લઇને કોઇ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવતી નથી. હાલ રસ્તા પર રખડતા એક કૂતરાએ સૌ કોઈ લોકોને ઊભી પૂંછડીએ દોડાવ્યા છે..

આ મામલો જામનગર જિલ્લાના ખંભાળિયા તાલુકાનો છે. ખંભાળિયા મિલન ચાર રસ્તા પર ભગવતી મીલ કમ્પાઉન્ડ આવેલી છે. ત્યાં કુતરુ અચાનક જ હડકાયું થયું હતું. અને રોડ ઉપર આમથી આમ ફરવા લાગ્યું હતું. કેટલી બધી સ્પીડે એક જગ્યાએથી બીજી જગ્યાએ લાગી રહ્યું હતું કે તેને જોતાની સાથે સૌ કોઈ લોકો ડરી ગયા હતા..

અને આમ થી આમ દોડમદોડ મચાવી રહ્યા હતા. હડકાયુ કુતરુ દરેક લોકોને કરડવા માટે લોકોની પાછળ દોડી રહ્યું હતું. જેમાં નદીના પુલ પાસે એક વ્યક્તિ પોતાની ઝપેટમાં આવી ગયો હતો અને કુતરા અને તેને બચકું ભરી લીધું હતું. લોકોએ આ કૂતરાને લાકડીનો ઢોર માર માર્યો હતો ત્યારે કુતરા એ વ્યક્તિની ચામડીને મોઢામાંથી મૂકી હતી..

ત્યારબાદ આ વ્યક્તિને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. તેના પગમાં ખૂબ ગંભીર ઈજા થઈ હતી. અને કુતરા દાંત કાઢીને તેના પગ નો લોચા કાઢી નાખ્યો હતો. એટલા માટે તેને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યો હતો. નગરપાલિકા વોર્ડના સદસ્યને પણ આ કૂતરું પગમાં પડી ગયું હતું..

સવારમાં કૂતરું હડકાયું બન્યું હતું અને સાંજ સુધીમાં પણ આ કુતરુ કોઈપણ વ્યક્તિની પકડમાં ન આવતા જુદાજુદા ૧૦ લોકોને તેણે કરી લીધું હતું અને ભારે દેકારો બોલાવી દીધો હતો. આ કુતરુ આટલી બધી ઝડપે દોડી રહ્યું હતું કે તે ક્યારે કઈ દિશામાં ભાગવા લાગે છે. તે નક્કી હતું નહીં. ક્યારેક તે લોકોની દુકાનમાં ઘૂસી જતું હતું..

તો ક્યારેક એપાર્ટમેન્ટના દાદરા પણ ચડી જતું હતું. આ કૂતરાના ભયને કારણે આસપાસના દુકાનદારોએ પણ વહેલી દુકાન બંધ કરીને પોતાના ઘરે જતા રહ્યા હતા. દર અડધા કલાકે એક વ્યક્તિને આ હડકાયું કૂતરું કરડી જતું હતું અને તેઓને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હતા..

પરંતુ હોસ્પિટલમાં રસી ખૂબ ઓછા પ્રમાણમાં હતી. એટલા માટે કૂતરો કરડી જાય ત્યાર બાદના સારવાર માટેની સીરમને વડોદરાથી મંગાવવામાં આવી હતી. હડકાયેલા કૂતરાને સૌ કોઈ લોકોને હેરાન-પરેશાન કરી દીધા હતા. ત્યારબાદ નગરપાલિકાએ આ કૂતરાને પકડવાની કામગીરી શરૂ કરી હતી..

અને પાંચ વ્યક્તિઓની એક ટીમ બનાવી હતી. અને એક વાહન લઈને આ કૂતરાને પકડવા માટે નીકળી ગયા હતા. તેમજ જુદા જુદા વિસ્તારમાં કુતરા ને પકડવા માટે પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. જે સ્થળે લોકોને કૂતરું કરડ્યું હતું તે સ્થળે પાલિકાના લોકો પહેરો મારીને આ કૂતરાને પકડવાની કોશિશ કરતા હતા..

આ કૂતરાને પકડવા માટે પાંજરા મુકવામાં આવી રહ્યા છે. જેથી કરીને કુતરુ પકડાઈ જાય અને લોકો રાહતનો શ્વાસ લે પરંતુ હજુ સુધી પણ આ કુતરુ પકડાયું નથી. હકીકતમાં માનવતાના ભાગરૂપે આપણે દરેક જીવોને સેવા કરવી જોઈએ. તેમજ તેઓને કોઇ પણ પ્રકારની હેરાનગતિ પહોંચાડવી જોઇએ નહી. પરંતુ હડકાયા કૂતરાંએ જો પણ પકડવામાં ન આવે તો તે અન્ય કેટલાય લોકોને કરડી જાય છે. અને તેમાં પણ હડકવા ચાલવા લાગે છે. એટલા માટે આ કૂતરાને પકડવો ખૂબ જ જરૂરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *